Union Budget 2025-26 Highlights
કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૨૫-૨૬ (Union Budget 2025-26)
સંપૂર્ણ સમીક્ષા, મુખ્ય આંકડા, ૪ એન્જિન, કરવેરા સ્લેબ અને બંધારણીય જોગવાઈઓ
1. અંદાજપત્ર (Budget) નો પરિચય અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ
- બંધારણીય સ્થિતિ: ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૧૨ હેઠળ તેને "વાર્ષિક નાણાકીય પત્રક" (Annual Financial Statement) તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. (નોંધ: બંધારણમાં 'બજેટ' શબ્દનો ઉલ્લેખ નથી).
- જવાબદારી: નાણા મંત્રાલયનું આર્થિક બાબતોનું વિભાગ (Department of Economic Affairs - DEA) કેન્દ્રીય અંદાજપત્ર તૈયાર કરે છે.
- ઇતિહાસ:
- પ્રથમ બજેટ (પૂર્વ-આઝાદી): ૭ એપ્રિલ, ૧૮૬૦ના રોજ જેમ્સે વિલ્સને રજૂ કર્યું હતું.
- સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ: ૨૬ નવેમ્બર, ૧૯૪૭ના રોજ આર. કે. શણમુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
2. અંદાજપત્રની પ્રક્રિયા અને વર્ગીકરણ (Budget Process & Structure)
બજેટ પ્રક્રિયાના ૫ મુખ્ય તબક્કા:- બજેટ રજૂ કરવું (Presentation of Budget)
- બંને ગૃહોમાં સામાન્ય ચર્ચા (General Discussion)
- વિભાગીય સ્થાયી સમિતિઓ દ્વારા ચકાસણી (Scrutiny by Departmental Committees)
- લોકસભામાં ગ્રાન્ટની માંગણીઓ પર ચર્ચા અને મતદાન (Voting on Demands for Grants)
- વિનિયોગ વિધેયક (Appropriation Bill) અને નાણાકીય વિધેયક (Finance Bill) પસાર કરવું.
- Part A (મેક્રો-ઇકોનોમિક ભાગ): સરકારી યોજનાઓ, ક્ષેત્રીય પ્રાથમિકતાઓ અને સંસાધનોની ફાળવણી.
- Part B (નાણાકીય વિધેયક - Finance Bill): કરવેરાના પ્રસ્તાવ, આવકવેરાના સ્લેબ અને અપ્રત્યક્ષ કરમાં ફેરફારો.
3. બજેટ ૨૦૨૫-૨૬ ના મુખ્ય આંકડા (Budget at a Glance)
મુખ્ય થીમ: "સબકા વિકાસ" (ગરીબ, યુવા, અન્નદાતા અને નારી - GYON પર વિશેષ ધ્યાન).
• મહેસૂલી આવક: ₹૩૪.૨ લાખ કરોડ
• મૂડી આવક: ₹૧૬.૪ લાખ કરોડ
• મહેસૂલી ખર્ચ: ₹૩૯.૪ લાખ કરોડ
• પ્રભાવશાળી મૂડી ખર્ચ: ₹૧૫.૫ લાખ કરોડ
• રાજકોષીય ખાધ (Fiscal): ૪.૪%
• મહેસૂલી ખાધ (Revenue): ૧.૫%
• પ્રાથમિક ખાધ (Primary): ૦.૮%
4. રૂપિયો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? (Rupee Comes From & Goes To)
💰 રