Daily Gujarati Current Affairs 19 August 2026 | Current Affairs Quiz & GK
દૈનિક વર્તમાન પ્રવાહો (Current Affairs) – 19 ઓગસ્ટ 2026
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી અગત્યના સમાચાર અને Value-Added Data નું સંપૂર્ણ વિશ્લેષણ
વિશેષ નોટ્સ: આ પોસ્ટમાં GPSC, GSSSB, PSI અને અન્ય તમામ વર્ગ-3 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 19 ઓગસ્ટ 2026 ના રોજ બનતી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને પરીક્ષાલક્ષી પર્યાવરણ, સ્પેસ, યોજનાઓ, સંરક્ષણ, રમતગમત અને ગુજરાત વિશેષ તથ્યો સાથે સરળ ભાષામાં આવરી લેવામાં આવી છે.
મુખ્ય સમાચાર: મરુસ્થલીકરણ અને જમીન ધોવાણ અટકાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંમેલનની 17મી બેઠક 'COP17' મંગોલિયાના ઉલાનબાટોર ખાતે ૧૭ થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન શરૂ થઈ છે.
- સ્થળ: ઉલાનબાટોર, મંગોલિયા
- મહત્વ: ખુલ્લા ઇકોસિસ્ટમ અને ઘાસના મેદાનોના સંરક્ષણ માટે આ પરિષદ ખૂબ મહત્વની છે.
- COP-30 (UNFCCC): બેલેમ (બ્રાઝિલ) ખાતે આયોજિત.
- COP-31 (UNFCCC): અંતાલ્યા (તુર્કી) ખાતે પ્રસ્તાવિત.
મુખ્ય સમાચાર: એલોન મસ્કની એરોસ્પેસ કંપની 'SpaceX' એ માત્ર ૩૮ મિનિટના ગાળામાં બે ફાલ્કન ૯ (Falcon 9) રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કરીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
- કંપની: SpaceX
- રોકેટ: Falcon 9
- સમયગાળો: ૩૮ મિનિટના તફાવતમાં બે રોકેટનું લોન્ચિંગ.
મુખ્ય સમાચાર: કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય અનુસાર, ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં જલ જીવન મિશન (JJM) હેઠળ ભારત દેશના ૨ લાખથી વધુ ગામડાઓને 'હર ઘર જલ' પ્રમાણિત કરવામાં આવ્યા છે.
- શરૂઆત: ૧૫ ઓગસ્ટ ૨૦૧૯
- મંત્રાલય: જલશક્તિ મંત્રાલય
મુખ્ય સમાચાર: હૈદરાબાદ સ્થિત 'મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ' (MIDHANI) યુએસએની અગ્રણી એરોસ્પેસ કંપની GE Aerospace પાસેથી 'S400 લેબ એપ્રુવલ' મેળવનારી દેશની પ્રથમ ભારતીય કંપની બની છે.
- કંપની: MIDHANI (મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ, હૈદરાબાદ).
- મહત્વ: સંરક્ષણ અને એરોસ્પેસ સામગ્રીના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટેની સિદ્ધિ.
મુખ્ય સમાચાર: કેન્દ્રીય રમતગમત મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૬ માટેના ખેલ પુરસ્કારો જાહેર કરાયા, જેમાં ભારતીય ફૂટબોલમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ આઈ. અરૂમૈનાયગમને 'લાઈફટાઈમ અર્જુન પુરસ્કાર' આપવાની જાહેરાત કરવામાં આવી છે.
- અર્જુન એવોર્ડ (લાઈફટાઈમ): આઈ. અરૂમૈનાયગમ (ફૂટબોલ).
- દ્રોણાચાર્ય એવોર્ડ (લાઈફટાઈમ): ધર્મેન્દ્ર સિંહ યાદવ (બોક્સિંગ) અને વીરેન્દ્ર કુમાર (રેસલિંગ).
- રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર: આર્મી પેરાલિમ્પિક નોડ, પુણે.
મુખ્ય સમાચાર: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીથી ઓલ ઈન્ડિયા ગર્લ્સ હાઈ એલ્ટીટ્યુડ લૉંગ ટ્રેક મિશન 'અપરાજિતા - પરાંગ લા ૨૦૨૬' ને લીલી ઝંડી બતાવી રવાના કર્યું.
મુખ્ય સમાચાર: મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુની પવિત્ર 'તામિરભરણી નદી' (પોરુનઈ નદી) ને પ્રદૂષણથી મુક્ત રાખવા અને રક્ષણ આપવા માટે તેને 'કાનૂની વ્યક્તિ' (Legal Person) નો દર્જો આપ્યો છે.
મુખ્ય સમાચાર: ભારત અને આર્મેનિયાએ સંરક્ષણ ઉપકરણોનું સંયુક્ત ઉત્પાદન (Joint Production) અને સંશોધન કરવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.
- ભાગીદાર દેશ: આર્મેનિયા (રાજધાની: યેરેવાન).
- નિકાસ વિગતો: ભારતે આર્મેનિયાને પિનાકા રોકેટ સિસ્ટમ અને આકાશ મિસાઈલ સિસ્ટમ આપવાની શરૂઆત કરી છે.
મુખ્ય સમાચાર: નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) દ્વારા ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજય કુમાર સૂદની હાજરીમાં ગ્રામીણ ઈનોવેશન વધારવા 'RSVC-AMRIT' પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું.
- સંસ્થા: નાબાર્ડ (NABARD).
- AMRIT: Accelerated Medium for Rural Innovation & Tech.
- સ્થાપના: ૧૨ જુલાઈ ૧૯૮૨ (બી. શિવરામન સમિતિની ભલામણથી).
- મુખ્યાલય: મુંબઈ.
મુખ્ય સમાચાર: નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ દ્વારા ભારતીય ભૂમિસેના પ્રમુખ જનરલ ધીરજ સેઠને નેપાળી સેનાના જનરલની માનદ પદવી (Honorary Rank) થી સન્માનિત કરવામાં આવ્યા છે.
- પદવી પ્રાપ્તકર્તા: ભારતીય ભૂમિસેના પ્રમુખ જનરલ ધીરજ સેઠ.
- પરંપરા: ૧૯૫૦થી ભારત અને નેપાળ એકબીજાના સેનાપ્રમુખોને આ પરંપરાગત સન્માન આપે છે.
મુખ્ય સમાચાર: ગુજરાત વન વિભાગ દ્વારા 'વંતારા' (GZRRC) ના સહયોગથી કચ્છના બન્ની ઘાસના મેદાનના ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવા ૨૦ કાળિયાર (Blackbuck) છોડવામાં આવ્યા.
- સ્થળ: બન્ની ઘાસનું મેદાન (કચ્છ, ગુજરાત).
- વૈજ્ઞાનિક નામ: Antilope cervicapra.
- કચ્છ ડેઝર્ટ વાઈલ્ડલાઈફ સેન્ચુરી અને છારી-ઢંડ કન્ઝર્વેશન રિઝર્વ આ જ વિસ્તારનો ભાગ છે.
- અહીં માલધારી, રબારી, જાટ, મુતવા અને મેઘવાળ સમુદાયો નિવાસ કરે છે.
📚 ઇમ્મીઝ એકેડમી (Immy's Academy): દરરોજના વર્તમાન પ્રવાહો અને GPSC/GSSSB પરીક્ષાલક્ષી અગત્યની માહિતી માટે જોડાયેલા રહો!
0 Comment
Post a Comment