શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન
શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન
શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન UAE ના નવા રાષ્ટ્રપતિ બન્યા.
શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના સ્થાને શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન યુએઈના રાષ્ટ્રપતી તરીકે ચૂંટાયા છે.
શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું તાજેતરમાં 73 વર્ષની વયે નિધન થયું છે.
તેમને સાત અમીરાતના શાસકોની કાઉન્સિલ દ્વારા સર્વસંમતિથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
શેખ મોહમ્મદ 2014 થી અમીરાત પર શાસન કરી રહ્યા છે.
શેખ મોહમ્મદ શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયાનના ત્રીજા પુત્ર છે. 2004માં તેમને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સંયુક્ત આરબ અમીરાત:
તે અરબી દ્વીપકલ્પના ઉત્તરપૂર્વીય છેડે પશ્ચિમ એશિયામાં સ્થિત છે.
અબુ ધાબી રાજધાની છે અને UAE દિરહામ UAE નું ચલણ છે.
મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ યુએઈના વડા પ્રધાન છે.
0 Komentar
Post a Comment