Search Now

ડ્રોન માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના

ડ્રોન માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના



ડ્રોન અને ડ્રોન ઉપકરણો માટે સરકાર દ્વારા પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) યોજનાને મંજુરી આપવામા આવી.

આ મંજૂરી 2022-23થી 2024-25ના સમયગાળા માટે આપવામાં આવી છે, જેમાં રૂ. 120 કરોડનો ખર્ચ થશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ યોજનાને લાગુ કરી રહ્યું છે.

આ યોજનાનો હેતુ દેશમાં ડ્રોન અને ડ્રોન ઉપકરણોના ઉત્પાદનને વેગ આપવાનો છે અને આ પ્રક્રિયામાં સ્વદેશી ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ યોજના હેઠળ ભારત ડ્રોન અને ડ્રોન ઉપકરણોના ઉત્પાદન સાથે સંકળાયેલી કંપનીઓને સહાય પૂરી પાડશે.

યોજનાની માર્ગદર્શિકા અનુસાર, પીએલઆઈ યોજનાનો લાભ લેવા માટે એમએસએમઇ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં કંપનીનું વાર્ષિક ટર્નઓવર ડ્રોન માટે 2 કરોડ રૂપિયા અને ઉપકરણો માટે 50 લાખ રૂપિયા હોવું જોઈએ.

એમએસએમઇ સિવાયની અન્ય કંપનીઓને ડ્રોન માટે વાર્ષિક 4 કરોડ રૂપિયા અને ડ્રોન ઉપકરણો માટે 1 કરોડ રૂપિયાના વેચાણની જરૂર હોય છે.

કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં સચિવોનું એક સશક્ત જૂથ યોજનાના અમલીકરણ પર નજર રાખશે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel