Search Now

નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ

નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ




હરિયાણાની જોડી સરબજોત સિંઘ અને મનુ ભાકેરે 65મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં મિક્સ્ડ ટીમ પિસ્તોલ ટાઈટલ જીત્યું હતુ.

તેઓએ ચેમ્પિયનશીપમાં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમનું ટાઇટલ જીત્યું છે.

તેઓએ ફાઇનલમાં કર્ણાટકની જોડી દિવ્યા ટીએસ અને ઇમરોઝને 16-4થી પરાજય આપ્યો હતો.

આ ઇવેન્ટમાં પંજાબ અને ઓએનજીસીએ બ્રોન્ઝ મેડલ શેર કર્યા છે.

જુનિયર મિક્સ ટીમ પિસ્તોલ ઈવેન્ટમાં ઉત્તર પ્રદેશની અંજલિ અને સાગરની જોડીએ ઉત્તરાખંડની યશસ્વી અને અભિનવને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.

65મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ એમપી સ્ટેટ શૂટિંગ એકેડમી, ભોપાલમાં 20 નવેમ્બરથી 10 ડિસેમ્બર, 2022 દરમિયાન યોજાઈ રહી છે.

નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એનઆરએઆઈ) આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન, એશિયન શૂટિંગ કોન્ફેડરેશન, કોમનવેલ્થ શૂટિંગ ફેડરેશન, સાઉથ એશિયન શૂટિંગ કોન્ફેડરેશન અને ધ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન સાથે જોડાયેલું છે.

શ્રી રણિન્દર સિંઘ પ્રમુખ છે અને શ્રી કે. સુલતાન સિંઘ નેશનલ રાઇફલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી છે.

શૂટિંગ સાથે સંબંધિત પરિભાષા: એરગન, બોર, રેન્જ, બુલ, બંકર, ડબલ ટ્રેપ, ઓફહેન્ડ, ટ્રેપ, ફ્રી પિસ્તોલ વગેરે. 

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel