ડૉ. જમશેદ જે ઈરાની
ડૉ. જમશેદ જે ઈરાની
'ભારતના સ્ટીલ મેન' તરીકે જાણીતા ડૉ. જમશેદ જે ઈરાનીનું
જમશેદપુરમાં 86 વર્ષની વયે નિધન થયું છે.
ડૉ. ઈરાનીએ 43 વર્ષ સુધી ટાટા જૂથની અનેક કંપનીઓમાં
સેવા આપી હતી.
જમશેદ જે ઈરાનીનો જન્મ 2 જૂન 1936 ના રોજ નાગપુરમાં
થયો હતો.
ઉદ્યોગમાં તેમના યોગદાન માટે તેમને 2007માં પદ્મ ભૂષણથી
નવાજવામાં આવ્યા હતા.
ભારત-બ્રિટિશ વેપાર અને સહકારમાં તેમના યોગદાન બદલ 1997માં
રાણી એલિઝાબેથ II દ્વારા તેમને માનદ નાઈટહુડથી નવાજવામાં આવ્યા હતા.
1962 માં, ડૉ. ઈરાનીએ બ્રિટિશ આયર્ન એન્ડ સ્ટીલ રિસર્ચ
એસોસિએશન સાથે તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી.
તેમણે 1992 થી 1993 દરમિયાન કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી
(CII) ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
.jpeg)
0 Komentar
Post a Comment