વિદ્યા સાધના યોજના (મફત સાયકલ)
Saturday, August 26, 2023
Add Comment
વિદ્યા સાધના યોજના (મફત સાયકલ)
- પ્રારંભ | ૧૯૯૫
- વિહંગાવલોકન | ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દૂરના અંતરે આવેલી હોવાથી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓમાં સામાન્યતઃ ધોરણ ૮ નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી શિક્ષણ છોડી દેવાનું વલણ જોવા મળે છે.
- ઉદ્દેશ | વિદ્યાર્થીનીઓએ ધોરણ ૮ પછી પણ શાળાકીય શિક્ષણ ચાલુ રાખવા અને શાળા તેમના રહેવાના સ્થળથી થોડાક કિ.મી. દૂર હોય તો પણ અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવા.
- ભાગીદાર | કોઈ નહિ
- ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
- અપેક્ષિત લાભાર્થીઓ | ધોરણ ૯ માં અભ્યાસ કરવાનો ઈરાદો ધરાવતી આદિવાસી કન્યાઓ
- પાત્રતા માટેના માપદંડ | આ યોજનાનો લાભ મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં રૂ.૧૨૦,૦૦૦ સુધી અને શહેરી વિસ્તારમાં રૂ.૧૫૦,૦૦૦ સુધીની હોવી જોઈએ.
- આ યોજના હેઠળ મળતા લાભ | ધો. ૯માં અભ્યાસ કરતી આદિવાસી વિદ્યાર્થીઓનીને વિના મૂલ્યે સાયકલ ભેટ આપવામાં છે.
- સિધ્ધિ | ઘેરથી શાળાનું અંતર દૂર હોય તો પણ આદિવાસી વિદ્યાર્થીનીઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં ૪૬૯૯૨ વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવેલ છે.
0 Komentar
Post a Comment