Search Now

Pallav Vansh

 પ્લ્લવ રાજવંશ


સાતવાહન સામ્રાજ્યના પતન પછી પલ્લવ વંશની સ્થાપના થઈ.

સ્થાપક- બપ્પદેવ, જેમણે આંધ્રપ્રદેશ પર શાસન કર્યુ.

વાસ્તવિક સ્થાપક- સિંહવિષ્ણુ

સિંહવિષ્ણુએ ચૌલોને હરાવ્યા જેનુ વર્ણન વૈલુર પાલેયમ તામ્રપત્રમાં છે.

 

મહેન્‍દ્રવર્મન પ્રથમ –

 • મહેન્‍દ્રવર્મન પ્રથમના સમયથી પલ્લવ અને ચાલુક્ય વચ્ચે સંઘર્ષ શરૂ થયો.
 • તે મહાન નિર્માતા, કવિ અને સંગીતજ્ઞ પણ હતો.
 • તેના સંગીત ગુરૂ “રૂદ્રાચાર્ય” હતા.
 • તેમણે ભવન નિર્માણની “કન્‍દરા શૈલી” વિકસાવી.
 • આ રાજા જૈન ધર્મનો અનુયાયી હતો પરંતુ સંત અય્યરના પ્રભાવમાં આવી શૈવધર્મ અપનાવે છે.
 • મહેન્‍દ્રવર્મનનો પરાજય પુલકેશી બીજા સામે થયો.

 

નરસિંહવર્મન પ્રથમ-

 • તે આ વંશનો સૌથી શક્તિશાળી રાજા હતો.
 • તેમની ઉપાધિઓ – વાતાપીકોંડ, મહામલ્લ
 • તેણે 3 વાર પુલકેશી બીજાને હરાવ્યો તેનું વર્ણન કુર્રમ અભિલેખમાં છે.
 • તેમણે વાતાપીમાં વિજયસ્તંભ બનાવ્યો.
 • તેણે મહાબલીપુરમમાં એકાશ્મક રથોનું નિર્માણ કરાવ્યુ.
 • તેના સેનાપતિનું નામ શિતોંડ હતુ.
 • આના સમયમાં ચીની યાત્રિ હ્યુ-એન-ત્સંગ કાંચી ગયો.

 

પરમેશ્વરવર્મન પ્રથમ-

 • તે શૈવધર્મનો અનુયાયી હતો.
 • ચાલુક્ય નરેશ વિક્રમાદિત્યને તેણે પરાજય આપ્યો.

 

નરસિંહવર્મન દ્વિતિય –

 • સંસ્કૃત વિદ્વાન દંડી તેના દરબારમાં હતા.
 • તેણે કાંચીમાં કૈલાસનાથ મંદીર “રાજસિંહ શૈલીમાંબનાવ્યુ.
 • આ ઉપરાંત મહાબલિપુરમ્ તટ પર મંદીર બનાવ્યો.

 

પરમેશ્વર વર્મન –

 • તે વૈષ્ણવ પરંપરાનો અંતિમ શાસક હતો.

 

નંદીવર્મન દ્વિતિય

 • તેણે કાંચીમાં મુક્તેશ્વર મંદિર અને બૈકુંઠ પેરુમલ મંદિર બનાવ્યા છે.
 • શંકરાચાર્ય દંતીવર્મનના સમકાલીન હતા.

 

કમ્પ વર્મા –

 • આ પલ્લવવંશનો અંતિમ શાસક હતો.

 

પલ્લવરાજા બ્રાહ્મણ ધર્મના અનુયાયી હતા.

મોટા ભાગના લેખો સંસ્કૃત ભાષામાં લખેલા છે.

રથમંદિરોને સપ્તપૈગોડ કહેવામાં આવે છે.

 

મહેન્‍દ્ર શૈલી- પથ્થરો કોતરીને ગુફા મંદિરનું નિર્માણ કરવામાં આવતુ જેને મંડપ કહે છે. દા.ત. મકકોડા મંદિર, અનંતેશ્વર મંદિર

નરસિંહ મંદિર- આનો વિકાસ નરસિંહ વર્મન પ્રથમ/ મામલ્લનાં સમયમાં થયુ હતુ. રથ અથવા એકાશ્મ (એક સ્તંભી) મંદીરનું નિર્માણ થયુ.

રાજસિંહ શૈલી- પથ્થરોની ઈંટોની મદદથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ. મહાબલિપુરમ્. કૈલાશનાથ મંદિર, એરાતેશ્વર

નંદિવર્મન શૈલી- નંદિવર્મન દ્વિતિયના સમયમાં વિકાસ થયું. જેમા નાના-નાના મંદિરોનું નિર્માણ કરવામાં આવતુ.   


દરેક વિષયની ક્વિ રમવા- click Here 


Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs  in Gujarati PDF free download,  Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy,  immy's academy,  Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ 

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel