આબોહવાકીય બદલાવ
આબોહવાકીય બદલાવ (Climate Change)
વૈશ્વિક તાપમાન વૃદ્ધિ, ગ્રીનહાઉસ અસર અને તેના પ્રભાવો
આબોહવા પરિવર્તન એટલે પૃથ્વીના સરેરાશ તાપમાન અને હવામાનની સ્થિતિમાં લાંબા ગાળે થતો ફેરફાર. છેલ્લા ૧૦૦ વર્ષમાં માનવીય પ્રવૃત્તિઓને કારણે આ ફેરફાર ખૂબ જ ઝડપી બન્યો છે.
૧. ગ્રીનહાઉસ અસર (Greenhouse Effect)
વાતાવરણમાં રહેલા કેટલાક વાયુઓ પૃથ્વીની ગરમીને પકડી રાખે છે, જેને ગ્રીનહાઉસ અસર કહે છે. જો આ અસર ન હોત, તો પૃથ્વીનું સરેરાશ તાપમાન -૧૮°C હોત.
૨. આબોહવા પરિવર્તનના કારણો
- માનવસર્જિત: ઉદ્યોગોનું પ્રદૂષણ, શહેરીકરણ, વાહનોનો ધુમાડો અને જંગલોનું કટીંગ (Deforestation).
- કુદરતી: જ્વાળામુખી ફાટવો, સૂર્યની તેજસ્વીતામાં ફેરફાર અને પૃથ્વીની કક્ષામાં પરિવર્તન (Milankovitch cycles).
૩. ગ્લોબલ વોર્મિંગની અસરો (Impacts)
- હિમનદીઓનું પીગળવું: હિમાલય અને ધ્રુવીય પ્રદેશોનો બરફ પીગળવાથી દરિયાઈ સપાટીમાં વધારો.
- દરિયાઈ સપાટીમાં વધારો: કિનારાના શહેરો (દા.ત. દ્વારકા, મુંબઈ, ન્યૂયોર્ક) ડૂબવાનું જોખમ.
- ઋતુ ચક્રમાં ફેરફાર: કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને લાંબા સમય સુધી દુષ્કાળ.
- જૈવવૈવિધ્યનો નાશ: તાપમાન સહન ન કરી શકતા પ્રાણીઓ અને વનસ્પતિઓ લુપ્ત થવા.
૪. વૈશ્વિક પ્રયાસો (International Agreements)
| વર્ષ / નામ | વિગત |
|---|---|
| ૧૯૯૨ - પૃથ્વી સંમેલન | રિયો ડી જાનેરો (UNFCCC ની સ્થાપના) |
| ૧૯૯૭ - ક્યોટો પ્રોટોકોલ | ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે. |
| ૨૦૧૫ - પેરિસ કરાર | તાપમાન વધારાને ૨°C થી નીચે રાખવાનું લક્ષ્ય. |
| ૨૦૨૧ - COP26 (પંચામૃત) | ભારતનું ૨૦૭૦ સુધીમાં 'Net Zero' નું લક્ષ્ય. |
૫. ઉપાયો: આપણે શું કરી શકીએ?
- પુનઃપ્રાપ્ય ઉર્જા (સૌર ઉર્જા, પવન ઉર્જા) નો વધુ ઉપયોગ.
- વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું.
- ઈલેક્ટ્રિક વાહનો (EV) ને પ્રોત્સાહન આપવું.
- પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવો અને 'Circular Economy' અપનાવવી.

0 Comment
Post a Comment