Attorney General of India
Monday, July 27, 2020
Add Comment
ભારતના મહાન્યાયવાદી / એટર્ની જનરલ
ભારતના મહાન્યાયવાદી એ દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી છે.
તેઓ સંંઘની કારોબારીનો એક ભાગ છે.
અનુચ્છેદ 76
આ અનુચ્છેદમાં એટર્ની જનરલ વિશે માહિતી આપવામાં આવી છે.
- અનુચ્છેદ 76 (1) -
ભારતના એટર્ની જનરલની નિમણૂક રાષ્ટૃપતી કરે છે.
લાયકાત - સુપ્રિમ કોર્ટના ન્યાયાધિશ બની શકે તેવી લાયકાત ધરાવતો વ્યક્તિ ભારતનો એટર્ની જનરલ બની શકે છે.
- અનુચ્છેદ 76 (2) -
આ અનુચ્છેદમાં તેની ફરજો વિશે માહિતી આપવામાં આવી છે.
1) રાષ્ટ્રપતિ દ્વારા તેમને સોંપાયેલ કાયદા સંંબંધીત બાબતોમાં ભારત સરકારને સલાહ આપવી.
2) બંધારણ દ્વારા / કોઇ કાયદા દ્વારા / રાષ્ટ્રપતિ દ્વારા તેમને સોંપાયેલ કાનૂની કાર્યો અને ફરજોનું વહન કરવું.
અનુચ્છેદ 76 (3) -
- એટર્ની જનરલને ભારતના રાજ્યક્ષેત્રમાનાં તમામ ન્યાયાલયોમા સુનાવણીનો હક્ક છે.
- અનુચ્છેદ 76 (4) -
રાષ્ટૃપતિની મરજી હોય ત્યા સુધી તે પોતાનો હોદ્દો ધરાવે છે.
રાષ્ટ્રપતિ નક્કી કરે તે મહેનતાણુ મળે છે.
અનુચ્છેદ 88
આ અનુચ્છેદ હેઠળ એટર્ની જનરલ સંસદના બન્ને ગૃહોમાં, તથા તેમની સંંયુક્ત બેઠકમાં ભાગ લઈ શકે છે, તેમની કાર્યવાહીમાં પણ ભાગ લઇ શકે છે. જો તે સંસદની કોઈ સમિતિના સભ્ય હોય તો તેની કાર્યવાહીમાં પણ ભાગ લઈ શકે છે, પરંતુ તેમને મત આપવાનો અધિકાર નથી.
અનુચ્છેદ 105
આ અનુચ્છેદના અનુચ્છેદ 105 (4) હેઠળ સંસદસભ્યની જેમ વિશેષ અધિકાર ધરાવે છે.
અન્ય માહિતી
તેઓ પોતાનુ રાજીનામુ રાષ્ટ્રપતિને આપે છે.
તેમની વહીવટી ફરજોના પાલન માટે તેમને દેશના વિસ્તારમાં આવેલી તમામ અદાલતોમાં પ્રેક્ષક બનવાનો અધિકાર છે.
મહાન્યાયવાદી સરકારના પૂર્ણકાલીન વકીલ નથી. તેઓ સરકારી કર્મીઓની શ્રેણીમાં નથી આવતા. તેથી તેઓ પોતનો ખાનગી વકીલાતનો વ્યવસાય કરી શકે છે.
તેમના કામની મર્યાદાઓ નીચે મુજબ છે-
- ભારત સરકાર વિરુદ્ધ કોઈ સલાહ કે વિશ્લેષણ ન આપી શકે.
- ભારત સરકારની મંજુરી સિવાય તેઓ ફોજદારી કાર્યવાહીમાં કોઈ આરોપ કે બચાવ ન કરી શકે.
- ભારત સરકારની મંજૂરી સિવાય તેઓ કોઈ કંપની અથવા નિગમના નિર્દેશકનો હોદ્દો સ્વીકારી શક્શે નહી.
ભારતમા પ્રથમ એટર્ની જનરલ - એમ. સી. સેતલવાડ
સૌથી વધુ સમય સુધી એટર્ની જનરલ રહેનાર - એમ.સી. સેતલવાડ ( 1950-1963)
સૌથી ઓછા સમય માટે એટર્ની જનરલ રહેનાર- સોલી સોરબજી ( 1989-1990)
હાલમાં એટર્ની જનરલ- આર. વેંકટરમાણી (ડિસે.૨૦૨૪ની સ્થિતિએ)
0 Komentar
Post a Comment