ડૉ. બાબાસાહેબ આંબેડકર
- આ વર્ષે બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજ્યંતિ ઉજવાવામાં આવી રહી છે.
- ભારત રત્ન, સંવિધાનના ઘડવૈયા ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891ના દિવસે મિલિટરી હેડક્વાટર્સ ઓફ વોર (મહૂ. જિ.ઈન્દોર, મધ્યપ્રદેશ)માં થયો. તેઓ સૂબેદાર રામજી સકપાલ અને માતા ભીમાબાઇનું ચૌદમું સંતાન હતા.
- અન્યાય સામે અવાજ ઉઠાવવાનો વારસો પિતા પાસેથી જ મળ્યો. પિતા રામજી સુબેદારે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ મહારોને સેનામાં ભરતી કરવા પર મનાઈ ફરમાવી તેના વિરુદ્ધ તથા હુકમને રદ્દ કરવા ગવર્નર સમક્ષ રજૂઆત કરી.
- ઈ.સ. 1894માં પિતાની નિવૃત્તિ બાદ મળતા માસિક રૂ. 50 પેન્શનને લીધે આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો તેથી મુંબઈ સ્થિર થવા વિચારેલું અંતે દાપોલી અને સતારા તરફ પ્રયાણ કર્યું.
- ડૉ. બાબાસાહેબે કુમળી વયે જ માતાની શીતળ છાયા ગુમાવી. 1897માં 6 વર્ષની ઉમરે મોટાભાઈ આનંદરાવ સાથે કેમ્પ સ્કૂલ સતારામાં ભીમરાવને દાખલ કર્યા. પ્રતિભાશાળી ભીમરાવને તેમના પ્રિય શિક્ષક કૃષ્ણરાવ કેશવરાવે પોતાની અટક આંબેડકર આપી. ઈ.સ. 1902માં સતારાની નોકરી છૂટી જતાં પિતા સાથે મુંબઈની લોઅર પરેલની ડબલ ચાલમાં રહેવા આવ્યાં. ભીમરાવે પહેલા મરાઠા હાઈસ્કૂલમાં અને પછી એલિફન્સ્ટન હાઇસ્કૂલમાં દાખલ કર્યા.
- 9 નવેમ્બર 1906ના રોજ શ્રી ભિખુ ધોત્રેની પુત્રી રમાબાઈ સાથે વિવાહ થયા. ઈ.સ. 1907માં એલિફન્સટન હાઈસ્કૂલમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી કોલેજમાં પ્રવેશ મેળવ્યો જે બદલ રા.બ. સીતારામ કેશવ બોલેની અધ્યક્ષતામાં સત્કાર સમારંભ પણ યોજાયો હતો. જેમાં કૃષ્ણાજી કેબુસ્કરે ભગવાન બુદ્ધનું ચરિત્ર પુસ્તક ભેટ આપ્યું. મુંબઈ યુનિવર્સિટીમાંથી પર્શિયન – અંગ્રેજી સાથે બી.એ. પાસ કર્યું.
- ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ગુજરાત સાથે ઘનિષ્ઠ નાતો રહ્યો. ઈન્ટર પછી અભ્યાસ માટે વડોદરાના પ્રજાવત્સલ રાજવી મહારાજ સયાજી રાવ ગાયકવાડે (ત્રીજા) શિષ્યવૃત્તિ આપી. પરિણામે કોલેજ અભ્યાસ –ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.
- મુંબઈની એલિફન્સ્ટન કોલેજની કેન્ટીનમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ અપાવવાની ઝૂંબેશ કરનાર ભટ્ટ મહોદયે આંબેડકરને કેન્ટીનમાં પ્રવેશ કરાવ્યો.
- ગ્રેજ્યુએટ ભીમરાવ આંબેડકરને વડોદરામાં જ પ્રથમ નોકરી મળી, વળી મહારાજા સયાજીરાવ ગાયકવાડે પેટલાદના શિવરામ જેરામના અવસાનથી ખાલી પડેલી જગ્યા ઉપર તેમની રાજ્યના કાયદા કાઉન્સિલ legislatureમાં પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી. આ સમયે તેઓ કરોલીબાગના અંત્યજ છાત્રાલયમાં રહેતા હતા. જેના ગૃહપતિ આર્યસમાજી અત્મારામ અમૃતસરી હતા.
- ડો. બાબાસાહેબને અભ્યાસ માટે પણ સયાજીરાવ ગાયકવાડની શિષ્યવૃત્તિ પ્રાપત થઇ. પરિણામે તેઓ અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા હતા.
- ડૉ. બાબાસાહેબ આંબેડકર નીડર પત્રકાર પણ હતા. જાન્યુઆરી 1920માં તેઓએ ‘મૂકનાયક’ મરાઠી પાક્ષિકનો પ્રારંભ કર્યો. એપ્રિલ,1927માં ‘બહિષ્કૃત ભારત’ નામના મરાઠી પાક્ષિકનો પણ પ્રારંભ કર્યો. તો વળી ‘સમતા’ પાક્ષિક સપ્ટેમ્બર 1927માં શરૂ કર્યુ. ડિસેમ્બર 1930માં ‘જનતા’ સામયિક શરૂ કર્યું.
