Search This Blog

GSSSB Exam Calendar 2026 Out: Check Month-Wise Exam Dates for CCE, Forester, and Other Posts

સત્તાવાર જાહેરનામું 2026

GSSSB Exam Calendar 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાઓનો સૂચિત કાર્યક્રમ જાહેર, અહીં જુઓ આખું કેલેન્ડર

સ્થળ: ગાંધીનગર | તારીખ: ૦૨/૦૭/૨૦૨૬

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૬ ના જુલાઈ માસથી લઈને ડિસેમ્બર માસ સુધી યોજાનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સૂચિત કાર્યક્રમ (Exam Calendar 2026) સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યો છે. 

ઉમેદવારો પોતાની તૈયારી વધુ સારી રીતે કરી શકે તે માટે માસ વાઇઝ પરીક્ષાઓનું આયોજન નીચે મુજબ દર્શાવેલ છે.

📌 પરીક્ષા કેલેન્ડરની મુખ્ય હાઇલાઇટ્સ

  • 📅 કેલેન્ડરનો સમયગાળો: જુલાઈ-૨૦૨૬ થી ડિસેમ્બર-૨૦૨૬ સુધી
  • 🔥 સૌથી મોટી પરીક્ષા (CCE - 1): સપ્ટેમ્બર ૨૦૨૬ માં ૭,૩૩૮ જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે.
  • 💥 CCE - 2 ભરતી: ડિસેમ્બર ૨૦૨૬ માં ૨,૪૨૨ નવી જગ્યાઓ માટે આયોજન.
  • 📢 નવી જાહેરાતો: જે જાહેરાતો પ્રસિદ્ધ થવાની બાકી છે (Yet to be Published), તે ટૂંક સમયમાં મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

📅 જુલાઈ - ૨૦૨૬ માં યોજાનારી પરીક્ષાઓ (JULY-2026)

જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ (Cadre Name) જગ્યા
૩૭૬ / ૨૦૨૫-૨૬ Senior Surveyor, Class-III SRD
૩૮૬ થી ૩૯૭ સુધી Supervisor Instructor (વિવિધ ટેકનિકલ ગ્રુપ), Class-III SRD ૧૯૫
૪૦૦ / ૨૦૨૫-૨૬ Physiotherapist, Class-III SRD ૧૭
૪૦૨ / ૨૦૨૫-૨૬ Additional Assistant Engineer (Civil), Class-III SRD ૧૪
૩૫૯ / ૨૦૨૫-૨૬ Lab Assistant, Class-III ૪૪
૪૦૭ / ૨૦૨૬-૨૭ Compounder, Class-III ૧૮૪

📅 ઓગસ્ટ - ૨૦૨૬ માં યોજાનારી પરીક્ષાઓ (AUGUST-2026)

જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ (Cadre Name) જગ્યા નોંધ (Type)
૪૦૬ / ૨૦૨૬-૨૭ Forester, Class-III SRD ૧૫ પ્રાથમિક પરીક્ષા
૪૧૫ / ૨૦૨૬-૨૭ Junior Pharmacist, Class-III ૨૬૬ પ્રાથમિક પરીક્ષા
૪૨૪ / ૨૦૨૬-૨૭ X-Ray Technician, Class-3 ૨૪૬ પ્રાથમિક પરીક્ષા
૨૦૩, ૨૦૪, ૨૬૬, ૨૭૦ Stenographer (Grade 2 & 3 - English/Gujarati) ૩૫ મુખ્ય પરીક્ષા (Mains)

🔥 સપ્ટેમ્બર - ૨૦૨૬ મેગા ભરતી પરીક્ષાઓ (SEPTEMBER-2026)

સપ્ટેમ્બર મહિનો ઉમેદવારો માટે સૌથી મહત્વનો રહેશે, જેમાં ક્લાર્ક વર્ગ-૩ ની પ્રિલિમ્સ અને અન્ય મેઇન્સ પરીક્ષાઓ લેવાશે:

📢 CCE - 1 (જાહેરાત ક્રમાંક: ૩૭૮ / ૨૦૨૫-૨૬) - કુલ ૭,૩૩૮ જગ્યાઓ

પરીક્ષા મહિનો: સપ્ટેમ્બર ૨૦૨૬ (ગ્રુપ-A મુખ્ય પરીક્ષા નવેમ્બર-૨૬ માં અને ગ્રુપ-B મુખ્ય પરીક્ષા જાન્યુઆરી-૨૭ માં યોજાશે).

• જુનિયર ક્લાર્ક: ૪,૩૯૬ જગ્યાઓ
• રેવન્યુ ક્લાર્ક: ૧,૬૦૦ જગ્યાઓ
• સીનિયર ક્લાર્ક: ૭૯૫ જગ્યાઓ
• હેડ ક્લાર્ક: ૩૨૪ જગ્યાઓ
• સોશિયલ વેલ્ફેર ઇન્સ્પેક્ટર: ૧૪૦ જગ્યાઓ
• ડેપો મેનેજર: ૪૨ જગ્યાઓ

📅 ઓક્ટોબર અને નવેમ્બર - ૨૦૨૬ કાર્યક્રમ

  • ઓક્ટોબર ૨૦૨૬: Additional Assistant Engineer (Civil) ની ૮૨૪ જગ્યાઓ, એકાઉન્ટન્ટ/સબ ઓડિટરની ૬૭૧ જગ્યાઓ અને MPHW ની ૨૫૪ જગ્યાઓ માટે પ્રિલિમ્સ પરીક્ષા લેવાશે.
  • નવેમ્બર ૨૦૨૬: સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર (ઇલેક્ટ્રિકલ ગ્રુપ) ની ૧૧૫ જગ્યાઓ અને મલ્ટી-પર્પઝ હેલ્થ સુપરવાઈઝરની ૧૧૯ જગ્યાઓ માટે પરીક્ષાઓનું આયોજન કરાશે.

❄️ ડિસેમ્બર - ૨૦૨૬ પરીક્ષા કાર્યક્રમ (CCE - 2)

ડિસેમ્બર મહિનામાં મંડળ દ્વારા CCE - 2 અંતર્ગત નવી ૨,૪૨૨ જગ્યાઓ માટે સૂચિત પરીક્ષા લેવામાં આવશે, જેનું વિભાજન નીચે મુજબ છે:

• જુનિયર ક્લાર્ક: ૧,૬૪૭ જગ્યાઓ
• સીનિયર ક્લાર્ક: ૨૧૪ જગ્યાઓ
• હેડ ક્લાર્ક: ૧૮૧ જગ્યાઓ
• ઓફિસ આસિસ્ટન્ટ: ૧૧૫ જગ્યાઓ
• સોશિયલ વેલ્ફેર ઇન્સ્પેક્ટર: ૯૪ જગ્યાઓ
• આસિસ્ટન્ટ લેબર ઓફિસર: ૬૬ જગ્યાઓ

👉 નોંધ: CCE-2 ના ગ્રુપ-A ની મુખ્ય પરીક્ષા માર્ચ-૨૭ માં અને ગ્રુપ-B ની મુખ્ય પરીક્ષા મે-૨૭ માં યોજાશે.

⚠️ ઉમેદવારો માટે અગત્યની સત્તાવાર સૂચનાઓ

  1. આ સંકલિત ભરતી કેલેન્ડર ઉમેદવારો પોતાની તૈયારી ખૂબ જ સારી રીતે અગાઉથી આયોજનપૂર્વક કરી શકે તે હેતુથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
  2. વહીવટી કારણોસર પરીક્ષાના મહિના તેમજ દર્શાવેલ સંવર્ગની જગ્યાઓની સંખ્યામાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે, જેની વિગત મંડળની સત્તાવાર વેબસાઇટ પર અગાઉથી જાહેર કરવામાં આવશે.
  3. કેલેન્ડરમાં દર્શાવેલ 'Yet to be Published' વાળી તમામ નવી જાહેરાતો આગામી સમયમાં ખૂબ જ ટૂંક સમયમાં ઓફિશિયલ વેબસાઇટ પર મૂકાશે.
  4. વર્ષ ૨૦૨૭ ના જાન્યુઆરી-૨૦૨૭ થી જૂન-૨૦૨૭ સુધીના સમયગાળાનું આગામી પરીક્ષા કેલેન્ડર મંડળ દ્વારા પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે.

📢 દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડો: આ પરીક્ષા કેલેન્ડર ખૂબ જ મહત્વનું હોવાથી, તૈયારી કરતા તમારા તમામ મિત્રો, લાયબ્રેરી ગ્રૂપ અને વોટ્સએપ ગ્રૂપમાં અત્યારે જ અચૂક શેર કરો!

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel