Search Now

વાસ્સેનાર એરેન્જમેન્ટ

વાસ્સેનાર એરેન્જમેન્ટ



ભારત એક વર્ષ માટે વાસેનાર વ્યવસ્થાના પૂર્ણ સત્રનું પ્રમુખપદ સંભાળશે.

જોકે ભારતનો કાર્યકાળ ઔપચારિક રીતે તારીખ 1 જાન્યુઆરી, 2023થી શરુ થશે.

વિયેનામાં 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી આયોજિત વાસેનાર સમજૂતીની 26મી વાર્ષિક પૂર્ણ બેઠકમાં ભારતને અધ્યક્ષપદ આપવામાં આવ્યું હતું.

આઇરિશ રાજદૂત ઇયોન ઓ'લૈરીએ ભારતીય રાજદૂત જયદીપ મજુમદારને અધ્યક્ષતા સોંપી હતી.

ડિસેમ્બર, 2017માં ભારત નિકાસ નિયંત્રણ બહુપક્ષીય વ્યવસ્થા 'વાસ્સેનાર એરેન્જમેન્ટ'માં 42માં ભાગીદાર દેશ તરીકે સામેલ થયું હતું.

વાસેનાર વ્યવસ્થા એ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને નિકાસ નિયંત્રણ મિકેનિઝમ છે. તેનો હેતુ પરંપરાગત શસ્ત્રો અને બેવડા ઉપયોગની ચીજવસ્તુઓ અને ટેકનોલોજીની નિકાસને નિયંત્રિત કરવાનો છે.

વાસ્સેનાર સમજૂતીની આગામી અધ્યક્ષતામાં ભારત સભ્ય દેશો સાથે સહયોગ કરશે તથા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા તથા સ્થિરતામાં યોગદાન આપશે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel