Search Here

અલંકાર એટલે શું? (Gujarati Alankar Notes)
Gujarati Grammar • Figures of Speech

ALANKAR IN GUJARATI

અલંકાર એટલે શું?

IMRAN SHEKH
શબ્ધાલંકાર & અર્થાલંકાર Examples for Exams Immys Academy

સંપૂર્ણ ગુજરાતી નોંધો: અલંકારની વ્યાખ્યા, શબ્દાલંકાર અને અર્થાલંકારના પ્રકારો, ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, શ્લેષ, વ્યાજસ્તુતિ, અતિશયોક્તિ, સજીવારોપણ – તમામ વ્યાખ્યા અને ઉદાહરણો.

અલંકારનો પરિચય

અલંકાર એટલે શું?
અલંકાર એટલે આભુષણ. જેવી રીતે આભુષણ એ વ્યક્તિના સોંદર્યમાં વધારો કરે તેવી રીતે અલંકાર ભાષાના સોંદર્યમાં વધારો કરે છે. અલંકાર શબ્દ “અલમ્‌ – કાર”નો બનેલો છે. એટલે કે કશુ ઉમેરવાનું બાકી ન રહે એવી પૂર્ણતા લાવે તે અલંકાર.
• ભાષામાં વાણીને સજાવટ કરવાવાળા શોભાવાળા રૂપને ‘અલંકાર‘ કહે છે.

અલંકારના પ્રકાર
કાર્યના આધારે મુખ્ય 2 તેના પ્રકારો પાડવામાં આવ્યા છે.
1. શબ્દાલંકાર
2. અર્થાલંકાર

શબ્દાલંકાર – વ્યાખ્યા

શબ્દાલંકાર
શબ્દોને આધારે રચતા અલંકારને શબ્દાલંકાર કહેવાય છે.
આ અલંકારમાંશબ્દોની ગોઠવણીને આધારે ભાષાના સોંદર્યમાં વધારો થાય છે.
જે અલંકાર દ્વારા કેવળ શબ્દને જ ચમત્કૃતીભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહે છે. શબ્દાલંકારમાં શબ્દોની ખુબીની ચાવી તે તેના શબ્દો છે.
ઉદાહરણ : ‘કૂંચી કરાવું કરુણાનંદ કેરી’માં શબ્દોની ખૂબી છે ને બદલે ‘ચાવી બનાવું કરુણાનંદ’ ની અર્થયુક્ત શબ્દ બદલવાથી શબ્દ ચમત્કૃતિ નાશ પામે છે.

શબ્દાલંકારના પ્રકાર

શબ્દાલંકારના પ્રકાર :
• અનુપ્રાસ (વર્ણાનુપ્રાસ / વર્ણસગાઇ)
• યમક (શબ્દાનુપ્રાસ)
• પ્રાસસાંકળી (આંતરપ્રાસ)
• અંત્યાનુપ્રાસ

વર્ણાનુપ્રાસ / વર્ણસગાઇ:
વ્યાખ્યા: વાક્યમાં એકનો એક વર્ણ (અક્ષર) શબ્દના આરંભે બે કે તેથી વધારે વખત આવે ત્યારે વર્ણસગાઇ કે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે.
દા.ત. :
• સાગરે ભાસતી ભવ્ય ભરતી.
• કાશીમાએ કામ કાઢ્યું.
• ધનતેરસે ધન ધોઈને સજ્યા સોળા શણગાર.
• માંગવું મૃત્યુ પ્રમાણ છે પ્રાણીને.
• સહિયરનો સાથ ત્યજ્યો સામયે રે લોલ.
• પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા.
• પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
• લગન લગાડે આગ.
• કાળો કાનુડો કાળી કામળી વાળો.
• કાકાએ કાચના કટોરામાં કેરીઓ કાપીને મૂકી
• નિત્યસેવા,નિત્ય—કીર્તન—ઓચ્છવ નિરખવા નંદકુમાર રે.
• જેને ગોવિંદા ગુણ ગાયા રે.
• નટવર નિરખ્યા નેન તે…

યમક / શબ્દાનુપ્રાસ:
વ્યાખ્યા: એકનો એક અક્ષરસમૂહ બીજીવખત આવતો હોય અને બન્ને ઠેકાણે એના જુદા જુદા અર્થ થતા હોય ત્યારે યમક અલંકાર બને છે.
અથવા
સરખા ઉચ્ચારવાળા (પ્રાસવાળા) શબ્દો એક કરતા વંધારે વખત આવે અને દરેક વખતે તેનો અર્થ જુદો થતો હોય તેવા અલંકારને શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર કહેવાય છે.
(પંક્તિનીમાં કોઇ પણ સ્થાને સમાન ઉચ્ચારવાળા શબ્દો આવ્યા હોય ત્યારે)
દા.ત. :
• જવાની તો જવાની છે.
• તપેલી તો તપેલી છે.
• મેં અખાડામાં જવાના ઘણીવાર અખાડા કર્યા.
• જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય.
• થયા પુરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત.
• દીવા નથી દરબારમાં, દીવાનથી દરબારમાં છે અંધારુ ઘોર.
• મોર ઉર વસી એ દિવ્ય ઉર્વશી.
• નોકરી તો નો કરી જેવી છે.
• ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.
• સુલતાનના મોકલ્યાં બે મિયાં મુલતાનમાં ગુલતાન જતા હતા.
• કાયાની માયામાંથી છુટવા ગોવિંદરાયની માયા કરો.
• જાંબાળા…ખોપાળા…તગડીને ભડી…નેભાવનગર…

પ્રાસસાંકળી / આંતરપ્રાસ :
વ્યાખ્યા: પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે પ્રાસસાંકળી કે આંતરપ્રાસ અલંકાર બને છે.
(પંક્તિની વચ્ચે સમાન ઉચ્ચારવાળા શબ્દો આવ્યા હોય ત્યારે)
દા.ત.
• મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓચ્છવ(ઉચ્છવ, ઉત્સવ).
• જાણી લે જગદીશ, શીશ સદગુરુને નામી.
• ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલ, :શંખનેઃમૃદગ.
• પ્રેમ પદારથ અમો પામીએ, વામીએ જીવન મરણ જજાળ.
• હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે.
• સામા સામા રહયાં શાભે,વ્યોમ ભોમ બે સોય.
• વિદ્યા ભણિયો જેહ,તેહ ઘેર વૈભવ રૂડો.

અંત્યાનુપ્રાસ :
વ્યાખ્યા: કોઈપણ કડીની પહેલી લીટીને છેડે જેવા અક્ષરો આવે તેવા જ અક્ષરો બીજી લીટીને છેડે આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે.
દરેક ચરણને અંતે સરખા ઉચ્ચાર વાળો શબ્દ આવ્યો હોય ત્યારે અંત્યાનુપ્રાસ બને છે. (પંક્તિને અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દો આવ્યા હોય ત્યારે)
દા.ત. :
• જેની જશોદા માવલડી, ચરાવે ગાવલડી.
• ના હિન્દુ નીકળ્યા, ના મુસલમાન નીકળ્યા
કબરો ઉઘાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા.
• હલે કવચકુંડળ હવે આપી દીધા,
મેં જ મારા બે હાથ કાપી દીધા.
• ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.
• મેં મકાનો બાંધવાને જે ઘડ્યા,
રે તે ખીલા તો અહીં જડ્યા.
• જળમાં જડતું નથી તટને તપાસીએ,
એ બિંબ શોધી કાઢવા મનને તપાસીએ.
• જમિ ગઈ તરત ઘોર કરાલ રાત,
લાગી બધે પ્રસરવા પુર માહીં વાત.

