સીઆરપીએફ
સીઆરપીએફ
સીઆરપીએફએ પ્રથમ વખત બે મહિલા અધિકારીઓને આઈજી તરીકે નિયુક્ત કર્યા છે.
એની અબ્રાહમને રેપિડ એક્શન ફોર્સ (RAF)ના IG બનાવવામાં
આવ્યા છે. તે એક ખાસ એન્ટી રાઈટ યુનિટ છે.
સીમા ધુંડિયાને બિહાર સેક્ટરના
આઈજી બનાવવામાં આવ્યા છે.
બંને મહિલા અધિકારીઓની પ્રથમ બેચ તરીકે 1987માં CRPFમાં
જોડાયા હતા.
એની અબ્રાહમ અગાઉ લાઇબેરિયામાં યુનાઇટેડ નેશન્સ મિશનમાં
ફોર્મ્ડ પોલીસ યુનિટ (FPU)ની કમાન્ડ કરી ચૂકી છે.
તેમને તેમની સેવા દરમિયાન વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ
પોલીસ મેડલ, મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ અને 'અતિ ઉત્કૃષ્ટ સેવા મેડલ' એનાયત
કરવામાં આવ્યા છે.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF):
CRPF એ 1986માં મહિલાઓને લડાઇમાં સામેલ કરનાર પ્રથમ કેન્દ્રીય
સશસ્ત્ર પોલીસ દળ હતું. હાલમાં તેમાં 6000
થી વધુ મહિલા કોન્સ્ટેબલ છે.
28 ડિસેમ્બર 1949ના રોજ CRPF એક્ટના અમલ સાથે તે સેન્ટ્રલ
રિઝર્વ પોલીસ ફોર્સ બની ગયું.
તે રાજ્ય/યુટી પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં
અને આતંકવાદ વિરોધી કામગીરીમાં મદદ કરે છે.
CRPFમાં, સેક્ટરનું નેતૃત્વ ઈન્સ્પેક્ટર જનરલ (IG) કરે
છે.
0 Komentar
Post a Comment