વાતાવરણની સંરચના અને સંગઠન
વાતાવરણની સંરચના અને સંગઠન
વાતાવરણના વાયુઓ, સ્તરો અને તેની વિશેષતાઓ
૧. વાતાવરણનું સંગઠન (Composition)
વાતાવરણ એ પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલું વાયુઓનું આવરણ છે, જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે ટકી રહ્યું છે.
મુખ્ય વાયુઓનું પ્રમાણ:
- નાઇટ્રોજન (N₂): ૭૮.૦૮% (પ્રોટીન નિર્માણ માટે જરૂરી)
- ઓક્સિજન (O₂): ૨૦.૯૫% (જીવનરક્ષક વાયુ)
- આર્ગોન (Ar): ૦.૯૩% (નિષ્ક્રિય વાયુ)
- કાર્બન ડાયોક્સાઇડ (CO₂): ૦.૦૩૬% (ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર)
- ઓઝોન (O₃): અલ્પ પ્રમાણ (પારજાંબલી કિરણોથી રક્ષણ)
૨. વાતાવરણની સંરચના (Layers)
તાપમાનના ફેરફારને આધારે વાતાવરણને પાંચ મુખ્ય સ્તરોમાં વહેંચવામાં આવે છે:
૧. ક્ષોભ આવરણ (Troposphere)
વાતાવરણનું સૌથી નીચેનું અને સૌથી ઘટ્ટ સ્તર.
- ઊંચાઈ: વિષુવવૃત્ત પર ૧૬ કિમી, ધ્રુવો પર ૮ કિમી.
- વિશેષતા: ઋતુ પરિવર્તન, વાદળો, વરસાદ જેવી તમામ હવામાનની ઘટનાઓ અહીં જ બને છે.
- તાપમાન: ઊંચાઈએ જતાં તાપમાન ઘટે છે (દર ૧૬૫ મીટરે ૧°C).
૨. સમતાપ આવરણ (Stratosphere)
- ઊંચાઈ: ૫૦ કિમી સુધી.
- ઓઝોન સ્તર: આ સ્તરમાં ૧૫ થી ૩૫ કિમી વચ્ચે ઓઝોનનું પ્રમાણ વધુ હોય છે, જે સૂર્યના UV કિરણો શોષે છે.
- ઉપયોગિતા: હવામાન શાંત હોવાથી જેટ વિમાનો ઉડવા માટે અનુકૂળ છે.
- તાપમાન: ઊંચાઈએ જતાં તાપમાન વધે છે.
૩. મધ્ય આવરણ (Mesosphere)
- ઊંચાઈ: ૮૦ કિમી સુધી.
- વિશેષતા: વાતાવરણનું સૌથી ઠંડુ સ્તર (આશરે -૧૦૦°C).
- ઉલ્કા: અવકાશમાંથી આવતી ઉલ્કાઓ આ સ્તરમાં સળગી ઉઠે છે.
૪. ઉષ્મા આવરણ / આયન આવરણ (Thermosphere/Ionosphere)
- ઊંચાઈ: ૮૦ થી ૪૦૦ કિમી.
- આયન આવરણ: રેડિયો તરંગોનું પરાવર્તન કરે છે, જે સંદેશાવ્યવહાર માટે અનુકૂળ છે.
- તાપમાન: અતિશય ગરમી, ઊંચાઈ સાથે તાપમાન ખૂબ ઝડપથી વધે છે.
૩. GPSC મહત્વના તથ્યો
| નામ | સીમા (Pause) | જોડતું સ્થાન |
|---|---|---|
| ક્ષોભ સીમા | Tropopause | ક્ષોભ અને સમતાપ આવરણ વચ્ચે |
| સમતાપ સીમા | Stratopause | સમતાપ અને મધ્ય આવરણ વચ્ચે |
| કરમન રેખા | Karman Line | ૧૦૦ કિમીની ઊંચાઈ (અવકાશની શરૂઆત) |


0 Comment
Post a Comment