શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાન
શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાન
UAE ના પ્રમુખ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું 73 વર્ષની વયે અવસાન થયું છે.
તેમણે 3 નવેમ્બર, 2004થી સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક તરીકે સેવા આપી હતી.
તેઓ સંયુક્ત આરબ અમીરાતના બીજા રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના અમીરાતના 16મા શાસક હતા.
રાષ્ટ્રપતિ બાબતોના મંત્રાલયે શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધનને પગલે 40 દિવસના શોકની જાહેરાત કરી છે.
તેમના શાસનકાળમાં, UAE માં અભૂતપૂર્વ વૃદ્ધિ અને વિકાસ જોવા મળ્યો. તેમણે તેમના પિતા સ્વર્ગસ્થ શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયાનનું સ્થાન લીધું હતું.
0 Komentar
Post a Comment