અર્થાલંકાર – વ્યાખ્યા

અર્થાલંકાર
શબ્દના અર્થના આધારે ભાષાના સોંદર્યમાં વધારો કરતા અલંકારને અર્થાલંકાર કહેવાય છે.
અર્થાલંકાર કે જે અલંકાર દ્વારા અર્થને ચમત્કૃતિભર્યાં કે આકર્ષક બનાવવામાં આવે તેને અર્થાલંકાર કહે છે.
ઉદાહરણ : ચાંદનીના ઢગલા જેવું હરણનું બચ્ચું રૂપાની સાંકળે બાંધેલું હતું . આ વાક્યમાં કાનને મધુર લાગે તેવો અક્ષર કે શબ્દ નથી. પણ હરણના બચ્ચાને ચાંદનીના ઢગલા સાથે સરખાવવામાં આવ્યું છે. તેથી અર્થ સચોટ અને સુંદર બન્યો છે. હરણના બચ્ચાંની સુંદરતાની સચોટ છાપ આપણા મન પર પડે છે. અર્થને સુંદર સચોટ બનાવનાર અલંકારને અર્થાલંકાર કહે છે.

અર્થાલંકારના પ્રકાર & જરૂરી શબ્દો

અર્થાલંકાર ના પ્રકાર :
1. ઉપમા
2. રૂપક
3. ઉત્પ્રેક્ષા
4. અનન્વય
5. વ્યતિરેક
6. શ્લેષ
7. વ્યાજસ્તુતિ
8. સજીવારોપણ

અલંકારનો વધારે અભ્યાસ કરતાં પહેલાં નીચેની બાબતોનો જાણવી પણ જરૂરી છે.
દમયંતી મુખ ચંદ્ર જેવુ સુંદર છે. આ વાક્યમાં ઉપમેય, ઉપમાન, સાધરણ ધર્મ અને ઉપમા વાચક શબ્દ જોવા મળે છે. તેનો અર્થ નીચે મુજબ થાય છે.
ઉપમેય : જેની સરખામણી કરવામાં આવે તે. (દમયંતી મુખ)
ઉપમાન : જેની સાથે સરખામણી કરવામાં આવે તે. (ચંદ્ર)
સાધારણચ્ધર્મ. : બંન્ને વચ્ચે રહેલ સમાન ગુણ. (સુંદર)
ઉપમા વાચક શબ્દ : સરખામણી દર્શાવનાર શબ્દ. (જેવુ)

હવે અર્થાલંકારના પ્રકારોની વિગતવાર સમજ નીચે મુજબ છે.

ઉપમા અલંકાર – વ્યાખ્યા & ઉદાહરણ

ઉપમા :
વ્યાખ્યા: બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે અથવા ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે, તેને ઉપમા અલંકાર કહે છે.
નોંધ : શા, શી, શો, જેવા,જેવી, જેવો, જેવું, માફક, સમાન, સરખો, જેમ, સમોવડું, પેઠે, સદેશ, તુલ્ય, સમું… જેવા ઉપમાસૂચક શબ્દો દ્વારા સરખામણી થાય.
દા.ત. :
• મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે.
• ભર્યા કદમ ભૂમિમાં નવજવાન શા ડોસલે!
• અનિલ શી ઝટ ઉપડી સાંઢણી.
• સાવ બાળકના સમુ છે આ નગર.
• વ્રજ સમણા ગઢને તપાસીએ.

રૂપક અલંકાર – વ્યાખ્યા & ઉદાહરણ

રૂપક :
વ્યાખ્યા: રૂપક ઉપમેય અને ઉપમાનને એકરૂપ બતાવવામાં આવ્યા હોય એટલે કે બન્નેની વચ્ચે સાધારણ ધર્મ જેવું હોતું નથી ત્યારે રૂપક અલંકાર બને છે.
ઉપમેય અને ઉપમાન એક જ હોય એમ બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.
આ અલંકારમાં એક વસ્તુને બીજી વસ્તુનું રૂપ આપવામાં આવે છે.
એક વસ્તુ જ બીજી વસ્તુ છે એમ માની લેવામાં આવે છે.
દા.ત. :
• ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો.
• બિંદુને નવી મા મળતાં પ્રેમ સાગરમાં ભરતી આવી.
• ફાગણનાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું.
• ધણી સુરભિ સુત છે.
• હરખને શોક ની ના‘વે જેને હેડકી.

