Search This Blog

Kamdhenu University Junior Clerk Recruitment 2026: Apply Online for 101 Posts

નવી સરકારી ભરતી 2026

કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026 | કુલ 101 જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત

જાહેરાત ક્રમાંક: ૦૧/૨૦૨૬ (બિન શૈક્ષણિક વહિવટી સંવર્ગ વર્ગ-૩)

ગુજરાત સરકારી નોકરીની શોધ કરી રહેલા સ્નાતક ઉમેદવારો માટે સુવર્ણ તક આવી ગઈ છે. કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા સીધી ભરતી હેઠળ બિન શૈક્ષણિક વહિવટી સંવર્ગમાં જુનિયર ક્લાર્ક (વર્ગ-૩) ની ૧૦૧ ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે લાયકાત, પગાર ધોરણ, કેટેગરી વાઇઝ જગ્યાઓ અને ફી નીચે વિગતવાર દર્શાવેલ છે.

📌 મુખ્ય માહિતી એક નજરમાં (Quick Details)

🏢 સંસ્થાનું નામ: કામધેનુ યુનિવર્સિટી (ગાંધીનગર)
💼 જગ્યાનું નામ: જુનિયર ક્લાર્ક (વર્ગ - ૩)
🔢 કુલ ખાલી જગ્યાઓ: ૧૦૧ જગ્યાઓ
💰 ફિક્સ પગાર: રૂા. ૨૬,૦૦૦/- (પ્રથમ ૫ વર્ષ માટે)
📅 અરજી શરૂ થવાની તારીખ: ૦૧/૦૭/૨૦૨૬
⏳ અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૧/૦૭/૨૦૨૬
🌐 સત્તાવાર વેબસાઈટ: www.kamdhenuuni.edu.in

📅 મહત્વની તારીખો (Important Dates)

વિગત તારીખ અને સમય
સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખ ૩૦/૦૬/૨૦૨૬
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ ૦૧/૦૭/૨૦૨૬ (બપોરે ૧૬:૦૦ કલાકથી)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૦૭/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી)

📊 કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓનું વિભાજન

કુલ ૧૦૧ ખાલી જગ્યાઓનું કેટેગરી પ્રમાણે વિગતવાર સત્તાવાર વર્ગીકરણ નીચે મુજબ છે:

કુલ જગ્યાઓ સામાન્ય જગ્યાઓ (પુરુષ / મહિલા) પૈકી મહિલા અનામત જગ્યાઓ માજી સૈનિક
બિન અનામત સા.શૈ.પ.વર્ગ અનુ.જાતિ અનુ.જનજાતિ EWS બિન અનામત સા.શૈ.પ.વર્ગ અનુ.જાતિ fr.frfafr EWS
૧૦૧ ૪૩ ૨૭ ૦૭ ૧૫ ૧૦ ૧૪ ૦૬ ૦૨ ૦૫ ૦૩ ૧૦

👉 દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારશ્રીના નિયમોનુસાર જગ્યાઓ અનામત રાખવામાં આવેલ છે.

💰 પગાર ધોરણ (Salary Structure)

  • ફિક્સ પગાર: સફળતાપૂર્વક પસંદ થયેલ ઉમેદવારોને પ્રથમ ૫ વર્ષ માટે માસિક રૂા. ૨૬,૦૦૦/- ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે.
  • નિયમિત પે-સ્કેલ: ૫ વર્ષની સેવા સંતોષકારક રીતે પૂર્ણ કર્યા બાદ સરકારશ્રીના નિયમ મુજબ નિયમિત પે લેવલ (રૂા. ૧૯,૯૦૦ - ૬૩,૨૦૦) માં સમાવવામાં આવશે.

🎓 શૈક્ષણિક લાયકાત અને અન્ય યોગ્યતા (Eligibility)

  • Educational Qualification: ઉમેદવાર ભારતની સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક (Graduate) ની ડિગ્રી અથવા તેની સમકક્ષ સરકાર માન્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • કોમ્પ્યુટર જ્ઞાન: ગુજરાત મુલ્કી સેવા નિયમો અનુસાર કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી (Basic Computer Knowledge) નું પ્રમાણપત્ર અથવા ધોરણ ૧૦/૧૨ માં કોમ્પ્યુટર વિષય હોવો જરૂરી છે.
  • ભાષા જ્ઞાન: ઉમેદવારને ગુજરાતી અને હિન્દી અથવા બંને ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું જોઈશે.

⏳ વયમર્યાદા અને છૂટછાટ (Age Limit & Relaxation)

અરજી કરવાની છેલ્લી તારીખ (૩૧/૦૭/૨૦૨૬) ના રોજ ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહીં અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. કેટેગરી અનુસાર ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ નીચે મુજબ છે:

  • સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો: ૫ વર્ષની છૂટ
  • અનામત કેટેગરીના (EWS/SEBC/SC/ST) પુરુષ ઉમેદવારો: ૫ વર્ષની છૂટ
  • અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો: ૧૦ વર્ષની છૂટ (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં)
  • દિવ્યાંગજન ઉમેદવારો: નિયમોનુસાર ૧૦ વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર રહેશે.
  • માજી સૈનિક (Ex-Servicemen): બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ૩ વર્ષની છૂટછાટ મળશે.

💳 ઓનલાઈન અરજી ફી (Application Fee)

ઉમેદવારની કેટેગરી પરીક્ષા અરજી ફી
સામાન્ય (General) વર્ગના ઉમેદવારો રૂા. ૧,૦૦૦/- + બેંક ચાર્જ
અનામત વર્ગના (EWS, SEBC, SC, ST) ઉમેદવારો રૂા. ૫૦૦/- + બેંક ચાર્જ
દિવ્યાંગજન (PH) ઉમેદવારો માટે રૂા. ૫૦૦/- + બેંક ચાર્જ
માજી સૈનિક (Ex-Servicemen) ઉમેદવારો માટે કોઈ ફી નથી (FREE)

📝 પરીક્ષા પદ્ધતિ અને ગુણ ભારણ (Exam Pattern)

આ ભરતી પ્રક્રિયા અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષા બે તબક્કામાં મલ્ટીપલ ચોઈસ પ્રશ્નો (MCQ) પદ્ધતિથી લેવામાં આવશે:

📌 પ્રથમ તબક્કો: પ્રાથમિક પરીક્ષા (Screening Test)

કુલ ગુણ: ૧૫૦ | સમય: ૧૨૦ મિનિટ | નેગેટિવ માર્કિંગ: ૦.૨૫

વિષયવાર ગુણ: રીઝનીંગ (૬૦ ગુણ), જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ (૩૦ ગુણ), ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ (૩૦ ગુણ), ગુજરાતી ભાષા વ્યાકરણ (૧૫ ગુણ), અંગ્રેજી ભાષા વ્યાકરણ (૧૫ ગુણ).

📌 દ્વિતીય તબક્કો: મુખ્ય પરીક્ષા (Main Examination)

કુલ ગુણ: ૨૦૦ | સમય: ૧૨૦ મિનિટ | પાસિંગ ધોરણ: લઘુત્તમ ૪૦%

મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં ભારતનું બંધારણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, અર્થતંત્ર, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા મહત્વના વહીવટી વિષયોનો સમાવેશ થાય છે.

💻 અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

  1. સૌપ્રથમ કામધેનુ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ www.kamdhenuuni.edu.in ઓપન કરો.
  2. હોમ પેજ પર આપેલા 'Recruitment' અથવા 'Career' સેક્શન પર ક્લિક કરો.
  3. જાહેરાત ક્રમાંક ૦૧/૨૦૨૬ "Junior Clerk Recruitment" ની લિંક ખોલો.
  4. તમામ વિગતો અને શૈક્ષણિક પ્રમાણપત્રો ચોકસાઈપૂર્વક ઓનલાઈન ફોર્મમાં અપલોડ કરો.
  5. તમારી કેટેગરી મુજબ ઓનલાઈન ફી ભરીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ સાચવી રાખો.

📢 મિત્રો સાથે શેર કરો: જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો સરકારી નોકરીની તૈયારી કરતા તમારા મિત્રો અને વોટ્સએપ ગ્રૂપમાં અત્યારે જ અચૂક શેર કરો!

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel