Search Now

TAT (S) MAINS PAPER SOLUTION

 TAT (S) MAINS PAPER SOLUTION



રૂઢિપ્રયોગનો અર્થ આપો

૧. તુરિયાનો તાર જાગી ઉઠવો – સમજણ શક્તિનો ઉદય થવો

૨. નવ નેજાં પડવાં – ખૂબ તકલીફ પડવી

કહેવતનો અર્થ લખો.

૧. સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા- મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું.

૨.બાર ભૈયા અને તેર ચોકા- જૂથ નાનુ પણ મતભેદ ઘણા.

સમાસનો વિગ્રહ કરી તેનો પ્રકાર જણાવો.

૧. અંગરખુ- અંગ રાખનાર – ઉપપદ સમાસ

૨. પત્રચેષ્ઠા- પત્ર લખવાની ચેષ્ઠામધ્યમ  પદલોપી

નીચે આપેલ પંક્તિનો છંદ ઓળખાવો

૧. માન મળ્યું મોટું પણ, નહિ અભિમાન ઉર,

    જાણે મહા જોગીરાજ જગતમા જાગિયો. -  મનહર છંદ

૨. ચાતક ચકવા ચતુર નર, પ્રતિદિન ફરે ઉદાસ;

    ખર ઘૂવડને મૂર્ખ જન, સુખે સુવે નિજ વાસ. - દોહરો

નીચે આપે પંકતિઓમાંના અલંકાર ઓળખાવો

૧. વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો. – આંતરપ્રાસ / પ્રાસ સાંકળી

૨. કમલવત્ ગણીને બાલના ગાલ રાતા,  ‌ - શ્‍લેષ અલંકાર

રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે.

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો

૧. ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ – જોગાણ

૨. નદીના કાંકરાવાળી જાડી રેતી – વેકરો

નીચે આપેલ શબ્દોની જોડણી સુધારીને લખો.

૧. પિયુષ – પીયૂષ

૨. ગુરૂત્વ ગુરુત્વ

નીચે આપેલ વાક્યોને ભાષાકીય રીતે શુદ્ધ રૂપમાં લખો.

૧. સિહણ અને તેનું બચ્ચું પાંજરામા પુરાયા. -

૨. અહિ ચાર રસ્તાનું મિલન થાય છે. –

નીચે આપેલ શબ્દોના સંધિવિગ્રહ કરો.

૧. ચતુષ્પાદ – ચતુ: + પાદ  

૨.ષડાનન – ષટ્‍ + આનન

નીચે આપેલાં વાક્યોનું  કૌંસમાં આપેલ સૂચના મુજ્બ વાકયમાં રૂપાંતર કરો.

૧. મામાએ ભાણેજને ઘોડી પરથી ઉતાર્યો. (કર્તરિ વાક્યમાં રૂપાંતર કરો.) – ભાણેજ ઘોડી પરથી નીચે ઉતર્યો.  

૨. દીદી અહીં નહી આવે. (ભાવે વાક્યમાં રૂપાંતર કરો.) – દીદીથી અહીં નહી અવાય.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel