Search Now

થોમસ કપ

થોમસ કપ • સૌથી મહત્વની ગણાતી બેડમિન્ટન ટુર્નામેન્ટ થોમસ કપની ફાઈનલમાં ભારતીય બેડમિન્ટન ટીમે ઈન્ડોનેશિયાને હરાવીને ટુર્નામેન્ટ જીતી લીધી છે.
 • 14 વખતની ચેમ્પિયન ટીમ ઈન્ડોનેશિયાને ભારતીય ટીમે 3-0થી હરાવીને થોમસ કપની ફાઈનલ જીતી લીધી છે.
 • આ ટૂર્નામેન્ટના 73 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારત થોમસ કપની ફાઈનલ સુધી પહોંચ્યું હતું. ભારતે આ મેચ બેસ્ટ ઓફ 5 ફોર્મેટમાં 3-0થી જીતી લીધી છે.
 • ભારતે સિંગલ્સ, ડબલ્સ પછી બીજી સિંગલ્સમાં પણ જીત મેળવી હતી. જેમાં કિંદામ્બી શ્રીકાંતે જોનાથન ક્રિસ્ટીને 21-15, 23-21થી હરાવ્યો હતો.
 • ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડીની ભારતીય જોડીએ પહેલી મેચ ગુમાવી પછી બીજી અને ત્રીજી મેચ જીતી લીધી હતી.

ફાઈનલ સુધીની સફર

 • ભારતીય ટીમને ફાઈનલના પ્રવાસમાં ગ્રૂપ સ્ટેજની મેચમાં ચાઈનીઝ તાઈપેઈ સામે એકમાત્ર હાર મળી હતી.
 • ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજની મેચમાં જર્મનીને 5-0થી હરાવ્યું હતું. કેનેડાને 5-0થી હરાવ્યું હતું. જો કે ચીની તાઈપેઈ સામે 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.
 • ભારતે ક્વાર્ટર ફાઇનલમાં 5 વખતની ચેમ્પિયન ટીમ મલેશિયાને હરાવ્યું હતું.
 • જ્યારે સેમીફાઇનલમાં 32 વખત અંતિમ ચરણ રમનારી ડેનમાર્ક જેવી ટીમને હરાવી હતી.
 • રમતગમત મંત્રાલય તરફથી થોમસ કપ વિજેતા ટીમને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
 • કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરી છે. 

થોમસ કપ વિશે-

 • શરૂઆત - 1949 થી
 • સ્થાપક - જ્યોર્જ એલન થોમસ 
 • થોમસ કપ અગાઉ ત્રણ વર્ષે યોજવામાં આવતો હતો પરંતુ 1982માં ફોર્મેટમાં ફેરફાર પછી તેનું આયોજન બે વર્ષે કરવામાં આવે છે. થોમસ કપને મેન્સ વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપ તરીકે પણ ઓળખવામાં આવે છે.0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel