GSRTC Recruitment 2026 • Government Jobs
📢 GSRTC હેલ્પર ભરતી ૨૦૨૬: ૨૫૧૦ પદો માટે બમ્પર ભરતી જાહેર! ઓનલાઈન અરજી કરો
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા હેલ્પર કક્ષાની સીધી ભરતી અંગેની સંપૂર્ણ વિગત
મહત્વપૂર્ણ માહિતી: ગુજરાત એસ.ટી. નિગમ (GSRTC) માં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક! GSRTC દ્વારા હેલ્પર (Helper) કક્ષાની વર્ગ-૩ ની કુલ ૨૫૧૦ જગ્યાઓ પર ફીક્સ પગારથી સીધી ભરતી માટે સત્તાવાર જાહેરાત (જાહેરાત ક્રમાંક: GSRTC/202627/47) બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો OJAS વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકે છે.
📌 ૧. ભરતીની વિગતો અને પગાર ધોરણ (Vacancy & Salary)
- પોસ્ટનું નામ: હેલ્પર (Helper)
- કુલ જગ્યાઓ: ૨૫૧૦ પદો
- પગાર ધોરણ: પ્રથમ ૫ વર્ષ માટે માસિક રૂ. ૨૧,૧૦૦/- ફીક્સ પગાર (૫ વર્ષની સેવા સંતોષકારક પૂર્ણ થયેથી નિયમિત નિમણૂંક).
કેટેગરી વાઇઝ જગ્યાઓની વિગત:
| બિન અનામત (General) |
EWS |
SEBC (બક્ષીપંચ) |
SC (અનુ. જાતિ) |
ST (અનુ. જનજાતિ) |
દિવ્યાંગ / માજી સૈનિક |
| ૧૦૦૩ (મહિલા: ૩૩૦) |
૨૫૧ (મહિલા: ૭૬) |
૬૫૯ (મહિલા: ૨૧૭) |
૧૭૦ (મહિલા: ૫૬) |
૪૨૭ (મહિલા: ૧૩૭) |
દિવ્યાંગ: ૫૨ | માજી સૈનિક: ૫૦૨ |
📅 ૨. અગત્યની તારીખો (Important Dates)
| કાર્યક્રમ |
સમયગાળો / તારીખ |
| ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો |
તા. ૦૭/૦૯/૨૦૨૬ થી તા. ૦૬/૧૦/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી) |
| પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળો |
તા. ૦૭/૦૯/૨૦૨૬ થી તા. ૦૮/૧૦/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી) |
🎓 ૩. શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા (Eligibility & Age Limit)
શૈક્ષણિક લાયકાત (Educational Qualification):
સરકાર માન્ય ITI માંથી નીચે જણાવેલ કોઈપણ એક ટ્રેડનો ઓછામાં ઓછો ૧ વર્ષનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ:
- મિકેનિક મોટર વ્હીકલ / મિકેનિક ડીઝલ / જનરલ મિકેનિક / ફીટર / ટર્નર / ઈલેક્ટ્રીશિયન
- શીટ મેટલ વર્કર / ઓટો મોબાઈલ બોડી રિપેરર / વેલ્ડર / વેલ્ડર કમ ફેબ્રિકેટર
- મશીનિસ્ટ / કાર્પેન્ટર / પેઈન્ટર જનરલ / ઓટો મોબાઈલ પેઈન્ટ રિપેરર
💡 અગ્રતા માટે (Apprenticeship): સરકારી/અર્ધસરકારી/ખાનગી લિમિટેડ કંપનીમાં સંબંધિત ટ્રેડમાં જ એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરી NCVT નું પ્રમાણપત્ર ધરાવનારને ૧૦ ગુણનું વેઈટેજ મળશે.