બાબાસાહેબની જીવનગાથાની તવારીખ
| વર્ષ / તારીખ | ઘટના |
|---|---|
| 9 મે, 1916 | કોલંબિયામાં “કાસ્ટ ઇન ઇન્ડિયા” સંશોધન પેપર પ્રસ્તુત કર્યું. |
| 19 ઓક્ટોબર, 1916 | લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ખાતે M.Sc. અને D.Sc. માટે પ્રવેશ. |
| જૂન, 1916 | PHD માટે “National Dividend of India” પ્રસ્તુત. |
| જૂન, 1917 | છાત્રવૃત્તિ પૂરી થતા ભારત પાછા. |
| 28 જુલાઈ, 1920 | London School માં Barrister અભ્યાસમાં પ્રવેશ. |
| 29 જૂન 1921 | M.Sc.(Economics) પદવી પ્રાપ્ત. |
| 30 મે, 1921 | જર્મની BONN યુનિવર્સિટી ખાતે સંસ્કૃત અભ્યાસ. |
| નવેમ્બર 1923 | “Problem of Rupee” Thesis દ્વારા D.Sc. |
| 15 ડિસેમ્બર 1946 | બંધારણ સભામાં પ્રથમ પ્રવચન. |
| ઓગસ્ટ, 1947 | ડ્રાફટીંગ કમિટીમાં નિયુક્ત. |
| નવેમ્બર, 1948 | બંધારણનો મુસદ્દો રજૂ. |
| 24 ફેબ્રુઆરી, 1949 | હિંદુ કોડ બિલ પૂર્ણ. |
| ડીસેમ્બર, 1955 | Thoughts on Linguistic States પ્રકાશન. |
| 14 ઓક્ટોબર, 1956 | બૌદ્ધ ધર્મનું દીક્ષાગ્રહણ. |
| 6 ડિસેમ્બર, 1956 | પરિનિર્વાણ – દિલ્હી. |
| 7 ડિસેમ્બર, 1956 | અંતિમ સંસ્કાર – ચૈત્યભૂમિ. |
મહત્વની બાબતો
- તેઓએ બંધારણીય સભામાં ‘બંધારણના ઘડવૈયા”ની જવાબદારી નિભાવી.
- 1990માં મરણોત્તર ભારત રત્ન.
- ત્રણે ગોળમેજ પરિષદમાં ભાગ લેનાર એકમાત્ર વ્યક્તિ.
- 1932માં પુનાકરાર.
- 1936માં સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના.
- ‘પાકિસ્તાન ઉપર વિચારો’ પ્રકાશિત (1940).
- ‘પીપલ્સ એજ્યુકેશન સોસાયટી’ હેઠળ સિદ્ધાર્થ કોલેજ.
- ‘શુદ્રો કોણ હતા?’ પુસ્તક પ્રકાશિત.
- 15 એપ્રિલ 1948 – ડૉ. શારદા કબીર સાથે લગ્ન.
- માર્ચ 1952 – રાજ્યસભાના સભ્ય.
Quick Revision (એક નજરમાં)
- ડૉ. આંબેડકરનો જન્મ: 14 એપ્રિલ 1891 – મહુ (મ.પ્ર.)
- પિતા: રામજી સકપાલ | માતા: ભીમાબાઈ
- મેટ્રિક: એલિફન્સ્ટન હાઈસ્કૂલ – 1907
- સ્નાતક: મુંબઈ યુનિવર્સિટી (BA)
- શિષ્યવૃત્તિ: સયાજીરાવ ગાયકવાડ (વડોદરા)
- USA: કોલંબિયા યુનિવર્સિટી – PHD
- UK: London School of Economics – D.Sc.
- મુકનાયક (1920), બહિષ્કૃત ભારત (1927), જનતા (1930)
- Drafting Committee Chairman – 1947
- Constitution Draft submitted – નવેમ્બર 1948
- Hindu Code Bill – 1949
- બૌદ્ધ દીક્ષા – 14 ઓક્ટોબર 1956
- પરિનિર્વાણ: 06 ડિસેમ્બર 1956
- ચૈત્ય ભૂમિ – મુંબઈ
- ભારત રત્ન – 1990
MCQ Quiz (Test Yourself)
1. ડૉ. આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો?
(a) 14 એપ્રિલ 1891
(b) 15 એપ્રિલ 1891
(c) 06 ડિસેમ્બર 1890
(d) 07 મે 1892
✔ Correct Answer: (a)
2. “મૂકનાયક” સામયિકનું પ્રારંભ ક્યારે થયું?
(a) 1930
(b) 1927
(c) 1920
(d) 1916
✔ Correct Answer: (c)
3. બંધારણીય સભામાં Drafting Committeeના અધ્યક્ષ કોણ હતા?
(a) જવાહરલાલ નહેરૂ
(b) સરદાર પટેલ
(c) ડૉ. આંબેડકર
(d) રાજેન્દ્ર પ્રસાદ
✔ Correct Answer: (c)
4. ડૉ. આંબેડકરને ભારત રત્ન ક્યારે મળ્યો?
(a) 1989
(b) 1990
(c) 1956
(d) 1949
✔ Correct Answer: (b)
5. બૌદ્ધ ધર્મની દીક્ષા કયા શહેરમાં લીધી?
(a) મુંબઈ
(b) પુણે
(c) નાગપુર
(d) દિલ્હી
✔ Correct Answer: (c)

0 Comment
Post a Comment