ઉત્પ્રેક્ષા અલંકાર – વ્યાખ્યા & ઉદાહરણ

ઉત્પ્રેક્ષા :
વ્યાખ્યા: ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક-સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. સંભાવના સૂચક શબ્દો : જાણે, રખે, શકે, ભણે, લાગે, દિસે શું વગેરે.
જયારે ઉપમેય અને ઉપમાન બન્ને એકરૂપ છે એવી સંભાંવનના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
આ અલંકારમાં એક વસ્તુ બીજી વસ્તુ હોવાની શંકા કે કલ્પના કવામાં આવે છે.
દા.ત. :
• દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર!
• હૈયું જાણે હિમાલય.
• જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ.
• જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવનપ્રીતિ નથી.
• વપુ-તેજ પ્રગટયું ભગવાન ,જાણે થયા ઉઠે શશિયર-ભાણ.

અનન્વય અલંકાર – વ્યાખ્યા & ઉદાહરણ

અનન્વય :
વ્યાખ્યા: અનન્વય (અન્ + અન્વય) ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતાં ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે.
દા.ત. :
• ગિલો એટલે ગિલો.
• મહુડાના વૃક્ષો એટલે મહુડાના વૃક્ષો.
• હિમાલય એટલે હિમાલય.
• આકકાનું વર્તન એટલે આકકાનું વર્તન,
• માતેમા બીજા બધા વગડાના વા.
• મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો.

વ્યતિરેક અલંકાર – વ્યાખ્યા & ઉદાહરણ

વ્યતિરેક :
વ્યાખ્યા: વ્યતિરેક ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું ગણવામાં આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે .
ઉપમેયને ઉપમાન કરતા શ્રેષ્ઠ બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે.
દા.ત. :
• સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર ?
• હલકા તો પારેવાની પાંખથી, મ્હાદેવથીય મોટાજી.
• ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. સરખો એ પ્રેમનો પ્રવાહ રે.
• કમળકળી થકી કોમળું રે બેની અંગ છે એનું !
• ઊર્મિલાની વાણી અમૃતથીયે મીઠી છે.

શ્લેષ અલંકાર – વ્યાખ્યા & ઉદાહરણ

શ્લેષ અલંકાર
વ્યાખ્યા: એક જ વિધાન કે કાવ્ય પંક્તિમાં અનેકાર્થી(દ્વિઅર્થ) શબ્દ પ્રયોજાયો હોય અને તેને લીધે વિધાન કે કાવ્ય પંક્તિના એક કરતા વધારે અર્થો થાય તેવા અલંકારને શ્લેષ અલંકાર કહેવાય છે.
શ્લેષ એક જ શબ્દના બે અથવા વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે.
દા.ત. :
• તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. (પાત્ર-વ્યક્તિ, વાસણ; પાણી-જળ, તાકાત)
• રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે.
• એમનું હૃદય કામ વિશે ડુબેલું હતું.
• અંધકારના આ સાગરમાં કોઈ તારો નથી.
• કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને.

વ્યાજસ્તુતિ અલંકાર – વ્યાખ્યા & ઉદાહરણ

વ્યાજસ્તુતિ :
વ્યાખ્યા: નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદાના રૂપમાં હોય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે.
• જયારે દેખીતી રીતે નિંદાના બહાના હેઠળ કોઈની પ્રશંસા થઈ હોય અથવા પ્રશંસાના બહાના હેઠળ કોઈની નિંદા થતી હોય તેવા અલંકારને વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય છે.
દા.ત. :
• શું તમારી બહાદુરી! ઉંદર જોઈને નાઠા. (વખાણ દ્વારા નિંદા)
• તમે ખરા પહેલવાન! ઊગતો બાવળ કૂદી ગયા.
• સમીરને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે.
• છગન માયકાંગલો નથી, પાપડતોડ પહેલવાન છે.
• વાહ પહેલવાન! પાપડ તોડી નાખ્યો.

અતિશયોક્તિ અલંકાર – વ્યાખ્યા & ઉદાહરણ

અતિશયોક્તિ અલંકાર
જયારે કોઈ હકીકતને.વધારીને કહેવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. આ અલંકારમાં ઉપમેય ઉપમાનમાં સમાય જાય છે.
દા.ત. :
• પડતા પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા.
• તેના ધનુષ્ટંકાની સાથે જ શત્રુઓ મરવા લાગ્યા.
• સૂર્યમાં માછલી તરી રહી.
• કુંતી! તારા કર્ણને પણ તુ લેતી જા.
• ઉપાનરેણુએ(પગની રજ) અભ્ર છાયો જોજન કોટાનકોર (કરોડ).

સજીવારોપણ અલંકાર – વ્યાખ્યા & ઉદાહરણ

સજીવારોપણ :
વ્યાખ્યા: નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવે છે. માનવસ્વભાવનું આરોપણ નિર્જીવ પદાર્થોમાં થાય ત્યારે સજીવારોપણ અલંકાર બને છે.
દા.ત. :
• રામને , સીતાજી માટે વિલાપ કરતા જોઈને પથ્થરો પણ રડી ઊઠ્યા.
• ફૂલ હસતાં હતાં.
• દૂરના ડુંગરો સાદ કરીને બોલતા હતા.
• રાતોરાત વનપટ પડખું બદલી લે છે.
• તગડીનાં પાદર વીંધીને સડક દોડતી હોય.

વિશેષ ઉદાહરણો – બધા અલંકાર માટે

ઉપમા અલંકાર ના ઉદાહરણ
• ધીમે ધીમે ડગલા ધરતો – કોઈ મત ગજેન્દ્રની માફક.
• માંગવું મૃત્યુ પ્રમાણ છે પ્રાણીને.
• શિશુ સમાન ગણી સહદેવને.
• સ્વામી સાગર સરીખા રે નજરમાં ન માય કદી.
• ખોબાં જેવડા ગુલાબ લલચાવતા હતા.
• કમલવત્ ગણીને બાલના ગલ રાતા.
• કાચ, ઘડિયાણ અને સત્યની પેઠે ટાઇમટેબલ પણ નાજુક વસ્તુ છે.
• હો સુખડ સમુ ઉર મારુ.
• પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.
• મને તેમનું વચન અપમાન જેવું લાગે છે.
• સંતરાની છાલ જેવો તડકો વરસે છે.
• ધરતીપર વરદાનની માફક ચાંદની ઊતરી રહી છે.
• શામળ કહે બીજાબાપડા, પ્હાણ સરીખા પારખ્યા.

રૂપક અલંકારના ઉદાહરણ
• ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે.
• ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો.
• પુલ નીચે વહેતી નદી તો સાચુકલી માં છે.
• મારા મન લાઈબ્રેરી લોકશાહીનું મંદિર.છે.
• પંડ્યાની પેટીમાં પારસ છે પડ્યો.
• આ સંસાર સાગર તરવો સહેલો નથી.
• સાધુજનોની હૃદય-ગંગા સૌને પવિત્ર કરતી હોય છે.
• પ્રેમપંથ પાવકની જ્વાલા.
• હૈયાના હોજમાંથી આ શું;પાણી છલકાય છે.
• રામ રમકડું જડિયું.
• તારી આંગળીઓ લાવ, તને પહેરવું તડકાની વીંટી.
• એમનીય આંખોમાં લાગણીની ભીનાશ હતી.
• ઊંગતાને પાયે જગની જેલ.

ઉત્પ્રેક્ષા અલંકારના ઉદાહરણ
• સાવજ ગરજે ! જાણેઃકો જોગંદર ગરજે.
• દેવોના ધામ.જેવું હૈયુંજાણે હિમાલય.
• ઉપાન(જોડુ), રણુએ(રજ) આભ છાયો શું સૈન્ય મોટું જાય.
• હોડી જાણે આરબની ઘોડી.
• 'કાયાના સરોવર જાણે હેલે ચડ્યા.
• દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર.
• દર્દ અને ઉપેક્ષા જાણે ગળથુંથી માંથી જ મળેલા.
• થાય છે મારી નજર જાણે હરણ ન રહે ઠેકતી એ ઘાસમાં.

અનન્વય અલંકારના ઉદાહરણ
• ગાંધીજી એટલે ગાંધીજી.
• માતે મા ને.બીજાવગડાના વા.
• અબળાની શક્તિ તો અબળા જેવી.
• હિરો તે હિરો અને કાચ તે કાચ.
• મંનેખ જેવા મનેખનેય કપરો કાળ આવ્યો છે.
• ટંડેલાઈ ઈ ટંડેલાઈ.
• દાદાજી એટલે દાદાજી.
• જોગનો ધોધ એટલે જોગનો ધોધ.

વ્યતિરેક અલંકાર ના ઉદાહરણ
• શિક્ષક એટલે બાપ કરતા પણ વિશિષ્ટ.
• એનુ અંગ કમળથીયે કોમળ છે.
• રાજુની ગાળો તો તેને મધથીયે મીઠી લાગતી હતી.
• નયન બાણ કરતા જીહ્વભાબાણ વધારે કાતિલ નિવડે છે.
• પૂ. બાપુનું હૃદય ફૂલ કરતાય કોમળ હતું.
• દમયંતીના મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ લાગે.
• ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ
• અચળા અચૂક એક માત રે
• તું ચંદ્રથી ચારૂ સુહાસિની છે.

શ્લેષ અલંકાર ના ઉદાહરણ
• રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? (‘રવિ’ના બે અર્થ)
• અઢળક ઢળિયો રે શામળિયો.
• ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે.

વ્યાજસ્તુતિ અલંકાર ના ઉદાહરણ
• દોડવામાં હું હંમેશા પહેલો જ રેહેતો - પાછળથી ગણાતા.
• તેના સંગીતનો એવો જાદુ, કુભકર્ણની કૃપા યાચવી જ ન પડે.
• ગાંધીજી હિસા અને અસત્યના કટ્ટર વેરી હતા.
• સમીને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે.
• સુર્યોદેવ તમારા કિરણોએ શું ધોળું કર્યું? અંધકારનું મુખ તો; કાળું થઈ ગયું છે.
• આ હોશિયાર વિદ્યાર્થી બીજા નંબરના સ્થાનનો કટ્ટર વેરી છે. (નિંદા – વખાણ)

અતિશયોક્તિ અલંકાર ના ઉદાહરણ
• એ હતુ કટક, ના ના એ તો તલવારનું અરણ્ય.
• એ નાટક એટલું કરૂણ હતું કે થિયેટર અશ્રુ સાગર બની ગયું.
• જૂનું તો થયું રે દેવળ(શરીર) જૂનું તો થયું.
• મારો હંસલો(આત્મા) નાનો ને દેવળ જૂનું તો થયું.

સજીવારોપણ અલંકાર ના ઉદાહરણ
• હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ.
• ઘડિયાણના કાંટા પર હાફ્યા કરે સમય.
• બપોર એક મોટું શિકારી કુતરું છે.
• છકડો પાણીપંથો ઘોડો થઈ ગયો.
• સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ.
• વડલો ખુશ થયો અને અમારા પર”પાનવર્ષા, કરી.
• માટીનું આ ખોરડું ઘસઘસાટ હંઘયતું હતું:
• રાતો-રાત વનપટ પડખું બદલી લે છે.
• પથ્થર થરથર ધ્રૂજે.
• ગગને સૂરજ ઝોંકા ખાતો, આભ તણી આંખો ઘેરાઈ.
• નામવરા તાકાત વધારે પડતી ઉદારતાથી શરમિદી(મહારાજ) પડે છે.
• નવપલ્લવો મમતાભરી નજરે સ્વામીજીને જોવા લાગ્યા.
• ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતાં નથી.
• સડક પડખું વાળીને સુઇ ગઇ.
• રાતે તડકાએ રસ્તામાં રાતવાસો કર્યો.
• ઋતુઓ ને દૂરદૂર વહીજતી જોવું છું.

0 Komentar

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel