મહાત્મા ગાંધી: જીવન અને કાર્ય
મહાત્મા ગાંધી: જીવન અને કાર્ય
ભારતના રાષ્ટ્રપિતા વિશેની પરીક્ષાલક્ષી સંપૂર્ણ નોંધ
૧. જન્મ અને કૌટુંબિક વિગતો
- જન્મ: ૨ ઓક્ટોબર ૧૮૬૯, પોરબંદર (સુદામાપુરી).
- માતા-પિતા: પૂતળીબાઈ અને કરમચંદ ગાંધી. (કરમચંદ ગાંધી પોરબંદરના રાજા વિક્રમજીના સમયમાં દીવાન હતા).
- પત્ની: કસ્તુરબા.
- સંતાનો: હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ.
- પુત્ર સમાન અનુયાયી: જમનાલાલ બજાજ (ગાંધીજીના ૫મા પુત્ર).
- બકરીનું નામ: નિર્મલા.
- સંસ્કૃત શિક્ષક: કૃષ્ણાશંકર માસ્તર.
- રહસ્યમંત્રી: મહાદેવભાઈ દેસાઈ.
૨. પ્રેરણા સ્ત્રોત અને ગુરુઓ
- રાજકીય ગુરુ: ગોપાલ કૃષ્ણ ગોખલે.
- આધ્યાત્મિક ગુરુ: શ્રીમદ્દ રાજચંદ્ર.
- વૈચારિક ગુરુ: લિયો ટોલ્સટોય (રશિયા) અને જ્હોન રસ્કિન (બ્રિટન).
- પુસ્તકોની અસર:
- 'અન ટુ ધ લાસ્ટ' (રસ્કિન): જેનો અનુવાદ ગાંધીજીએ 'સર્વોદય' નામે કર્યો.
- રાજા હરિશ્ચંદ્ર (નાટક): સત્ય પ્રત્યેની નિષ્ઠા જાગી.
- શ્રવણ પિતૃભક્તિ: સેવાભાવ જાગ્યો.
૩. દક્ષિણ આફ્રિકાનો સંઘર્ષ (૧૮૯૩-૧૯૧૪)
ગમન: ૧૮૯૩માં દાદા અબ્દુલ્લાનો કેસ લડવા. (પ્રથમ બંદર: ડરબન)
પીટર મોરિત્સ બર્ગ: આ સ્ટેશને ગાંધીજીને રંગભેદને કારણે ટ્રેનમાંથી ઉતારી દેવાયા હતા.
સ્થાપનાઓ:
- નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ (૧૮૯૪).
- ફિનિક્સ આશ્રમ (૧૯૦૪): ડરબન.
- ટોલ્સટોય ફાર્મ (૧૯૧૦): જોહાનિસબર્ગ (રતન ટાટાએ ₹૨૫,૦૦૦ ની મદદ કરી હતી).
લીલા ચોપાનિયા (Green Pamphlet): આફ્રિકામાં ભારતીયોની સ્થિતિ અંગે રાજકોટમાં છપાવેલ પુસ્તિકા.
સાપ્તાહિક: 'ઇન્ડિયન ઓપિનિયન'.
૪. ભારત આગમન અને આશ્રમ જીવન
- ભારત પરત: ૯ જાન્યુઆરી ૧૯૧૫ (એસ.એસ. અરેબીયા જહાજમાં, એપોલો બંદર મુંબઈ).
- કોચરબ આશ્રમ: ૨૫ મે ૧૯૧૫ (જીવણલાલ બેરિસ્ટરનું મકાન). પ્રથમ હરિજન પરિવાર: દુદાભાઈ અને દાનીબહેન.
- સાબરમતી આશ્રમ: ૧૭ જૂન ૧૯૧૭ (સાબરમતી નદી કિનારે).
- હૃદયકુંજ: ગાંધીજીનું નિવાસસ્થાન.
- નંદિની: અતિથિગૃહ.
- સેવાગ્રામ આશ્રમ: વરધા (મહારાષ્ટ્ર) ખાતે સ્થાપના.
૫. બિરુદો અને ઉપનામો
| બિરુદ | વ્યક્તિ | આપનાર |
|---|---|---|
| મહાત્મા | ગાંધીજી | રવીન્દ્રનાથ ટાગોર |
| રાષ્ટ્રપિતા | ગાંધીજી | સુભાષચંદ્ર બોઝ |
| અર્ધનગ્ન ફકીર | ગાંધીજી | વિન્સ્ટન ચર્ચિલ |
| બાપુ | ગાંધીજી | વિનોબા ભાવે / મેઘાણી |
| ગુરુદેવ | રવીન્દ્રનાથ ટાગોર | ગાંધીજી |
| સવાઈ ગુજરાતી | કાકાસાહેબ કાલેલકર | ગાંધીજી |
| રાષ્ટ્રીય શાયર | ઝવેરચંદ મેઘાણી | ગાંધીજી |
| મૂકસેવક | રવિશંકર મહારાજ | ગાંધીજી |
| ડુંગળી ચોર | મોહનલાલ પંડ્યા | ગાંધીજી |
| કાયદા-એ-આઝમ | મોહમ્મદ અલી ઝીણા | ગાંધીજી |
| અજાતશત્રુ | ડૉ. રાજેન્દ્ર પ્રસાદ | ગાંધીજી |
| દીનબંધુ | સી. એફ. એન્ડ્રુઝ | ગાંધીજી |
💡 Value Added Data (GPSC સ્પેશિયલ)
- શિક્ષણ નીતિ: ૧૯૩૭માં વરધા ખાતે 'નવી તાલીમ' અથવા 'બુનિયાદી શિક્ષણ' ની યોજના રજૂ કરી.
- હિંદ સ્વરાજ: મૂળ ગુજરાતીમાં લખ્યું (૧૯૦૯). બ્રિટિશ સરકારે ૧૯૧૦માં પ્રતિબંધ મૂક્યો હતો.
- સત્યાગ્રહના અગિયાર મહાવ્રત: સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, જાતમહેનત, અસ્વાદ, અભય, સ્વદેશી, અસ્પૃશ્યતા નિવારણ અને સર્વધર્મ સંભાવ.
- મ્યુઝિયમ આર્કિટેક્ટ: સાબરમતી ગાંધી સ્મારક સંગ્રહાલયના આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયા હતા.
- ટ્રસ્ટીશીપ: મૂડીપતિઓએ મિલકતના માલિક નહીં પણ સમાજના 'રખેવાળ' (Trustee) બનવું જોઈએ.
સમાધિ: રાજઘાટ, દિલ્હી
"ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે."
© 2026 Immy's Academy | GPSC Preparation Special

0 Comment
Post a Comment