Advocate General
ADVOCATE GENERAL OF STATE
રાજ્યના એડવોકેટ જનરલ
Gujarati notes on the Advocate General of a State – appointment, powers, functions and privileges under the Constitution of India with direct references to Articles 165, 177 and 194.
રાજ્યના એડવોકેટ જનરલ "મહાધિવક્તા" તરીકે પણ ઓળખાય છે.
મહાધિવક્તા રાજ્યનો "સર્વોચ્ચ કાયદા અધિકારી" છે.
અનુચ્છેદ 165
આ અનુચ્છેદમાં એડવોકેટ જનરલ વિશે માહિતી આપવામાં આવી છે.
અનુચ્છેદ 165(1) – તેમની નિમણુંક રાજ્યપાલ કરે છે.
લાયકાત: હાઈકોર્ટના ન્યાયાધીશ બને તેટલી લાયકાત ધરાવતો વ્યક્તિ.
અનુચ્છેદ 165(2) – તેમના ફરજો અંગે માહિતી.
1) રાજ્યપાલ દ્વારા સોંપાયેલ કાયદા સંબંધિત બાબતોમાં સલાહ આપવી.
2) બંધારણ / કાયદો / રાજ્યપાલ દ્વારા સોંપાયેલા કાર્યોનું વહન કરવું.
અનુચ્છેદ 177
રાજ્યનો એડવોકેટ જનરલ રાજ્યના બંને ગૃહોમાં હાજર રહી શકે, ચર્ચા કરી શકે અને સમિતિની کارروાઈમાં ભાગ લઈ શકે છે – પરંતુ મતાધિકાર નહીં.
તેઓ રાજ્યની કારોબારીનો પણ એક ભાગ છે – રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળ, એડવોકેટ જનરલ.
અનુચ્છેદ 194
અનુચ્છેદ 194(4) હેઠળ તેમને રાજ્યના ધારાસભ્યોને મળતા તમામ વિશેષ અધિકારો મળે છે.
અન્ય માહિતી:
• તેઓ પોતાનું રાજીનામું રાજ્યપાલને આપે છે.
• રાજ્યની તમામ અદાલતોમાં પ્રેક્ષક તરીકે હાજર રહેવાનો અધિકાર છે.
• હાલના ગુજરાતના એડવોકેટ જનરલ – કમલ ત્રિવેદી
• એડિશનલ એડવોકેટ જનરલ – પ્રકાશ જાની

0 Comment
Post a Comment