Immy's Academy
Thank You Supporter

Sufiyan Abdulraheman Makrani

₹ 50

Daily Gujarati Current Affairs 15 August 2026 | Current Affairs Quiz & GK

GPSC • GSSSB • Daily Current Affairs

દૈનિક વર્તમાન પ્રવાહો (Current Affairs) – 15 ઓગસ્ટ 2026

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી અગત્યના સમાચાર અને Value-Added Data નું સંપૂર્ણ વિશ્લેષણ

વિશેષ નોટ્સ: આ પોસ્ટમાં GPSC, GSSSB, PSI અને અન્ય તમામ વર્ગ-3 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 15 ઓગસ્ટ 2026 ના રોજ બનતી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને પરીક્ષાલક્ષી સંરક્ષણ, સ્વતંત્રતા દિવસ વિશેષ, ભૌગોલિક વિવાદો, યોજનાઓ, ગુજરાત વિશેષ અને રમતગમતના તથ્યો સાથે સરળ ભાષામાં આવરી લેવામાં આવી છે.

૧. પ્રથમ મલ્ટીનેશનલ એટેક ડ્રોન ટાસ્ક ફોર્સ 'Falcon Strike'

મુખ્ય સમાચાર: US સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા પ્રથમ બહુરાષ્ટ્રીય, મલ્ટી-ડોમેન એટેક ડ્રોન ટાસ્ક ફોર્સ 'ફાલ્કન સ્ટ્રાઈક' (Falcon Strike) લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે.

મુખ્ય વિગતો:
  • સંસ્થા: US CENTCOM (અમેરિકા)
  • ઉદ્દેશ્ય: હવાઈ, દરિયાઈ અને જમીન પર મલ્ટી-ડોમેન ઓપરેશન્સ માટે એટેક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવો.
૨. ભારતનો ૮૦મો સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ 2026)

મુખ્ય સમાચાર: ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ભારતે તેનો ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો.

મુખ્ય વિગતો:
  • સ્થળ: લાલ કિલ્લો, નવી દિલ્હી
  • આ વર્ષની થીમ: 'વિકસિત ભારત @૨૦૪૭ માટે યુવા શક્તિ'
⭐ Value-Added Notes:
  • વંદે માતરમ્: ૧૫૦મી જયંતી નિમિત્તે લાલ કિલ્લા પરથી પ્રથમ વખત 'વંદે માતરમ્' ગવાયું (લેખક: બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય - આનંદમઠ, ૧૮૭૫).
  • સ્વદેશી તોપો: આ વખતે લાલ કિલ્લા પરથી સલામી માટે સ્વદેશી તોપોનો ઉપયોગ થયો.
  • ભાષિણી મોડલ: પીએમનું સંબોધન ૧૨ અન્ય પ્રાદેશિક ભાષાઓમાં રિયલ ટાઈમ ટ્રાન્સલેટ થયું.
૩. 'કુરીલ દ્વીપસમૂહ' (Kuril Islands) વિવાદ

મુખ્ય સમાચાર: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કુરીલ દ્વીપસમૂહની મુલાકાત સામે જાપાને સખત વિરોધ નોંધાવ્યો છે.

મુખ્ય વિગતો:
  • વિવાદિત વિસ્તાર: કુરીલ દ્વીપસમૂહ (Kuril Islands / Kuril Archipelago)
  • સંબંધિત દેશો: રશિયા અને જાપાન વચ્ચે માલિકી હક માટે વિવાદ
  • ભૌગોલિક સ્થાન: ઓખોત્સ્ક સમુદ્ર (Sea of Okhotsk) અને પ્રશાંત મહાસાગર વચ્ચે
૪. ભારત-ઈઝરાયેલ 'રિસ્ટોરેટિવ હેલ્થકેર' હેકાથોન

મુખ્ય સમાચાર: ભારત અને ઈઝરાયેલ વચ્ચે આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજી આધારિત સુધારા લાવવા માટે 'Restorative Healthcare' થીમ પર આધારિત પ્રથમ હેકાથોનનું આયોજન થયું.

ભાગીદાર દેશ: ઈઝરાયેલ (ચલણ: શેકેલ / Shekel, વડાપ્રધાન: બેન્જામિન નેતન્યાહુ).
૫. 'MS Maria' ઈકો-ફ્રેટર જહાજની ડિલિવરી

મુખ્ય સમાચાર: ભારતની કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) એ જર્મનીની 'HS Schiffahrts' કંપનીને બીજું મલ્ટી-પર્પઝ ઈકો-ફ્રેટર જહાજ 'MS Maria' સફળતાપૂર્વક સોંપ્યું છે.

મુખ્ય વિગતો:
  • નિર્માતા: કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL)
  • ગ્રાહક દેશ: જર્મની
૬. દેશની પ્રથમ બ્રાન્ડેડ ટ્રેન "Sprite Tejas Express"

મુખ્ય સમાચાર: IRCTC એ બ્રાન્ડ જાહેરાત અધિકારો હેઠળ લખનૌ-દિલ્હી તેજસ એક્સપ્રેસનું નામ ૬ મહિના માટે બદલીને "Sprite Tejas Express" કર્યું છે.

મુખ્ય વિગતો:
  • રૂટ: લખનૌ થી દિલ્હી (૫૧૨ કિમી)
  • વિશેષતા: ખાનગી બ્રાન્ડના નામે રન થનારી ભારતની પ્રથમ ટ્રેન.
૭. PMGKAY હેઠળ CBDC-આધારિત DBT સેવા

મુખ્ય સમાચાર: પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) શરૂ કરનાર ચંદીગઢ અને દાદરા & નાગર हवेલી તથા દમણ & દીવ પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા છે.

મુખ્ય વિગતો:
  • કેન્દ્રશાસિત પ્રદેશ: ચંદીગઢ તથા દાદરા અને નાગર हवेલી & દમણ અને દીવ
  • ઉદ્દેશ્ય: અનાજ ખરીદી માટે લક્ષિત ઈ-રૂપી (e-Rupee) અથવા ડિજિટલ કરન્સીનો ઉપયોગ.
૮. કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬

મુખ્ય સમાચાર: નાઈજીરિયાના લાગોસ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ફેન્સિંગ (તલવારબાજી) ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે કુલ ૩૫ મેડલ જીતીને મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

મુખ્ય વિગતો:
  • ભારતનું સ્થાન: પ્રથમ (Overall Champions)
  • કુલ મેડલ: ૩૫ (૧૩ ગોલ્ડ, ૮ સિલ્વર, ૧૪ બ્રોન્ઝ)
  • આયોજન સ્થળ: લાગોસ, નાઈજીરિયા
૯. ચીનના પૂર્વ વડાપ્રધાન ઝૂ રોંગજીનું નિધન

મુખ્ય સમાચાર: ચીનમાં ૧૯૯૮ થી ૨૦૦૩ દરમિયાન આર્થિક સુધારા અને સરકારી ઉદ્યોગોના પુનર્ગઠન માટે જાણીતા પૂર્વ વડાપ્રધાન ઝૂ રોંગજીનું ૯૭ વર્ષની વયે નિધન થયું છે.

વ્યક્તિ: ઝૂ રોંગજી (Zhu Rongji, ચીનના પૂર્વ PM).
૧૦. કન્ટેનર મેન્યુફેક્ચરિંગ આસિસ્ટન્સ સ્કીમ (CMAS)

મુખ્ય સમાચાર: દેશમાં શિપિંગ કન્ટેનરોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આયાત ઘટાડવા માટે કેન્દ્ર સરકારે ₹૧૦,૦૦૦ કરોડના બજેટ સાથે 'CMAS' યોજના મંજૂર કરી છે.

મુખ્ય વિગતો:
  • યોજના: Container Manufacturing Assistance Scheme (CMAS)
  • કુલ બજેટ: ₹૧૦,૦૦૦ કરોડ (૫ વર્ષ માટે)
૧૧. કેન્સરને 'નોટિફિએબલ ડીસીઝ' (Notifiable Disease) જાહેર કરવાનો સુપ્રીમ આદેશ

મુખ્ય સમાચાર: દેશના સુપ્રીમ કોર્ટે બાકી રહેલા ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્સરને "અધિસૂચિત રોગ" (Notifiable Disease) જાહેર કરવા માટે વિચાર કરવા નિર્દેશ આપ્યો છે.

મુખ્ય વિગતો:
  • સ્થિતિ: દેશના ૩૬ પૈકી ૧૭ રાજ્યોએ તેને પહેલેથી જ અધિસૂચિત કરેલ છે.
  • ફાયદો: કેન્સરના નિદાન થયેલા દર્દીઓનો ચોક્કસ ડેટાબેઝ તૈયાર થશે અને સારવારની યોગ્ય નીતિઓ બનાવી શકાશે.
⭐ તાજેતરના અન્ય ઉદાહરણ: ૨૦૨૪માં સરીસૃપ દંશ (Snakebite) અને ૨૦૨૫માં હ્યુમન રેબીઝને અધિસૂચિત કરાયા હતા.

📚 ઇમ્મીઝ એકેડમી (Immy's Academy): દરરોજના વર્તમાન પ્રવાહો અને GPSC/GSSSB પરીક્ષાલક્ષી અગત્યની માહિતી માટે જોડાયેલા રહો!

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel