Immy's Academy
Thank You Supporter

Sufiyan Abdulraheman Makrani

₹ 50

Daily Gujarati Current Affairs 3 August 2026 | Current Affairs Quiz & GK

GPSC • GSSSB • Daily Current Affairs

દૈનિક વર્તમાન પ્રવાહો (Current Affairs) – 3 ઓગસ્ટ 2026

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી અગત્યના સમાચાર અને Value-Added Data નું સંપૂર્ણ વિશ્લેષણ

વિશેષ નોટ્સ: આ પોસ્ટમાં GPSC, GSSSB, PSI અને અન્ય તમામ વર્ગ-3 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 3 ઓગસ્ટ 2026 ના રોજ બનતી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને પરીક્ષાલક્ષી રમતગમત, આંતરરાષ્ટ્રીય સરહદો, ઉર્જા યોજનાઓ, GI ટેગ, રેલવે ઇનોવેશન અને ગુજરાત વિશેષ તથ્યો સાથે સરળ ભાષામાં આવરી લેવામાં આવી છે.

૧. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬: ભારત ૧૩ ગોલ્ડ સાથે ચોથા ક્રમે

મુખ્ય સમાચાર: ગ્લાસગો ખાતે યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતે ૧૩ સવર્ણ, ૧૭ રજત અને ૯ કાસ્ય મેડલ સહિત કુલ ૩૯ મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું છે.

⭐ Value-Added Notes:
  • ટોચના દેશો: પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયા (૭૦ ગોલ્ડ), બીજા ક્રમે ઇંગ્લેન્ડ અને ત્રીજા ક્રમે કેનેડા રહ્યું.
  • ભારતે સૌથી વધુ ૭ ગોલ્ડ મેડલ બોક્સિંગ ગેમમાં જીત્યા છે.
  • સાઇખોમ મીરાબાઈ ચાનૂએ વેટલિફ્ટિંગ (૪૮ કિગ્રા) માં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
૨. ભારત-ચીન સીમાપાર વેપાર ૬ વર્ષ પછી પુનઃ શરૂ

મુખ્ય સમાચાર: ૬ વર્ષના વિરામ બાદ શિપકી-લા દરરા (હિમાચલ પ્રદેશ), લિપુલેખ દરરા (ઉત્તરાખંડ) અને નાથૂ લા દરરા (સિક્કિમ) મારફતે ભારત અને ચીન વચ્ચેનો સીમાપાર વેપાર ૧ ઓગસ્ટ ૨૦૨૬થી ફરી શરૂ થયો છે.

⭐ Value-Added Notes:
  • ભૌગોલિક મહત્વ: શિપકી-લા દરરામાંથી સતલુજ નદી ભારતમાં પ્રવેશ કરે છે.
  • લિપુલેખ અને નાથૂ લા દરરા કૈલાશ માનસરોવર યાત્રા માટેના મુખ્ય માર્ગો છે.
૩. યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ભારતમાં નવા કેમ્પસ

મુખ્ય સમાચાર: ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત 'યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા' એ ભારતમાં ચેન્નાઈ અને મુંબઈ ખાતે પોતાના નવા કેમ્પસ સ્થાપવા માટે કરાર કર્યા છે.

મુખ્ય હેતુ: ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધન (R&D) ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવો.
૪. 'પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના' (PM-SSY)

મુખ્ય સમાચાર: કેન્દ્રીય કેબિનેટે દેશમાં ફ્લોટિંગ સોલર કેપેસિટી (તરતી સોલાર ઊર્જા) વિકસાવવા માટે ₹૫,૦૭૦ કરોડના બજેટ સાથે 'પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના' ને મંજૂરી આપી છે.

⭐ Value-Added Notes:
  • લક્ષ્યાંક: નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૩૦-૩૧ દરમિયાન ૫,૦૦૦ MW ક્ષમતાના ફ્લોટિંગ સોલર PV પ્રોજેક્ટ્સ સ્થાપવા.
  • આ પ્રોજેક્ટ્સમાં ઓછામાં ઓછી ૧૦,૦૦૦ MWh ક્ષમતાની એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પણ શામેલ હશે.
૫. રાથવા આદિવાસી કારીગરોની 'પિથોરા પેઇન્ટિંગ' ને GI ટેગ

મુખ્ય સમાચાર: ગુજરાતના છોટાઉદેપુર અને મધ્ય ગુજરાતના રાથવા આદિવાસી સમુદાય દ્વારા દીવાલો પર કરવામાં આવતી પરંપરાગત અને આનુષ્ઠાનિક 'પિથોરા પેઇન્ટિંગ' (Pithora Painting) ને સત્તાવાર રીતે GI ટેગ પ્રાપ્ત થયો છે.

મુખ્ય મનોરથ: આદિવાસી સંસ્કૃતિ, લોકકલા અને પરંપરાગત જ્ઞાનનું રક્ષણ કરવું.
૬. કેન્દ્રીય કેબિનેટ દ્વારા 'સમુદ્ર મંથન' યોજનાને મંજૂરી

મુખ્ય સમાચાર: કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય હેઠળ દેશમાં તેલ અને ગેસના નવા ભંડારોની શોધ માટે 'સમુદ્ર મંથન' (National Offshore Exploration Scheme) મંજૂર કરવામાં આવી છે.

⭐ Value-Added Notes:
  • બજેટ અને સમયગાળો: ₹૮૪,૦૮૪ કરોડના ખર્ચે નાણાકીય વર્ષ ૨૦૩૦-૩૧ સુધી અમલી કરાશે.
  • લક્ષ્ય: દરિયાઈ વિસ્તારમાં ૬૦૦ MMTOE (મિલિયન મેટ્રિક ટન ઓઇલ ઇક્વિવેલન્ટ) થી વધુના નવા તેલ અને ગેસ ભંડારો શોધવા.
૭. GSI ની પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ - વર્ષા અશોક અગલાવે

મુખ્ય સમાચાર: ૧૭૬ વર્ષ જૂના 'જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા' (GSI) ના ૫૪મા ડાયરેક્ટર જનરલ તરીકે વર્ષા અશોક અગલાવે ની નિમણૂક કરવામાં આવી છે.

⭐ Value-Added Notes:
  • તેઓ GSI ના ઇતિહાસમાં ડાયરેક્ટર જનરલ બનનારા પ્રથમ મહિલા અધિકારી છે.
  • GSI ની સ્થાપના ૧૮૫૧માં થઈ હતી અને તેનું વડું મથક કોલકાતા ખાતે આવેલું છે.
૮. અલ્લૂરી સીતારામ રાજુ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન

મુખ્ય સમાચાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે નવনির্মિત 'અલ્લૂરી સીતારામ રાજુ ઇન્ટરનેશનલ એરપોર્ટ' નું ઉદ્ઘાટન કર્યું.

સંદર્ભ: આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ PPP (Public-Private Partnership) મોડેલ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે.
૯. વર્લ્ડ વાઇડ વેબ ડે (World Wide Web Day) ૨૦૨૬

મુખ્ય સમાચાર: દર વર્ષે ૧ ઓગસ્ટ ના રોજ વિશ્વભરમાં 'વર્લ્ડ વાઇડ વેબ ડે' તરીકે ઉજવવામાં આવે છે.

⭐ Value-Added Notes:
  • ઇતિહાસ: ટિમ બર્નર્સ-લી (Tim Berners-Lee) એ ૧૯૮૯માં WWW (World Wide Web) ની શોધ કરી હતી.
૧૦. ભારતની પ્રથમ 'વંદે ભારત ફ્રેટ EMU' ટ્રેનનો ટ્રાયલ

મુખ્ય સમાચાર: દેશની પ્રથમ હાઇ-સ્પીડ માલગાડી 'વંદે ભારત ફ્રેટ EMU' (Freight EMU) નું ટેકનિકલ ટ્રાયલ પશ્ચિમ રેલવેના કોટા ડિવિઝન ખાતે શરૂ કરવામાં આવ્યું છે.

મુખ્ય વિગતો: આ ૧૬ કોચ ધરાવતી ટ્રેન ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ચેન્નાઈ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે ઈ-કોમર્સ અને કોલ્ડ ચેન પાર્સલ ડિલિવરી માટે ઉપયોગી બનશે.
૧૧. વંદે ભારત ટ્રેન મારફતે દેશમાં પ્રથમવાર 'લાઈવ ડોનર હાર્ટ' નું ટ્રાન્સપોર્ટ

મુખ્ય સમાચાર: ભારતીય રેલવેએ ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ 'મુંબઈ સેન્ટ્રલ - ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ' ટ્રેન દ્વારા સુરતથી અમદાવાદ સુધી જીવંત માનવ હૃદય (Live Donor Heart) સફળતાપૂર્વક પહોંચાડીને ઇતિહાસ રચ્યો છે.

⭐ Value-Added Notes:
  • અમદાવાદ સ્ટેશનથી યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી સુધી રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ગુજરાત પોલીસ દ્વારા ખાસ 'ગ્રીન કોરિડોર' બનાવવામાં આવ્યો હતો.

📚 ઇમ્મીઝ એકેડમી (Immy's Academy): દરરોજના વર્તમાન પ્રવાહો અને GPSC/GSSSB પરીક્ષાલક્ષી અગત્યની માહિતી માટે જોડાયેલા રહો!

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel