Gujarati Sahitya Sanstha
ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ
ગુજરાતી સાહિત્ય પરિષદ –
- સ્થાપના: ૧૯૦૫
- 'પરબ' નામનું માસિક અને 'ભાષાવિમર્શ' નામનું ત્રિમાસિક પ્રકાશિત કરે છે.
- આ પરિષદનું પ્રથમ અધિવેશન ગોવર્ધનરામ ત્રિપાઠીની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે ભરાયું હતું.
--------------------------------------------------------------------------------------------
ગુજરાતી સાહિત્ય સભા –
- સ્થાપના ૧૯૦૪ માં રણજિતરામ વાવાભાઇ મહેતાએ અમદાવાદમાં કરી હતી.
- આ સંસ્થા ૧૯૨૮ના રજત જયંતી વર્ષ થી 'રણજિતરામ સુવર્ણચંદ્રક' આપે છે. પ્રથમ ઝવેરચંદ મેઘાણીને અપાયો હતો
--------------------------------------------------------------------------------------------
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી -
- ૨૬ ડિસે. ૧૮૪૮માં એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા અમદાવાદમાં સ્થાપવામાં આવી હતી.
- સૌથી જૂની સંસ્થા પાછળથી આ સંસ્થા 'ગુજરાત વિદ્યાસભા' તરીકે ઓળખાઇ.
- આ સંસ્થા સૌપ્રથમ 'વરતમાન' અઠવાડિક પ્રસિદ્ધ કર્યું.
- ત્યારબાદ પખવાડિક 'બુદ્ધિપ્રકાશ' શરૂ કર્યું અને આજે બુદ્ધિપ્રકાશ' માસિક પ્રકાશિત કરે છે.
- ઇ.સ. ૧૮૪૯ માં “નેટિવ લાઇબ્રેરી” ની સ્થાપના કરવામાં આવી આજે તે હિમાભાઇ ઇન્સ્ટિટ્યુટ તરીકે પ્રખ્યાત છે.
-------------------------------------------------------------------------------------------
નર્મદ સાહિત્ય સભા –
- આ સંસ્થા ૧૯૨૩માં "ગુજરાતી સાહિત્ય મંડળ" નામે સુરતમાં સ્થપાઇ હતી.
- શરૂઆતમાં આ સંસ્થા 'ગુજરાતી સાહિત્ય મંડળ' તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ ૧૯૩૯માં તેનું નામ કવિ નર્મદનું નામ સંકળાતા 'નર્મદ સાહિત્ય સભા' કરવામાં આવ્યું.
- આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને દર પાંચ વર્ષે "નર્મદ ચંદ્રક" એનાયત કરવામાં આવે છે.
--------------------------------------------------------------------------------------------
પ્રેમાનંદ સાહિત્ય સભા –
- "વડોદરા સાહિત્ય સભા" ની સ્થાપના ૧૯૧૬માં વડોદરા કરવામાં આવી હતી.
- આ સંસ્થાએ ૧૯૪૪ માં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' નામ ધારણ કર્યું.
- આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને ૧૯૮૪થી દર બે વર્ષે "પ્રેમાનંદ ચંદ્રક" એનાયત કરવામાં આવે છે.
--------------------------------------------------------------------------------------------
ભારતીય વિદ્યાભવન –
- સ્થાપના કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મુંબઇમાં કરી હતી.
- સામયિક: અંગ્રેજીમાં ‘ભવન્સ જર્નલ’ તથા ગુજરાતીમાં ‘નવનીત-સમર્પણ’ (પહેલા સમર્પણ – હાલમાં બંધ)
--------------------------------------------------------------------------------------------
સાહિત્ય સંસદ –
- સ્થાપન કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મુંબઇમા કરી હતી
-------------------------------------------------------------------------------------------
ફાર્બસ ગુજરાતી સભા –
- સ્થાપના મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી ૧૮૫૪માં કવિ ફાર્બસની સ્મૃતિમાં કરવામાં આવી હતી.
- આ સંસ્થા ૧૮૫૧માં શરૂ કરેલી ‘બુદ્ધિવર્ધક સભા” નો ગ્રંથસંગ્રહ સંભાળવાનું તથા ગ્રંથ પ્રકાશનનું કાર્ય કરે છે.
- આ સંસ્થા ૧૯૩૨ થી પોતાનું મુખપત્ર 'ફાર્બસ ગુજરાતી સભા' ત્રિમાસિક આજે પણ પ્રકાશિત કરે છે
--------------------------------------------------------------------------------------------
ગુજરાત સાહિત્ય અકાદમી –
- ગુજરાતી તથા સંસ્કૃત ભાષા અને સાહિત્યના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વાર સ્થાપિત
- સ્થાપના ૧૯૮૨મા થઇ હતી.
- આ સંસ્થા વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલી કૃતિઓનું મૂલ્યાંકન કરી સારી કૃતિને (લેખકને) 'ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર' આપે છે.
- આ સંસ્થા ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે.
- આ સંસ્થાનું મુખપત્ર 'શબ્દસૃષ્ટિ' નિયમિત રીતે પ્રકાશિત થાય છે.
--------------------------------------------------------------------------------------------
બુદ્ધિવર્ધક સભા –
- સ્થાપના ૧૮૫૧ માં નર્મદ અને તેના મિત્રોએ કરી હતી
--------------------------------------------------------------------------------------------
ગુજરાત સંશોધન મંડળ -
- સ્થાપના પોપટલાલ શાહે મુંબઇમાં કરી હતી
--------------------------------------------------------------------------------------------
કવિતાભવન –
- આ સંસ્થા ૧૯૮૧ થી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત દ્વારા કાર્યરત છે.
--------------------------------------------------------------------------------------------
જ્ઞાન પ્રસારક સભા –
- આ સંસ્થા ઍલ્ફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પૅટન તથા દાદાભાઇ નવરોજી અને અન્ય યુવાનો દ્વારા સ્થાપવામાં આવે હતી
--------------------------------------------------------------------------------------------
ક.લા.સ્વાધ્યાય મંદિર –
- આ સંસ્થાની સ્થાપના શેઠ કસ્તુરભાઇ લાલભાઇની સ્મૃતિમાં ઇ.સ. ૧૯૮૧માં સ્થાપવામાં આવી હતી
--------------------------------------------------------------------------------------------
પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડ:
- સ્થાપના ૧૯૨૪ માં વડોદરામાં સ્વ. મોતીભાઇ અમીને આ સહકારી સંસ્થાની સ્થાપના કરી હતી.
- સંસ્થા દ્વારા ૧૯૭૩-૭૪ માં આર્થિક રીતે પછાત ગામોમાં નવાં પુસ્તકાલયો ઊભાં કરવામાં સહાય કરવા “મોતીભાઇ અમીન શતાબ્દી ટ્રસ્ટ” ની રચના કરવામાં આવેલી.
- સામયિક: પુસ્તકાલય
0 Komentar
Post a Comment