વાયુ સમુચ્ચય અને વાતાગ્ર
વાયુ સમુચ્ચય (Air Masses) અને વાતાગ્ર (Fronts)
વાતાવરણીય પરિભ્રમણ અને ચક્રવાત નિર્માણની પ્રક્રિયા
૧. વાયુ સમુચ્ચય (Air Masses)
જ્યારે હવા લાંબા સમય સુધી કોઈ વિશાળ સપાટી (જેમ કે મહાસાગર કે રણ) પર સ્થિર રહે છે, ત્યારે તે સપાટીના તાપમાન અને ભેજના ગુણધર્મો ધારણ કરે છે. આ વિશાળ હવાના જથ્થાને વાયુ સમુચ્ચય કહે છે.
- cP (Continental Polar): ઠંડો અને સૂકો વાયુ સમુચ્ચય (કેનેડા, સાઇબિરીયા).
- mT (Maritime Tropical): ગરમ અને ભેજવાળો વાયુ સમુચ્ચય (મહાસાગરો).
- cT (Continental Tropical): ગરમ અને સૂકો વાયુ સમુચ્ચય (ઉષ્ણ કટિબંધીય રણ).
૨. વાતાગ્ર (Fronts)
જ્યારે બે ભિન્ન ગુણધર્મો (તાપમાન અને ભેજ) ધરાવતા વાયુ સમુચ્ચયો એકબીજાને મળે છે, ત્યારે તેમની વચ્ચે બનતી સંપર્ક સપાટીને વાતાગ્ર કહેવામાં આવે છે.
A. ઠંડો વાતાગ્ર (Cold Front)
જ્યારે ઝડપથી આવતી ઠંડી હવા ગરમ હવાને ઉપર તરફ ધકેલે છે, ત્યારે 'ઠંડો વાતાગ્ર' રચાય છે.
- લક્ષણ: આકાશમાં ક્યુમ્યુલોનિમ્બસ વાદળો રચાય છે અને ટૂંકા ગાળા માટે ભારે વરસાદ અને ગાજવીજ થાય છે.
B. ગરમ વાતાગ્ર (Warm Front)
જ્યારે ગરમ હવા ધીમે ધીમે ઠંડી હવા ઉપર ચઢે છે, ત્યારે 'ગરમ વાતાગ્ર' રચાય છે.
- લક્ષણ: વરસાદ ધીમો પણ લાંબા ગાળા સુધી ચાલુ રહે છે. આકાશમાં સિરસ (Cirrus) વાદળો જોવા મળે છે.
C. સ્થિર વાતાગ્ર (Stationary Front)
જ્યારે બે વાયુ સમુચ્ચય એકબીજાને મળે છે પરંતુ કોઈ એકબીજાના વિસ્તારમાં પ્રવેશતા નથી, ત્યારે તે સ્થિર રહે છે.
D. અધિરૂઢ વાતાગ્ર (Occluded Front)
જ્યારે ઠંડી હવા ગરમ હવાને સંપૂર્ણપણે જમીન પરથી ઉપર ઉઠાવી દે છે અને બે ઠંડા વાયુ સમુચ્ચયો મળે છે, ત્યારે આ સ્થિતિ સર્જાય છે. આ ચક્રવાતના અંતિમ તબક્કાની નિશાની છે.
૩. GPSC મહત્વના તથ્યો
- વાતાગ્ર માત્ર મધ્ય અક્ષાંશ (૩૦° થી ૬૦°) માં જ બને છે.
- વિષુવવૃત્ત પર વાતાગ્ર બનતા નથી કારણ કે ત્યાં વાયુ સમુચ્ચયોના તાપમાનમાં મોટો તફાવત હોતો નથી.
- વાતાગ્ર પ્રદેશમાં હવામાનમાં અચાનક પલટો આવે છે, પવનની દિશા બદલાય છે અને દબાણ ઘટે છે.
- Frontogenesis: વાતાગ્ર બનવાની પ્રક્રિયા.
Frontolysis: વાતાગ્ર નાશ પામવાની પ્રક્રિયા.

0 Comment
Post a Comment