English Grammar: Articles (A, An, The) – Complete Guide with Rules & Examples
![]() |
| Master the use of A, An, and The in English Grammar with simple rules, examples, and exam-oriented practice. |
English Grammar: Articles (A, An, The) નો સંપૂર્ણ અભ્યાસ
ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Articles (A, An, The) અને Omission of Articles (No Article) માંથી ૨ થી ૩ પ્રશ્નો વારંવાર પૂછાય છે. આ આર્ટિકલમાં આપણે અંગ્રેજી વર્ણો, આર્ટિકલના નિયમો, અપવાદો, ફ્રી મોક ટેસ્ટ અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ FAQs સરળ ગુજરાતીમાં શીખીશું.
📊 English Alphabets & Sounds (પાયાનું જ્ઞાન)
અંગ્રેજી ભાષામાં કુલ ૨૬ અક્ષરો છે, જેમાં ૫ સ્વર (A, E, I, O, U) અને ૨૧ વ્યંજન છે. પરંતુ ઉચ્ચારણની દ્રષ્ટિએ કુલ ૪૪ Sounds બને છે:
20
24
📌 ૧. Indefinite Articles (અનિશ્ચિત આર્ટિકલ: A / An)
A અને An નો શાબ્દિક અર્થ 'કોઈ એક' એવો થાય છે. આ આર્ટિકલ માત્ર ગણી શકાય તેવા (Countable) એકવચનના નામો ની આગળ જ વપરાય છે.
જ્યારે એકવચન નામનો ઉચ્ચાર વ્યંજન ધ્વનિ (ક થી જ્ઞ) થી શરૂ થતો હોય ત્યારે 'A' લાગે.
⚠️ સ્પેશિયલ સ્પેલિંગ ટ્રીક (સ્વરથી શરૂ પણ ઉચ્ચાર વ્યંજન):
• A uniform, A university, A European, A one-eyed man (અહીં પ્રથમ અક્ષર સ્વર છે પણ ઉચ્ચાર 'ય' અથવા 'વ' થાય છે માટે A આવશે).
અન્ય ઉપયોગો: વ્યવસાયના નામ આગળ (A doctor, A nurse), ઉદ્દગાર વાક્યમાં (What a beautiful flower!), અને કિંમત/ઝડપ દર્શાવવા (Twice a week, A hundred rupees per piece).
જ્યારે એકવચન નામનો ઉચ્ચાર સ્વર ધ્વનિ (અ, આ, ઇ, ઉ, એ, ઓ...) થી શરૂ થતો હોય ત્યારે 'An' લાગે.
⚠️ સાયલન્ટ વ્યંજન ટ્રીક (વ્યંજનથી શરૂ પણ ઉચ્ચાર સ્વર):
• An honest girl, An hour, An honourable person (અહીં 'H' સાયલન્ટ હોવાથી ઉચ્ચાર સ્વર જેવો થાય છે).
ટૂંકાક્ષરી પદવીઓ (Short Forms): પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર હોય ત્યારે: An M.A., An L.L.B., An S.S.C. exam, An M.B.B.S. (પરંતુ આખું નામ લખાય ત્યારે: A Master of Arts થાય).
👑 ૨. Definite Article (નિશ્ચિત આર્ટિકલ: The)
'The' એ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે વસ્તુનો નિર્દેશ કરવા માટે વપરાય છે. તેના પરીક્ષાલક્ષી નિયમો નીચે મુજબ છે:
| કેટેગરી | નિયમ / વિગત | પરીક્ષા લક્ષી ઉદાહરણો |
|---|---|---|
| પુનરાવર્તન | વાક્યમાં એ જ નામનો બીજી વાર ઉલ્લેખ થાય ત્યારે તે નિશ્ચિત બને છે. | I saw a bird. The bird was green. |
| ભૌગોલિક નામો | નદીઓ, સમુદ્રો, પર્વતમાળાઓ, અખાત અને રણના નામ આગળ. | The Ganga, The Arabian Sea, The Himalayas, The Thar desert. |
| પવિત્ર ગ્રંથો | ધાર્મિક પુસ્તકો અને અખબારોના નામ આગળ. | The Geeta, The Ramayana, The Times of India. |
| Superlative Degree | શ્રેષ્ઠતાવાચક વિશેષણની આગળ (est પ્રત્યય કે most વાળા રૂપો). | This is the best book. Roma is the cleverest girl. |
| Double Comparison | સાપેક્ષ તુલના વાળા બેવડા વાક્યોમાં બંને બાજુ. | The more you read, the more marks you get. |
| દેશોના ટૂંકાક્ષરો | સ્વતંત્ર એકમો ભેગા મળીને બનેલા દેશ કે સંસ્થાના નામ આગળ. | The U.S.A., The U.K., The U.A.E., The UNICEF. |
| સરકારી વિભાગો / હોદ્દા | યુનિક સરકારી શાખાઓ, રાજકીય પક્ષો કે મુખ્ય હોદ્દા આગળ. | The Judiciary, The B.J.P., The Chairman, The Director. |
• જો ગ્રંથના નામની આગળ તેના લેખકનું નામ હોય, તો આર્ટિકલ લાગતો નથી: Valmiki's [No Article] Ramayana.
• જો Superlative વિશેષણની આગળ સંબંધક સર્વનામ (my, your, our, their) હોય, તો આર્ટિકલ લાગતો નથી: Modi is my [No Article] most favourite leader.
🚫 ૩. Omission of Articles (કઈ જગ્યાએ આર્ટિકલ ક્યારેય ન વપરાય?)
પરીક્ષામાં અડધાથી વધુ પ્રશ્નો 'No Article' ઓપ્શન વાળા પુછાય છે. નીચેની સ્થિતિમાં સામાન્ય રીતે આર્ટિકલનો લોપ થાય છે:
- Proper / Abstract / Material Nouns: સામાન્ય સંજોગોમાં વ્યક્તિ, ગામ, રોગ, ધાતુ, અનાજ કે ભાવ દર્શાવતા નામ આગળ આર્ટિકલ ન આવે (e.g., [No] Honesty is the best policy. [No] Gold is precious.).
- ખોરાકનો સમય (Food Time): સામાન્ય રીતે Lunch, Dinner, Breakfast સાથે આર્ટિકલ ન આવે. (પરંતુ વિશેષણ હોય તો: a late lunch અને જો ચોક્કસ હોટેલની વાત હોય તો: The dinner we had at Orange hotel વપરાય).
- વાહન પ્રવાસ:
by + vehicleવાળી રચનામાં વચ્ચે આર્ટિકલ ન આવે: They travelled by [No Article] car. - વિશેષ શબ્દો પછી:
Each, Every, This, Thatપછી આર્ટિકલ ન આવે: Each [No] student has a car. - ચોક્કસ રોગોના અપવાદો: સામાન્ય રીતે રોગ આગળ આર્ટિકલ નથી આવતો પરંતુ આ 4 રોગોની આગળ ફરજિયાત 'The' મૂકવો: The plague, The flu, The measles, The mumps.
- પંજાબનો નિયમ: The Punjab (પ્રાંતના અર્થમાં હોવાથી તેની આગળ 'The' લાગે છે, જ્યારે અન્ય કોઈ રાજ્ય આગળ આર્ટિકલ લાગતો નથી).
📝 Practice Mock Test (11 Most IMP MCQs)
પ્રશ્નો ધ્યાનથી વાંચો, સાચો ઓપ્શન નક્કી કરો અને Show Answer બટન પર ક્લિક કરીને સાચો જવાબ તપાસો.
He studies in _________ university. (Fill in the blank with correct article)
Kamini is _________ honest girl.
_________ more he earns, _________ more he spends.
Have you read Valmiki's _________ Ramayana?
They travelled to Ahmedabad _________ car.
_________ wisdom of Birbal is famous everywhere.
Samudra Gupt is known as _________ Napoleon of India.
The patient is suffering from _________ measles.
Mahesh Rathva is _________ M.A. while his sister is _________ Master of Arts.
_________ Punjab is a fertile state of India.
Where are _________ children? I can't find them in the garden.
🤔 Frequently Asked Questions (FAQs)
Q1. અંગ્રેજી આર્ટિકલ નક્કી કરવા માટે સ્પેલિંગ મહત્વનો છે કે ઉચ્ચારણ?
અંગ્રેજી વ્યાકરણમાં આર્ટિકલ A કે An મૂકવા માટે માત્ર ને માત્ર ઉચ્ચારણ (Sound) જ મહત્વનું છે, સ્પેલિંગ નહીં. જો સ્પેલિંગ વ્યંજનથી શરૂ થતો હોય પણ તેનો ઉચ્ચાર સ્વર જેવો હોય (દા.ત. Honest → ઓનેસ્ટ), તો 'An' મુકાય છે.
Q2. "The English speak English." વાક્યનો વ્યાકરણિક અર્થ શું થાય?
આ વાક્ય પરીક્ષામાં વારંવાર પૂછાય છે. અહીં પ્રથમ "The English" નો અર્થ 'અંગ્રેજો' (ત્યાંના પ્રજા/લોકો) થાય છે જ્યારે પાછળના 'English' નો અર્થ 'અંગ્રેજી ભાષા' થાય છે. નિયમ મુજબ પ્રજાના નામ આગળ The લાગે પણ ભાષાના નામ આગળ આર્ટિકલ લાગતો નથી.
Q3. ભાવવાચક કે પદાર્થવાચક નામની આગળ 'The' ક્યારે વાપરી શકાય?
સામાન્ય અર્થમાં તેમની આગળ કોઈ આર્ટિકલ નથી આવતો (e.g., Sugar is bad for teeth). પરંતુ જો તેને કોઈ ઓફ/વિશેષણથી ચોક્કસ અર્થ અપાય ત્યારે 'The' લાગે છે (e.g., Would you pass me the sugar? અથવા The wisdom of Birbal is great.).
Q4. "You are a second Kohli." માં 'a' કેમ વાપરવામાં આવ્યો?
જ્યારે કોઈ વ્યક્તિવાચક નામ (Proper Noun) ની સરખામણી અન્ય વ્યક્તિ સાથે કરીને તેને 'તેના જેવો ગુણ ધરાવતો' બતાવવો હોય, ત્યારે પ્રોપર નાઉન કોમન નાઉન જેવું કામ કરે છે અને તેની આગળ 'a/an' મૂકવામાં આવે છે.
Q5. કયા કયા રોગોના નામ આગળ અપવાદરૂપે 'The' વાપરવું જ પડે છે?
સામાન્ય રીતે તાવ, કેન્સર કે અન્ય રોગો આગળ કોઈ આર્ટિકલ નથી આવતો. પરંતુ વ્યાકરણના નિયમ મુજબ ૪ મુખ્ય રોગો: The Plague, The Flu, The Measles (ઓરી), અને The Mumps (ગાલપચોળિયું) ની આગળ ફરજિયાત 'The' આર્ટિકલ મૂકવામાં આવે છે.

0 Comment
Post a Comment