Main types of soil
ભારતમાં જમીનના મુખ્ય પ્રકારો
ICAR (Indian Council of Agricultural Research) મુજબનું વર્ગીકરણ
ભારતની વિવિધ આબોહવા અને ભૂસ્તરીય રચનાને કારણે જમીનમાં વિવિધતા જોવા મળે છે. મુખ્ય પ્રકારો નીચે મુજબ છે:
૧. કાંપની જમીન (Alluvial Soil)
ભારતના કુલ વિસ્તારના આશરે ૪૩% ભાગમાં ફેલાયેલી સૌથી વધુ ફળદ્રુપ જમીન.
- રચના: નદીઓ દ્વારા લાવવામાં આવેલા કાંપના નિક્ષેપણથી બને છે.
- બે પ્રકાર: ૧. ખાદર (નવો કાંપ) અને ૨. બાંગર (જૂનો કાંપ).
- તત્વો: પોટાશ અને ફોસ્ફરિક એસિડ વધુ, નાઈટ્રોજનની ઉણપ.
- પાક: ઘઉં, ડાંગર, શેરડી, શણ.
૨. કાળી જમીન (Black Soil / Regur)
આ જમીનને 'કપાસની જમીન' અથવા 'રેગુર' તરીકે પણ ઓળખવામાં આવે છે.
- રચના: બેસાલ્ટિક લાવાના ખડકોના ઘસારાથી બનેલી છે.
- લાક્ષણિકતા: ભેજ સંગ્રહવાની અદભૂત ક્ષમતા. સુકાતા તેમાં મોટી તિરાડો પડે છે (સ્વ-ખેડાણની જમીન).
- વિસ્તાર: ગુજરાત (ભરૂચ, સુરત), મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ.
- પાક: કપાસ, તમાકુ, મગફળી.
૩. રાતી અને પીળી જમીન (Red and Yellow Soil)
- રંગ: આયર્ન ઓક્સાઈડની હાજરીને કારણે લાલ દેખાય છે, પાણી સાથે ભળતા પીળી દેખાય છે.
- વિસ્તાર: દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ.
- પાક: બાજરી, કઠોળ, મગફળી.
૪. લેટેરાઈટ જમીન (Laterite Soil)
લેટિન શબ્દ 'Later' એટલે કે 'ઈંટ' પરથી આ નામ પડ્યું છે.
- રચના: ભારે વરસાદને કારણે જમીનનું ધોવાણ (Leaching) થવાથી બને છે.
- લાક્ષણિકતા: તે ઈંટ જેવી લાલ અને સુકાતા અત્યંત સખત બની જાય છે.
- પાક: કાજુ, ચા, કોફી (ખાતરના ઉપયોગ સાથે).

0 Comment
Post a Comment