એર ઈન્ડિયાના CEO અને MD
એર ઈન્ડિયાના CEO અને MD
કેમ્પબેલ વિલ્સનને એર ઈન્ડિયાના CEO અને MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ટાટા ગ્રૂપે કેમ્પબેલ વિલ્સનની એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિમણૂક કરી છે.
એર ઈન્ડિયાના બોર્ડે કેમ્પબેલ વિલ્સનની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. તેઓ એર ઈન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ જોડાશે.
એરલાઇનના ટોચના મેનેજમેન્ટની નિમણૂક માટે ગૃહ મંત્રાલય (MHA) પાસેથી સુરક્ષા મંજૂરીની જરૂર પડે છે.
તાજેતરમાં ટાટા ગ્રુપે નિપુણ અગ્રવાલને ચીફ કોમર્શિયલ ઓફિસર અને સુરેશ દત્ત ત્રિપાઠીને ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે.
એર ઈન્ડિયાને સત્તાવાર રીતે 27 જાન્યુઆરી 2022ના રોજ ટાટા સન્સને સોંપવામાં આવી હતી.
સરકારે એર ઈન્ડિયાને ટેલ્સ પ્રાઈવેટ લિમિટેડ (ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપનીની પેટાકંપની)ને રૂ. 18,000 કરોડમાં વેચી દીધી છે.
0 Komentar
Post a Comment