આદિવાસી મેળા અને ઉત્સવ
Sunday, April 18, 2021
Add Comment
સંસ્કૃતિ અને ઉત્સવ
ગુજરાતના આદિવાસી મેળા અને લોકઉત્સવો – સંપૂર્ણ વિગત તમારા મૂળ ડેટા મુજબ
ભાંગુરિયા
વર્ણન
આ તહેવારની ઉજવણી હોળી પૂર્વે રાઠવા જનજાતિ દ્રારા કરવામાં આવે છે. મુખ્યત્વે આ સંગીતમય ઢબે થતી ઉજવણી છે. જેમાં રાઠવા જાતિનાં પુરુષો અને સ્ત્રીઓ ગામના મધ્યભાગમાં રંગીન વસ્ત્રો પહેરીને, હાથમાં સંગીતનાં સાધનો લઈને નાચતાં-કૂદતાં ગીતો ગાય છે.
ઘેરનો મેળો
વર્ણન
આ તહેવારની ઉજવણી રાઠવા જાતિના લોકો દ્રારા હોળીના બીજા દિવસે (ધુળેટીના દિવસે) કરવામાં આવે છે. રાઠવા જાતિના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ રંગનો આ તહેવાર ઉજવે છે.
ચૂલનો મેળો
વર્ણન
આ તહેવાર હોળી - ધૂળેટી પછીના દિવસે ઉજવાય છે. રાઠવા જાતિના લોકો આ દિવસે પ્રગટાવેલા અગ્નિ ઉપર ખુલ્લા પગે ચાલે છે. આ ખૂબ રસપ્રદ અને ધ્યાનાકર્ષક મેળો છે.
ગોળ - ગધેડાનો મેળો
વર્ણન
આ વિસ્તારના ભીલ જાતિના યુવક-યુવતીઓ માટે આ જાણે કે જીવનસાથી પસંદ કરવા માટેનો ઉત્તેજનાપૂર્ણ ઉત્સવ છે.
ગોળ-ઘોડીનો મેળો
વર્ણન
આ મેળામાં હળપતિ, કુંકણા અને ગામિત જાતિના લોકો ત્યાં ભરાતા સાપ્તાહિક હાટમાં પૂજા માટેનાં ઉપયોગી માટીનાં વાસણો ખરીદવા એકત્ર થાય છે.
ચિત્ર - વિચિત્રનો મેળો
વર્ણન
રાજ્યમાં યોજાતો આ આદિવાસી લોકોનો એક ખૂબ મોટો મેળો છે. જેમાં આ વિસ્તારના ભીલ અને ગરાસિયા જનજાતિના લોકો ભાગ લે છે. અહીં સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીના સંગમ પાસે એક વિશાળ મંદિર આવેલું છે. આ મેળો આ જનજાતિના પૂર્વજોને યાદ કરી તેમની પૂજા કરવા માટે યોજાય છે. આ આદિવાસી સમુદાયમાં સ્ત્રી-પુરૂષો રંગીન વસ્ત્રો અને ચાંદીના ઘરેણાં પહેરી ઢોલના નાદે નૃત્ય કરે છે.
અખાત્રીજનો મેળો
વર્ણન
ભીલ ગરાસિયા જાતિ દ્વારા ઉજવાય છે. સ્ત્રીઓ માથે ઘાસમાંથી ગૂંથેલી ટોપલીઓ સાથે નૃત્ય કરે છે અને પુરૂષો ઢોલના નાદે તેમને સાથ આપે છે.
Kaliya Bhoot no Melo
Description
A dance festival of witchcraft celebrated by Bhil Garasias. Hand-made terracotta sculptures are worshipped amid dancing and drumbeats.
ડાંગ દરબાર
વર્ણન
આ ડાંગ દરબાર ભરવાની શરૂઆત તો બ્રિટીશ અમલ દરમિયાન થયેલી, જેમાં આજુબાજુના દરબારો કે રજવાડાઓના રાજવીઓનો દરબાર ભરાતો. આઝાદી પછી આ તહેવારની ઉજવણી ચાલુ રખાઈ છે અને ડાંગના માજી રાજવીઓના વારસદારો તથા જિલ્લાના આદિવાસી લોકો તેમાં ઉત્સાહથી ભાગ લે છે. જિલ્લા કલેક્ટર આ દરબારના પ્રમુખસ્થાને હોય છે. ઉજવણી માટે જિલ્લાના દૂર-દૂરના આદિવાસીઓ આવે છે અને નૃત્ય - સંગીત સાથે ઉજવણીનો માહોલ રચાય છે.
દશેરાનો મેળો
વર્ણન
આ ઉત્સવ અહીંની રાઠવા જાતિના લોકો ઉજવે છે. રંગીન વસ્ત્રો અને દાગીના પહેરેલાં પુરુષો અને સ્ત્રીઓ જુદાં જુદાં જૂથમાં નૃત્યનો આનંદ માણે છે.
નાગધરાનો મેળો
વર્ણન
ગુજરાતના ભીલ કે ગરાસિયા જાતિના લોકો તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી લોકો મોટા સમૂહમાં ભેગા થાય છે અને પૂજા / પ્રાર્થના કરે છે.

0 Comment
Post a Comment