Search This Blog

BIMSTEC

BIMSTEC
Bay of Bengal Initiative for Multi – Sectoral Technical and Economic Cooperation (Gujarati Notes)

પરિચય

પુરુ નામ- Bay of Bengal Initiative for Multi – Sectoral Technical and Economic Cooperation

તે એક પ્રાદેશિક બહુપક્ષિય સંસ્થા છે અને તેના સભ્યો બંગાળની ખાડીના દરિયાકાંઠા અને નજીકના વિસ્તારોમા સ્થિત છે જે પ્રાદેશિક એકતાનું પ્રતિક છે.

તેના 7 સભ્યોમાંથી 5 સભ્યો દક્ષિણ એશિયાના છે, જેમાં બાંગ્લાદેશ, ભુટાન, ભારત, નેપાળ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે જ્યારે અન્ય 2 દેશ મ્યાનમાર અને થાઈલેન્‍ડ દક્ષિણ-પૂર્વ અશિયામાં સ્થિત છે.

બિમ્સ્ટેક માત્ર દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ અશિયા વચ્ચે જોડણ જ નહી કરે પરંતુ હિમાલય અને બંગાળની ખાડીની ઇકોલોજીને પણ જોડે છે.

તેનો મુખ્ય ઉદ્દેશ ઝડપી આર્થિક વિકાસ માટે વાતાવરણ બનાવવુ, સામાજિક પ્રગતિને વેગ આપવો અને આ ક્ષેત્રમાં ಸಾಮાન્ય હિતની બાબતોમાં સહકારને પ્રોત્સાહન આપવાનું છે.

BIMSTECનું ગઠન

આ પેટા પ્રાદેશિક સંગઠન બેંગકોક ઘોષણા દ્વારા 1997માં અસ્તિત્વમાં આવ્યો.

પ્રારંભમાં આ સંગઠનની શરૂઆત 4 સભ્ય દેશો દ્વાર થઈ હતી જેથી તેનુ નામ – ‘BIST-EC’ (બાંગ્લાદેશ, ભારત, શ્રીલંકા અને થાઈલેન્‍ડ- આર્થિક સહકાર ) હતુ.

વર્ષ 1997મા મ્યાનમાર શામેલ થયા પછી તેનુ નામ ‘BIMST-EC’ રાખવામાં આવ્યુ.

વર્ષ 2004માં નેપાળ અને ભુતાન જોડાતા તેનુ નામ Bay of Bengal Initiative for Multi – Sectoral Technical and Economic Cooperation કરવામાં આવ્યું.

ઉદ્દેશ

ક્ષેત્રમાં ઝડપી આર્થિક વિકાસ માટે વાતાવરણ બનાવવું.

સહકાર અને સમાનતાની ભાવના વિકસાવવી.

સભ્ય દેશોના સમાન હિતના ક્ષેત્રમાં સક્રિય સહયોગ અને પરસ્પર સહાયને પ્રોત્સાહન આપવું.

શિક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી વગેરે ક્ષેત્રે પુર્ણ સહયોગ કરવું.

બિમસ્ટેકના સિદ્ધાંત

સમાન સંપ્રભુતા

પ્રાદેશિક અખંડિતતા

રાજકીય સ્વતંત્રતા

આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ન કરવુ

શાંતિપુર્ણ સહ-અસ્તિત્વ

પરસ્પર લાભ

સભ્ય દેશો વચ્ચેનાં દ્વિપક્ષિય, પ્રાદેશિક અને બહુપક્ષિય સહકારને બદલવાને બદલે અન્ય વિકલ્પો પ્રદાન કરવા.

ક્ષમતાઓ

આ સંસ્થા દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા વચ્ચે એક સેતુની જેમ કાર્ય કરે છે અને આ દેશો વચ્ચેના મજબુત પારસ્પરિક સંબંધોને રજુ કરે છે.

સાર્ક અને આશિયાન સભ્યો વચ્ચે આંતર-પ્રાદેશિક સહયોગ પુરો પાડે છે.

સંગઠનાન સભ્ય દેશોની વસ્તી લગભગ 1.5 અબજ છે જે વૈશ્વિક વસ્તીના લગભગ 22% છે.

બિમસ્ટેક દેશો 2018ના ડેટા અનુસાર 3.5 ટ્રિલિયન જીડીપીના સંયુક્ત અર્થતંત્ર સાથે છેલ્લા પાંચ વર્ષથી સરેરાશ 6.5%નો વૃદ્ધિ દર જાળવી રહ્યા છે.

દુનિયાના કુલ વેપારનો એક ચતુર્થાંસ ભાગ દર વર્ષે બંગાળની ખાડીમાંથી પસાર થાય છે.

મહત્ત્વપુર્ણ કનેક્ટિવીટી પ્રોજેક્ટ

કલાદાન મલ્ટીમોડેલ પ્રોજેક્ટ – આ પ્રોજેક્ટ ભારત અને મ્યાનમારને જોડે છે.

એશિયન ત્રિપક્ષિય હાઇવે- મ્યાનમાર થઈને ભારત અને થાઈલેન્‍ડ્ને જોડે છે.

બાંગ્લાદેશ-ભુતાન-ભારત-નેપાળ (BBIN) મોટર વાહન કરાર- મુસાફરો અને માલસામાનના પરિવહનના સરળ પ્રવાહ માટે.

સહયોગના ક્ષેત્ર

વેપાર અને રોકાણ

ટેક્નોલોજી

ઉર્જા

પરિવહન અને સંદેશા વ્યવહારા

પ્રવાસન

મતસ્ય પાલન

કૃષિ

સાંસ્કૃતિક સહયોગ

પર્યાવરણ અને આપત્તિ વ્યવસ્થાપન

જાહેર આરોગ્ય

ગરીબી ઉન્મૂલન

જળવાયુ પરિવર્તન

આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય અપરાધો સામે રક્ષણ

સંસ્થાકીય સિસ્ટમ

બિમસ્ટેક સમિટ – આ બિમસ્ટેકની સર્વોચ્ચ નીતિ નિર્માણ સંસ્થા છે અને તેમાં સભ્ય દેશોના રાજ્ય/સરકારના પ્રમુખ શામેલ હોય છે.

મંત્રીસ્તરીય બેઠક – બિમસ્ટેકનુ આ બીજુ ટોચનું નીતિ નિર્માણ મંચ છે જેમા સભ્ય દેશોના વિદેશ મંત્રિઓ સામેલ હોય છે.

વરિષ્ઠ અધિકારીઓની બેઠક – સભ્ય દેશોના વિદેશ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.

બિમસ્ટેક વર્કિંગ ગૃપ – ઢાંકાના બિમસ્ટેક સચિવાલયમાં દર મહિને બિમસ્ટેકના સભ્ય દેશોના રાજ્દૂતો અથવા તેમના પ્રતિનિધિઓ ભેગા થાય છે.

વ્યાપાર મંચ અને આર્થિક મંચ- ખાનગી ક્ષેત્રની સક્રિય ભાગીદારીની ખાતરી કરવા માટે આ બે મહત્વપૂર્ણ મંચ છે.

ભારત માટે બિમસ્ટેકનું મહત્વ

આ ભારતને ત્રણ પ્રમુખ નીતિઓ સાથે આગળ વધવાની તક આપે છે.

નેબરહુડ ફર્સ્ટ – દેશની સરહદની નજીકના વિસ્તારોને પ્રાથમિકતા.

એક્ટ ઇસ્ટ – ભારતને દક્ષિણપૂર્વ એશિયા સાથે જોડે છે.

ભારતના પૂર્વોત્તર રાજ્યોનો આર્થિક વિકાસ- બાંગ્લાદેશ અને મ્યાનમારના માધ્યમથી પૂર્વોત્તર રાજ્યોને બંગાળની ખાડી સાથે જોડવા.

બંગાળની ખાડીની આસપાસના દેશોમાં ચીનના બેલ્ટ એંડ રોડ ઇનિશિએટિવના વિસ્તારવાદી પ્રભાવોનો સામનો કરવા માટે ભારતને તક પુરી પાડે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના મતભેદોના કારણે દક્ષિણ એશિયાઇ ક્ષેત્રિય સહકાર સંગઠન (SAARC) મહત્વહીન થઈ ગયુ છે, તેથી બિમસ્ટેક ભારતને પાડોશી દેશો સાથે જોડાવા એક નવુ મંચ પુરુ પાડે છે.

Quick Revision – BIMSTEC (ઝટપટ પુનરાવર્તન)

મુખ્ય મુદ્દા (One-View):
  • BIMSTEC = Bay of Bengal Initiative for Multi – Sectoral Technical and Economic Cooperation.
  • સ્થાપના: 1997, બેંગકોક ઘોષણા દ્વારા.
  • શરૂઆતનું નામ: BIST-EC → પછી BIMST-EC → પછી હાલનું BIMSTEC.
  • સભ્યો: 7 (બાંગ્લાદેશ, ભુટાન, ભારત, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલૅન્ડ).
  • દક્ષિણ એશિયા + દક્ષિણપૂર્વ એશિયા વચ્ચે સેતુ, હિમાલયથી બંગાળખાડી સુધીની ઇકોલોજી જોડે છે.
  • વસ્તી ~ 1.5 અબજ (વિશ્વના 22% પાસે), GDP ~ 3.5 ટ્રિલિયન (2018 આસપાસ).
  • વિશ્વના કુલ વેપારમાંથી લગભગ 1/4 ભાગ બંગાળખાડીમાંથી પસાર થાય છે.
  • મુખ્ય પ્રોજેક્ટ: કલાદાન મલ્ટીમોડલ, એશિયન ત્રિપક્ષીય હાઇવે, BBIN મોટર વ્હીકલ કરાર.
  • ભારતના “Neighbourhood First” અને “Act East” બંને નીતિ સાથે સીધો સંબંધ.
  • SAARCની મર્યાદાઓ વચ્ચે ભારત માટે નવા પ્રાદેશિક મંચ તરીકે BIMSTEC મહત્વપૂર્ણ.

MCQ Practice – BIMSTEC (Simple Level)

1. BIMSTEC નું સંપૂર્ણ નામ શું છે?
  1. Bay of Bengal Initiative for Multi – Sectoral Technical and Economic Cooperation
  2. Bay of Bengal Multilateral Trade and Economic Committee
  3. Bangladesh India Myanmar Sri Lanka Trade and Economic Council
  4. Bay of Bengal Maritime Security and Terrorism Elimination Committee
✔ સાચો જવાબ: (1)
2. BIMSTEC નો ગઠન કઈ ઘોષણા દ્વારા થયો હતો?
  1. દિલ્લી ઘોષણા
  2. કાઠમંડુ ઘોષણા
  3. બેંગકોક ઘોષણા
  4. ઢાકા ઘોષણા
✔ સાચો જવાબ: (3) બેંગકોક ઘોષણા
3. શરૂઆતમાં BIMSTECનું નામ શું હતું?
  1. BAY-EC
  2. BIST-EC
  3. BIMST-EC
  4. BAIM-EC
✔ સાચો જવાબ: (2) BIST-EC
4. BIMSTEC માં કુલ કેટલા સભ્ય દેશો છે?
  1. 5
  2. 6
  3. 7
  4. 8
✔ સાચો જવાબ: (3) 7
5. નીચેના પૈકી કયો દેશ BIMSTEC નો સભ્ય નથી?
  1. ભારત
  2. ભુટાન
  3. પાકિસ્તાન
  4. મ્યાનમાર
✔ સાચો જવાબ: (3) પાકિસ્તાન
6. કલાદાન મલ્ટીમોડલ પ્રોજેક્ટ કયા બે દેશોને જોડે છે?
  1. ભારત – નેપાળ
  2. ભારત – મ્યાનમાર
  3. ભારત – શ્રીલંકા
  4. ભારત – ભુટાન
✔ સાચો જવાબ: (2) ભારત – મ્યાનમાર
7. BBIN મોટર વાહન કરારમાં કયા દેશો સામેલ છે?
  1. બાંગ્લાદેશ, ભુટાન, ભારત, નેપાળ
  2. ભારત, મ્યાનમાર, થાઈલૅન્ડ, શ્રીલંકા
  3. ભારત, નેપાળ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન
  4. ભારત, ભુટાન, શ્રીલંકા, થાઈલૅન્ડ
✔ સાચો જવાબ: (1) બાંગ્લાદેશ, ભુટાન, ભારત, નેપાળ
8. BIMSTEC મુખ્યત્વે ભારતની કઈ નીતિ સાથે જોડાય છે?
  1. Look West Policy
  2. Act East Policy
  3. Digital India
  4. Start-up India
✔ સાચો જવાબ: (2) Act East Policy (અને સાથે Neighbourhood First)

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel