Search Now

Vitamins In Gujarati

વિટામિન   


 • શરીર માટે ખૂબ જ અલ્પ માત્રામાં પણ અત્યંત જરૂરી એવા સકાર્બનિક (ઑર્ગેનિક) રાસાયણિક સંયોજનને વિટામિન કહેવામાં આવે છે .
 • વિટામિન શરીરમાં થતી જૈવરાસાયણિક ક્રિયાઓ માટે , શરીરની સામાન્ય વૃદ્ધિ માટે , કોષની ક્રિયાશીલતા માટે જરૂરી છે .

વિટામિનના પ્રકાર: દ્રવ્યતાના આધારે વિટામિનના બે પ્રકાર પડે છે:

 (1) પાણીમાં દ્રાવ્ય વિટામિન: પાણીમાં દ્રાવ્ય વિટામિન B કૉપ્લેક્ષ અને C છે. આ પ્રકારના વિટામિનનો સંગ્રહ શરીરમાં લાંબા સમય સુધી થઈ શકતો નથી. આ કારણથી રોજિંદા ખોરાકમાં આ વિટામિનનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છ. દવાના સ્વરૂપમાં આ વિટામિનો વધુ પ્રમાણમાં લેવામાં આવે , તો શરીર તેના પર આધારિત થાય છે અને વધારાનું વિટામિન પેશાબ વાટે બહાર નીકળી જતું હોવાથી સરવાળે નુકસાન થાય છે.

 ( 2 ) ચરબીમાં દ્રાવ્ય વિટામિન : ચરબીમાં દ્રાવ્ય વિટામિન A , D , E અને K છે . આ પ્રકારનાં વિટામિનનો સંગ્રહ શરીરમાં થઈ શકે છે . ચરબીવાળો ખોરાક ઓછો લેવાતો હોય કે ચરબીનું પાચન બરાબર ન થતું હોય , ત્યારે આ પ્રકારનાં વિટામિનોની ખામી થઈ શકે છે.

આ ઉપરાંત કબજિયાત માટે કે હરસ - મસા માટે લેવાતા પ્રવાહી પેરેફિન જેવા ઔષધને કારણે પણ આ પ્રકારનાં વિટામિનોની ખામી થઈ શકે છે આ પ્રકારનાં વિટામિન વધુ માત્રામાં લેવામાં આવે , તો તે શરીરને નુકસાન કરે છે.

વિટામિન ' A ' ( રેટિનોલ ) : 

 • વિટામિન ' A ' ઓછા પ્રકાશમાં વસ્તુને જોવા માટે અત્યંત જરૂરી છે . આ વિટામિનની ખામીવાળી વ્યક્તિને રતાંધળાપણાનો રોગ થાય છે.
 • આ ઉપરાંત વિટામિન ' A ' ની ખામીથી અધિચ્છદીય પેશીના કોષ - કોષ વચ્ચેની મજબૂતાઈ ઘટવાને કારણે ચામડી , આંખ , મોં , આંતરડાં , શ્વસનતંત્ર , મૂત્રમાર્ગ , ગર્ભાશય , યોનીમાર્ગ વગેરેના ચેપી રોગોનું પ્રમાણ વધી જાય છે. આમાં ખાસ કરીને શરદી , ખાંસી , ઝાડા , ગૂમડાં , પેશાબની બળતરા , આંખો આવવી જેવા રોગોનું પ્રમાણ વધે છે.
 • આ ખામીથી આંખનું બાહ્ય પડ સૂકું અને કરચલીવાળું થાય છે અને ક્યારેક ડોળાની બાજુમાં ફીણ જેવો રાખોડી ડાધ ( બિટોટ સ્પૉટ ) થાય છે. આ ખામી આગળ વધે , તો ડોળામાં ચાંદું પડે છે અને હંમેશ માટે દૃષ્ટિ જતી રહે છે.
 • વિટામિન ' A ' વધુ માત્રામાં લેવું પણ જોખમકારક છે. સગર્ભા સ્ત્રીને વધુ માત્રામાં આપવામાં આવે , તો ગર્ભસ્થ શિશુને નુકસાન કરે છે. 5000 થી 10,000 યુનિટ આપવામાં આવે , તો ગર્ભસ્થ શિશુને ખૂબ લાભકારક છે .
 • વિટામિન ' A ' ની રોજિંદી જરૂરિયાત 4500 થી 5000 આઈ.યુ. ( ઇન્ટરનેશનલ યુનિટ ) છે.
 • ભારતદેશમાં વર્ષે 30,000 થી વધુ લોકો વિટામિન ' A ' ની ખામીના કારણે અંધાપાનો ભોગ બને છે. આથી જ આ ખામી અટકાવવા માટે 6 માસથી 1 વર્ષના બાળકને 1 લાખ યુનિટ તથા 1 થી 6 વર્ષના બાળકને 2 લાખ યુનિટ 6 માસે આપવામાં આવે છે, આ ઉપરાંત ધાત્રીમાતાને સુવાવડ બાદ 2 લાખ અને સગર્ભાને દરરોજ 5000 યુનિટ આપવું હિતાવહ છે.
 • વિટામિન ' A ' લીલાં પાંદડાંવાળાં શાકભાજી જેવાં કે તાંદળજો , મેથી , પાલક તથા અળવીનાં પાન , સરગવાનાં પાન , તેમજ કેરી , પપૈયું , દૂધની મલાઈ , ઘી , ગાજર , માછલીના યકૃતનું તેલ વગેરેમાં વિપુલ પ્રમાણમાં મળે છે.

વિટામિન ' B ' સમૂહ : 

 • વિટામિન ' B ' એ ખરેખર તો ઘણાં વિટામિનના સમૂહને આપેલું નામ છે. આ સમૂહમાંથી અગત્યના વિટામિનનો અત્રે ઉલ્લેખ કરેલો છે.

વિટામિન ' B1 ' ( થાપામાઇન- Thiamine ) :

 • આ વિટામિન કાર્બોદિત પદાર્થના ચયાપચય માટે જરૂરી છે , તેની ખામીને કારણે શરીરમાં ગ્લુકોઝનું દહન સારી રીતે થઈ શકતું નથી તથા લૅક્ટિક ઍસિડ તેમજ પાયરુવિક ઍસિડનો પેશીઓમાં ભરાવે થાય છે. ભૂખ ન લાગવી , પગ દુ:ખવા , હાથપગનાં તળિયામાં બળતરા થવી વગેરે જેવી તકલીફો થઈ શકે છે , જે હવે ખાસ જોવા મળતો નથી. વધુ પડતા દારૂના સેવનથી આ વિટામિનની ખામી સર્જાઈ શકે છે.
 • દર 1000 કિ કૅલરી દીઠ રોજિંદી જરૂરિયાત 0.5 મિગ્રા છે. એ ગણતરીએ જોતાં દરરોજ કુલ 1 થી 1.5 મિલિગ્રામની સરેરાશ જરૂરત પડે છે.
 •  સામાન્ય રીતે આ વિટામિન ઘઉં , ચોખા , કઠોળ , મગફળી વગેરેમાં સારા પ્રમાણમાં હોય છે, જ્યારે પૉલિશ કરેલાં ચોખા, મેંદો તથા ફોતરાં વગરની દાળમાં પ્રમાણ ઓછું થઈ જાય છે. જ્યારે કઠોળ , ચોખા વગેરેને ખૂબ ધોવાથી , રાંધવામાં સોડા નાંખવાથી કે તેમને પલાળીને કે બાફીને વધેલું પાણી ફેંકી દેવાથી આ વિટામિનની માત્રા ઘટી જાય છે.

વિટામિન ' B2 ' ( Riboflavin ) : 

 • શરીરમાં કોષના સ્તરે ઑક્સિડેશનમાં તથા શક્તિ માટેની ચયાપચયની ક્રિયામાં આ વિટામિન ઉપયોગી છે.
 • આ વિટામિનની રોજિંદી જરૂરિયાત દર 1000 કિ કૅલરી દીઠ 0.6 મિગ્રા છે. આ વિટામિનની ખામીથી ઘણી વાર ચેતાતંત્ર અને સ્નાયુઓ વચ્ચેની સંદેશાની આપ - લે ધીમી પડે છે અને મોતિયો આવવાની શક્યતા વધી જાય છે. તેમજ હોઠના ખૂણાઓમાં ચીરા પડી જાય છે.
 • આર્થિક રીતે ગરીબવર્ગનાં બાળકોમાં આ વિટામિનની ખામી વધુ જોવા મળે છે.
 • આ વિટામિન દૂધ , વટાણા , શીંગ , યિસ્ટ , ઈંડાં , લીલાં શાકભાજીમાંથી વધુ પ્રમાણમાં મળે છે , જ્યારે અનાજ અને કઠોળમાં તે ઠીક પ્રમાણમાં હોય છે.

વિટામિન ' B3 ' ( Niacin ) :

 • નાયાસિન અથવા નિકોટિનીક ઍસિડ કાર્બોદિત પદાર્થ , ચરબી તથા પ્રોટીનની ચયાપચયની ક્રિયા માટે જરૂરી છે. ચામડી , આંતરડાં તથા ચેતાતંત્રનાં કાર્યો માટે પણ તે જરૂરી છે.
 • નાયાસિન બનાવવા માટે ટ્રિપ્ટોફાન નામનો એમિનો ઍસિડ જરૂરી છે.
 • સિંગદાણા તથા અશેળિયોમાં નાયાસિન પુષ્કળ પ્રમાણમાં મળે છે. કઠોળ તથા અનાજમાં નાયાસિન ઠીક પ્રમાણમાં હોય છે. દૂધમાંથી મળતું ટ્રિપ્ટોફાન પણ નાયાસિન બનાવવામાં ઉપયોગી થાય છે.

 • મકાઈ કે જુવાર કાયમ ખાતાં હોય તેવા લોકોમાં આ વિટામિનની ખામી વધુ જોવા મળે છે. દારૂના વધુ પડતા સેવનથી પણ આ ખામી થઈ શકે છે.
 • આ વિટામિનની ખામીથી ઝાડા , ચામડીનો રોગ ( ડરમેટાઇડિસ ) તથા સ્મૃતિભ્રમ થાય છે. આ ઉપરાંત જીભ અને મોં આવી જવું , હતાશા , ચીઢિયાપણું વગેરે પણ થઈ શકે છે . સૂર્યનો પ્રકાશ પડતો હોય , તેવા શરીરના ભાગોની ચામડીને વધુ અસર થાય છે.
 • આ વિટામિનની રોજિંદી જરૂરિયાત દર 1000 કિ કૅલરી દીઠ 6.6 મિગ્રા છે.

વિટામિન 'B6'( પાયરી ડૉક્સિન Pyridoxin ) : 

 • એમિનો ઍસિડ , ચરબી તથા કાર્બોદિત પદાર્થોની ચયાપચયની ક્રિયામાં આ વિટામિન અગત્યનો ભાગ ભજવે છે.
 • દૂધ, કઠોળ , અનાજ તથા શાકભાજીમાંથી આ વિટામિન મળી રહે છે. રિબોફ્લેવિન ( ' B2 ' વિટામિન ) ની અને પાયરોડૉક્સિન ( B6 ) ની વિટામિનની ખામીથી ચેતાઓને હાનિ પહોંચે છે તથા હાથ - પગનાં તળિયાં બળવા લાગે છે.
 • આ વિટામિનની રોજિંદી જરૂરિયાત દર 1000 કેલરી દીઠ 2 મિગ્રા છે.

ફૉલેટ ( ફૉલિક ઍસિડ ) : 

 • આ વિટામિન ન્યુક્લિક ઍસિડ તથા લોહીના કણો બનાવવામાં ઉપયોગી છે . ફૉલેટ લીલાં પાંદડાંવાળાં શાકભાજી , દૂધ , ફળ , કઠોળ તથા અનાજમાંથી મળી રહે છે.
 • આ પદાર્થની ખામીને કારણે લોહી ફિક્કુ પડી જાય છે. જીભ આવી જાય છે. મોમાં ચાંદા પડે અને ઝાડા થઈ જવા જેવી તકલીફો થાય છે, આ પદાર્થની રોજિંદી જરૂરિયાત 100 માઈક્રોગ્રામ છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓને આ પદાર્થની વધુ જરૂર પડે છે. આથી સગર્ભા સ્ત્રીઓને લોહતત્ત્વો સાથે નિયમિત રીતે ફૉલિક ઍસિડ આપવી જરૂરી છે.

વિટામિન ' C ' ( એસ્કોર્બિક એસિડ ) : 

 • વિટામિન ' C ' અથવા એસ્કોર્બિક એસિડ એ ગરમીના કારણે સૌથી વધુ નાશ પામતું હોય છે. હાડકાં , કોમળ હાડકાં - કૂર્ચા , સંયોજક માંસપેશીઓ તથા રક્તવાહિનીઓ માટે મદદરૂપ એવા કૉલેજન નામના તંતુઓના ઉત્પાદનમાં આ વિટામિન મહત્ત્વનો ભાગ ભજવે છે.
 • આ વિટામિનની ખામી હોય , તો રક્તસ્રાવ વધુ થાય છે. જેમકે દાંતના પેઢામાંથી લોહી નીકળે છે. આવી વ્યક્તિનાં હાડકાં જલદી ભાંગી જાય છે અને તેને વધુ થાક પણ લાગે છે. આ વિટામિન કૅન્સર ઉત્પન્ન કરતા નાઇટ્રોસેમાઇનને આંતરડામાં બનતું અટકાવે છે. લોહતત્ત્વના શોષણમાં આ વિટામિન ખૂબ જ ઉપયોગી છે .
 • આ વિટામિનની વ્યક્તિની રોજિંદી જરૂરિયાત 40 થી 60 મિગ્રા છે. આમળાં , જામફળ , લીંબુ , નારંગી , લીલાં પાંદડાંવાળી ભાજી તથા ફણગાવેલા મગમાંથી પુષ્કળ પ્રમાણમાં મળે છે.વિટામિન ' C ' દવા રૂપે વધુ પડતું લાંબા સમય સુધી લેવાથી ઓક્ષેલિક ઍસિડની પથરી થઈ શકે છે તથા શરીર વધુ પડતા વિટામિન પર આધારિત થઈ જાય છે.

 વિટામિન ' D ' ( કેલ્સિફેરોલ ) : 

 • હાડકાંના વિકાસ તથા કૅલ્શિયમની ચયાપચયની ક્રિયામાં આ વિટામિન અત્યંત જરૂરી છે. ખોરાકમાંથી વધુ પ્રમાણમાં કૅલ્શિયમ આંતરડાં દ્વારા શોષીને લોહીમાં લઈ જવાનું તથા લોહમાંથી હાડકાંમાં પહોંચાડવાનું મુખ્ય કાર્ય કરે છે.
 • સામાન્ય રીતે આ વિટામિન કૉડલિવર ઑઇલ , ઈડાં , દૂધ , સૂર્યનાં કોમળ કિરણો તેમાં રહેલ પારજાંબલી કિરણોની મદદથી ત્વચા નીચે રહેલા સરગોસ્ટેરોલનું વિટામિન ' D ' બનાવે છે.
 • વિટામિન ' D ' ની રોજિંદી જરૂરિયાત 200 થી 400 આંતરરાષ્ટ્રીય યુનિટ છે.
 • આ વિટામિનની ઊણપથી અસ્થિવક્રતા , સુકતાન , ક્ષય , ન્યુમોનિયા , ઓછું વજન , દાંત બગડે , પાચનશક્તિના રોગ થાય છે. પાંસળીઓ , કેડ તથા સાંધાઓમાં દુખાવો થાય છે. હાડકાં પોચાં પડે છે અને અસ્થિભંગની શક્યતા વધે છે.

વિટામિન ' E ' ( આલ્ફા ટોકોફેરોલ ): 

 • આ વિટામિન લીલાં શાકભાજી , માંસ , તેલીબિયાં , ટમેટાં , મકાઈ , માખણ , ફણગાવેલ કઠોળ , અનાજમાંથી પૂરતા પ્રમાણમાં મળે છે . સામાન્ય રીતે આ વિટામિનની ખામી ઊભી થતી નથી , તેથી તેને દવા સ્વરૂપે લેવાની જરૂર પડતી નથી.
 • આ વિટામિન જાતીય તંદુરસ્તી માટે જરૂરી છે. પ્રજનન - અવયવો ઉપર સારી અસર થાય છે. વિટામિન ' E ' સેક્સનું વિટામિન કહેવાય છે. તે કોષની દીવાલોને મજબૂત રાખવામાં તથા વિટામિન ' A ' નું ઑક્સિડેશન અટકાવવામાં ઉપયોગી છે.
 • આ વિટામિનની જરૂરિયાત રોજિંદી આશરે 10 મિગ્રા છે. વધુ પડતું આપવાથી વ્યક્તિના લસિકાકણોને વિકૃત અસર થાય છે અને તેની રોગપ્રતિકારક શક્તિ ઘટવાની શક્યતા પેદા થાય છે.

 વિટામિન ' K ' : 

 • વિટામિન ' K1 ' ( ફાઇલોક્વિનોન ) અને વિટામિન ' K 2, ( મેનાક્વિનોન ) છે. વિટામિન ' K ' નો થોડો ભાગ આંતરડાંમાં રહેલા ઉપયોગી બૅક્ટરિયાની સહાયથી ઉત્પન્ન થાય છે. બાકી લીલાં પાનવાળાં શાકભાજી , પાલકમાં, સોયાબીનમાં અને માંસમાં ખૂબ જ મળે છે.
 •  વિટામિન ' K ' રક્ત ગંઠાવાની ક્રિયામાં ઉપયોગી પ્રોથોમ્બિન તત્ત્વ બનાવવામાં ઉપયોગી છે.
 • આ વિટામિનની ખામીથી રક્તસ્રાવ થવાની ફરિયાદ ઊભી થાય છે,  કમળો અટકાવવામાં ઉપયૌગી છે , વધુ પડતી એન્ટિબાયોટિક દવાઓને કારણે આ ઉપયોગી બેક્ટરિયાનો નાશ થવાથી વિટામિન ' K ' ની ખામી સર્જાય છે.

 

દરેક વિષયની ક્વિજ રમવા- click Here 


Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs  in Gujarati PDF free download,  Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy,  immy's academy,  Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ 

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel