જલીય આપત્તિઓ
જલીય આપત્તિઓ (Hydrological Hazards)
પૂર, સુનામી અને સમુદ્રી મોજાં - કારણો અને નિવારણ
૧. પૂર (Floods)
જ્યારે નદીના વહેણની ક્ષમતા કરતા પાણી વધી જાય અને તે આસપાસના વિસ્તારોમાં ફરી વળે તેને પૂર કહેવાય છે.
- મુખ્ય કારણો: અતિવૃષ્ટિ, વાદળ ફાટવું (Cloudburst), નદીના માર્ગમાં અવરોધ અને ડેમ તૂટવો.
- શહેરી પૂર (Urban Flood): ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતાને કારણે શહેરોમાં પાણી ભરાવા. ઉદા: ૨૦૦૫ મુંબઈ પૂર.
- Flash Flood: અચાનક અને ખૂબ જ ટૂંકા સમયમાં આવતું વિનાશક પૂર.
૨. સુનામી (Tsunami)
સુનામી એ જાપાનીઝ શબ્દ છે (Tsu = બંદર, nami = મોજાં). સમુદ્રના તળિયે થતી હિલચાલને કારણે ઉદભવતા વિશાળ મોજાં.
- કારણો: સમુદ્રમાં ભૂકંપ (Magnitude > 7.0), જ્વાળામુખી ફાટવો કે ભૂસ્ખલન.
- લાક્ષણિકતા: ઊંડા સમુદ્રમાં તેની ઊંચાઈ ઓછી પણ ઝડપ વધુ હોય છે. કિનારા નજીક પહોંચતા તેની ઝડપ ઘટે છે પણ ઊંચાઈ ખૂબ વધી જાય છે.
૩. સમુદ્રી મોજાં / સ્ટોર્મ સર્જ (Storm Surge)
ચક્રવાતને કારણે સમુદ્રની સપાટીમાં અચાનક આવતો વધારો જે કિનારાના વિસ્તારોને ડુબાડી દે છે.
- ગુજરાત સંદર્ભ: ગુજરાતનો ૧૬૦૦ કિમીનો દરિયાકિનારો ચક્રવાત અને સ્ટોર્મ સર્જ માટે સંવેદનશીલ છે (દા.ત. બિપરજોય ચક્રવાત).
૪. આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management)
નિવારણના પગલાં:
- પૂર્વ ચેતવણી પ્રણાલી (Early Warning System): સુનામી માટે 'INCOIS' (હૈદરાબાદ) દ્વારા દેખરેખ.
- સ્ટ્રક્ચરલ પગલાં: ડેમનું બાંધકામ, નદીઓના કાંઠે સંરક્ષણ દીવાલ અને મેન્ગ્રોવ્સ (Mangroves) નું વાવેતર.
- બિન-સ્ટ્રક્ચરલ પગલાં: પૂરના મેદાનોનું ઝોનિંગ (Flood Plain Zoning) અને લોક જાગૃતિ.
- NDRF/SDRF: બચાવ કામગીરી માટે તાલીમબદ્ધ દળોની ભૂમિકા.

0 Comment
Post a Comment