વયમર્યાદા (Age Limit - 06/10/2026 ના રોજ):
- સામાન્ય (General) પુરુષ ઉમેદવાર: ૧૮ થી ૩૫ વર્ષ (જન્મ તારીખ: ૦૬/૧૦/૧૯૯૧ થી ૦૬/૧૦/૨૦૦૮)
- સામાન્ય (General) મહિલા ઉમેદવાર: ૫ વર્ષની છૂટછાટ (મહત્તમ ૪૦ વર્ષ)
- અનામત વર્ગ પુરુષ (SEBC / EWS / SC / ST): ૫ વર્ષની છૂટછાટ (મહત્તમ ૪૦ વર્ષ)
- અનામત વર્ગ મહિલા: ૧૦ વર્ષની છૂટછાટ (મહત્તમ ૪૫ વર્ષ)
📝 ૪. પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા (Exam Pattern)
કુલ ૧૦૦% વેઈટેજ મુજબ મેરિટ ગણતરી:
- M.C.Q પરીક્ષા (OMR / CBRT): મેળવેલ ગુણના ૯૦% વેઈટેજ
- એપ્રેન્ટિસશીપ પ્રમાણપત્ર: ૧૦% વેઈટેજ
૧૦૦ ગુણની M.C.Q પરીક્ષાનો ગુણભાર (સમય: ૨ કલાક):
| વિષય |
કક્ષા / ધોરણ |
ગુણ |
| સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઈતિહાસ / ભૂગોળ / વર્તમાન બનાવો |
ધોરણ-૧૦ કક્ષા |
૩૦ ગુણ |
| ગુજરાતી વ્યાકરણ |
ધોરણ-૧૦ કક્ષા |
૦૫ ગુણ |
| અંગ્રેજી વ્યાકરણ |
ધોરણ-૧૦ કક્ષા |
૦૫ ગુણ |
| લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો (ITI ટ્રેડ સંબંધિત) |
સંબંધિત ટ્રેડ કક્ષા |
૫૦ ગુણ |
| કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી |
બેઝિક કક્ષા |
૧૦ ગુણ |
| કુલ ગુણ |
૧૦૦ ગુણ |
💳 ૫. અરજી ફી અને અરજી કરવાની રીત (Fee & How to Apply)
સંયુક્ત પરીક્ષા પ્રોસેસ ફી (Non-Refundable):
- બિન અનામત (General) પુરુષ ઉમેદવારો: રૂ. ૩૦૦/- + GST
- અનામત વર્ગ (SEBC / EWS / SC / ST / તમામ મહિલાઓ / દિવ્યાંગ / માજી સૈનિક): રૂ. ૨૦૦/- + GST
અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત:
- સૌપ્રથમ OJAS ની વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જાઓ.
- "Apply Online" પર ક્લિક કરી GSRTC વિભાગ પસંદ કરો અને "હેલ્પર" પોસ્ટ સામે Apply કરો.
- તમારી પર્સનલ, ITI શૈક્ષણિક વિગતો, એપ્રેન્ટિસશીપ અને કોમ્પ્યુટર જ્ઞાનની વિગત ધ્યાનપૂર્વક ભરો.
- ફોટો (૧૦ KB સુધી) અને સહી (૧૦ KB સુધી) સ્કેન કરીને અપલોડ કરો.
- ફોર્મ ચકાસીને "Confirm Application" પર ક્લિક કરો અને કન્ફર્મેશન નંબર મેળવો.
- ઓનલાઈન પેમેન્ટ ગેટવે મારફતે નિયત પરીક્ષા ફી ભરી અરજીની પ્રિન્ટ કાઢી સાચવી રાખો.
📌 મહત્વની સૂચના: છેલ્લી તારીખ ૦૬/૧૦/૨૦૨૬ ની રાહ જોયા વિના વહેલી તકે ફોર્મ ભરી દેવું. દસ્તાવેજ ચકાસણી સમયે અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે.
📚 ઇમ્મીઝ એકેડમી (Immy's Academy): સરકારી ભરતીઓની અપડેટ્સ અને પરીક્ષાલક્ષી તૈયારી માટે અમારી સાથે જોડાયેલા રહો!
0 Comment
Post a Comment