Constable Syllabus
Saturday, January 11, 2025
Add Comment
લોક
New Constable Syllabus / લોકરક્ષક કેડરનો અભ્યાસક્રમ
Complete syllabus overview • Structured and easy to read
Important Syllabus Tips
• Read each section carefully
• Focus on high-weight topics first
• Practice MCQs daily
• Revise constitution, history & reasoning regularly
• Focus on high-weight topics first
• Practice MCQs daily
• Revise constitution, history & reasoning regularly
PAPER - 1
MCQ TEST
PAPER - 1, PART - A (MCQ TEST) (૧) Reasoning and Data Interpretation (૩૦ ગુણ) (૨) Quantitative Aptitude (૩૦ ગુણ) (૩) Comprehension in Gujarati Language (૨૦ ગુણ) -પ્રશ્નપત્રમાં આપવામાં આવેલ ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
PAPER-1, PART - B (MCQ TEST) (૧) The Constitution of India (ભારતનું બંધારણ) (૩૦ ગુણ) ૧. ભારતીય બંધારણ – ઉદભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજયનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું ૨. સંઘ અને રાજયના કાર્યો અને જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજ્ય વિધાનમંડળ : માળખુ, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. ૩. સમવાય તંત્ર તથા કેન્દ્ર-રાજય સંબંધો ૪. બંધારણિક સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ. ૫. પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (૨) Current Affairs, Science and Technology, General Knowledge (૪૦ ગુણ) Current Affairs: રોજબરોજના બનાવો વિજ્ઞાન અને ટેકનોલોજી : રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી. ૧. ખાદ્યસામગ્રીના પ્રાપ્તિસ્થાન અને આહારના ઘટકો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અન્નસ્ત્રોતોમાં સુધારણા ૨. સજીવના લક્ષણો, સજીવોમાં વિવિધતા, પોષણ, અનુકૂલન, સજીવોના વિવિધ અંગો અને તંત્રો, સજીવોનું સંરક્ષણ ૩. આપણી આસપાસ થતા ફેરફારો, ભૌતિક અને રાસાયણિક ફેરફારો. ૪. અંતર, ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરૂત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા ૫ વિદ્યુત અને પરિપથ વિધતપવાહ અને એની અસરો ૬. કુદરતી અને કુત્રિમ રેસા, કાપડ અને પ્લાસ્ટિક ૭. એસિડ, બેઈઝ અને ક્ષાર ૮. ચુંબક, ઉષ્મા, ધ્વનિ, દહન, ધાતુ, અધાતુ, કોલસો અને પેટ્રોલિયમ ૯. સૂક્ષ્મજીવો, સ્વસ્થ શરીર, રોગ અને તેના કારણો ૧૦. હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું અને ચક્રવાત, હવામાન અને આબોહવા, હવાનો પ્રદૂષણ ૧૧. પાણી અને તેના પ્રાપ્તિસ્થાન, જળચક્ર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જળ સંગ્રહ, જળ સંરક્ષણ અને જળ પ્રદૂષણ ૧૨. કચરાનો સંગ્રહ અને નિકાલ ૧૩. ભૂમિ, જંગલ અને તેનું મહત્વ, કુદરતી સ્ત્રોતો, ઉર્જાના સ્ત્રોતો, જૈવ-ભૂ- રાસાયણિક ચક્રો ૧૪. તારાઓ અને સૂર્યમંડળ ૧૫. પર્યાવરણ અને તેની જાળવણી, પ્રદૂષણ અને તેનું નિયંત્રણ General Knowledge: સામાન્ય જ્ઞાન (3) History, Cultural Heritage and Geography of Gujarat and Bharat (ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ગુજરાત તથા ભારતની ભૂગોળ) (૫૦ ગુણ) ઈતિહાસ: ૧. સિંધુખીણની સભ્યતા ૨. વૈદિક યુગ ૩. જૈન અને બૌધ્ધ ધર્મ ૪. ગણરાજયો તથા પ્રથમ મગધ સામ્રાજય ૫. મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો ૬. હરિઅંક, નંદ, મૌર્ય, શૃંગ, કણર્વ, શક, કુષાણ, સાતવાહન, ગુપ્ત, હર્ષવર્ધન, પલ્લવ, ચાલુકય, ગુર્જર પ્રતિહાર, ચૌલ, પાલ, દિલ્હિ સલ્તનત, મુગલ સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, મરાઠા તથા અન્ય ભારતીય રાજાઓ તથા રાજવંશો - તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક-સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ ૭. ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન તથા સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ ૮. ભારતમાં કંપની શાસન ૯. ૧૮૫૭ નો બળવો અને ભારતમાં બ્રિટીશ તાજનું સીધુ શાસન ૧૦. ભારતની સ્વાતંત્રતા માટેની ચળવળ તથા સ્વતાંત્ર્ય પ્રાપ્તિ તથા આઝાદી પછીnout ભારત ૧૧. ૧૯ મી તથા ૨૦ મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો ૧૨. ગુજરાતના રાજવંશો, તેના શાસકો, વહીવટીતંત્રી, આર્થિક-સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ સાંસ્કૃતિક વારસોઃ ૧.ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો : કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય ઈત્યાદિ ૨. ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ ૩. ગુજરાતના સંગ્રહસ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક-ધાર્મિક-સાહિત્યિક મહત્વ. ૪. ગુજરાતી રંગભૂમિ : નાટકો, ગીતો, નાટયમંડળીઓ. ૫. આદિવાસી જનજીવન: તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ. ૬. ગુજરાતી સાહિત્ય : પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ. ૭. ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો. ગુજરાત અને ભારતની ભૂગોળ: ૧. સામાન્ય ભૂગોળ : સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, वातાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમયુચ્ય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો : ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો. ૨. ભૌતિક ભૂગોળ : મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂક Suzanneની, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર તથા અન્ય કુદરતી આફતો, વિવિધ આબોહવા પ્રદેશો, કુદરણીક વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો. ૩. સામાજિક ભૂગોળ : વસ્તીનું વિતરણ, વસ્તી, ઘનતા, વસ્તીવૃધ્ધિ, સ્ત્રી પુરૂષ પ્રમાણ, સાક્ષરતા, જનજાતિઓ, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ. ૪. આર્થિક ભૂગોળ : અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો – કૃષિ, ખનીજ, જંગલ, ઈધણ (બળતણ) અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર. ૫. વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ.
0 Comment
Post a Comment