Transportation
Tuesday, January 6, 2026
Add Comment
ભારતમાં પરિવહન ક્ષેત્ર
સડક, રેલવે, જળ અને હવાઈ માર્ગોનું વિશ્લેષણ
૧. સડક પરિવહન (Road Transport)
ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સડક નેટવર્ક ધરાવે છે.
- નેશનલ હાઈવે (NH): દેશના કુલ સડક માર્ગના માત્ર ૨% છે પણ ૪૦% ટ્રાફિક વહન કરે છે.
- સુવર્ણ ચતુર્ભુજ (Golden Quadrilateral): દિલ્હી-મુંબઈ-ચેન્નાઈ-કોલકાતાને જોડતો માર્ગ.
- NH-44: ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈવે (શ્રીનગર થી કન્યાકુમારી).
- NH-27: ગુજરાતમાંથી પસાર થતો મહત્વનો માર્ગ (પોરબંદર થી સિલચર).
ભારતમાલા પરિયોજના: સરહદી અને આર્થિક કોરિડોરના વિકાસ માટેની મહત્વકાંક્ષી યોજના.
૨. રેલવે પરિવહન (Rail Transport)
ભારતીય રેલવે એ દેશની જીવાદોરી છે.
- ઝોન: ભારતીય રેલવે ૧૯ ઝોનમાં વહેંચાયેલ છે. ગુજરાત પશ્ચિમ રેલવે (મુંબઈ હેડક્વાર્ટર) હેઠળ આવે છે.
- કોંકણ રેલવે: પશ્ચિમ ઘાટમાં એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો (રોહા થી મેંગ્લોર).
- DFC (Dedicated Freight Corridor): માત્ર માલસામાનની હેરફેર માટેના સ્પેશિયલ ટ્રેક.
૩. જળ પરિવહન (Water Transport)
સૌથી સસ્તું અને પર્યાવરણને અનુકૂળ પરિવહન.
- રાષ્ટ્રીય જળમાર્ગ-૧: ગંગા નદી (હલ્દિયા થી પ્રયાગરાજ) - સૌથી લાંબો જળમાર્ગ.
- બંદરો: ભારતમાં ૧૩ મુખ્ય બંદરો છે. ગુજરાતનું કંડલા (દીનદયાલ પોર્ટ) કાર્ગો હેન્ડલિંગમાં મોખરે છે.
સાગરમાલા પ્રોજેક્ટ: બંદરોનું આધુનિકીકરણ અને પોર્ટ-લેડ ડેવલપમેન્ટ.
૪. હવાઈ પરિવહન (Air Transport)
- ૧૯૫૩ માં હવાઈ પરિવહનનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
- UDAN યોજના: "ઉડે દેશ કા આમ નાગરિક" - પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા માટે.

0 Comment
Post a Comment