Search This Blog

સ્મૃતિ મંધાનાની ઐતિહાસિક સિદ્ધિ - 10,000 આંતરરાષ્ટ્રીય રન

🏏
સ્મૃતિ મંધાનાની ઐતિહાસિક સિદ્ધિ – 10,000 આંતરરાષ્ટ્રીય રન
ઐતિહાસિક સિદ્ધિ
• નવો રેકોર્ડ:સ્મૃતિ મંધાનાએ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનારા ખેલાડીઓની વિશેષ ક્લબમાં પોતાનું નામ નોંધાવ્યું છે. • ભારતનું ગૌરવ: આ સિદ્ધિ મેળવનાર તે બીજી ભારતીય અને વિશ્વની કુલ ચોથી મહિલા ક્રિકેટર બની છે.
ક્યાં અને કેવી રીતે?
• ક્યાં બની ઘટના?: આ સિદ્ધિ તેમણે શ્રીલંકા સામેની પાંચ મેચોની T20 સિરીઝની ચોથી મેચ દરમિયાન ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે હાંસલ કરી હતી.
દિગ્ગજોની હરોળમાં સ્થાન
• દિગ્ગજોની યાદી: આ સાથે મંધાના હવે મિતાલી રાજ (ભારત), સુઝી બેટ્સ (ન્યુઝીલેન્ડ) અને ચાર્લોટ એડવર્ડ્સ (ઇંગ્લેન્ડ) જેવી દિગ્ગજ ખેલાડીઓની હરોળમાં સામેલ થઈ ગઈ છે. મિતાલી રાજ પછી આવું કરનાર તે માત્ર બીજી ભારતીય છે.
આંકડાકીય માહિતી (Career Stats)
• ટેસ્ટ: 7 મેચમાં 57.18 ની સરેરાશથી 629 રન (2 સદી, 3 અડધી સદી). • વન-ડે (ODIs): 117 મેચમાં 48.38 ની સરેરાશથી 5,322 રન (મહિલા વનડેમાં છઠ્ઠી સૌથી વધુ રન બનાવનાર). • T20 ઇન્ટરનેશનલ: 157 મેચમાં 4,102 રન (આ ફોર્મેટમાં બીજી સૌથી વધુ રન બનાવનાર).
સદીનો રેકોર્ડ
• આંતરરાષ્ટ્રીય સદીઓ: આંતરરાષ્ટ્રીય સદીઓની બાબતમાં તે હવે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ મેગ લેનિંગની બરાબરી પર આવી ગઈ છે. બંનેના નામે 17-17 સદી છે.
GPSC પરીક્ષા માટે વિશેષ (Static GK)
10,000 રન બનાવનાર ટોચની 4 મહિલા ખેલાડીઓ (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ): 1. મિતાલી રાજ (ભારત): ~10,868 રન 2. ચાર્લોટ એડવર્ડ્સ (ઇંગ્લેન્ડ): ~10,273 રન 3. સુઝી બેટ્સ (ન્યુઝીલેન્ડ): ~10,000+ રન 4. સ્મૃતિ મંધાના (ભારત): 10,000+ રન
WPL અને ગુજરાત કનેક્શન
• સ્મૃતિ મંધાના: WPL માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની કેપ્ટન છે અને ટીમે WPL 2024 નો ખિતાબ જીત્યો. • ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants): o WPL ની અમદાવાદ સ્થિત ટીમ. o માલિક: અદાણી ગ્રુપ. o મેન્ટર: મિતાલી રાજ. o હોમ ગ્રાઉન્ડ: :આ ટીમનું હોમ ગ્રાઉન્ડ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ', અમદાવાદ છે..
સમાનતા તરફનું પગલું (Pay Parity)
• સમાન મેચ ફી: :BCCI એ પુરુષ અને મહિલા ક્રિકેટરો માટે સમાન મેચ ફી ની નીતિ લાગુ કરી છે. • મેચ ફી: o ટેસ્ટ: ₹15 લાખ o વનડે: ₹6 લાખ o T20: ₹3 લાખ
સ્મૃતિ મંધાનાને મળેલા સન્માન
• ICC વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર: બે વખત (રશેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી). • અર્જુન એવોર્ડ: વર્ષ 2018.

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel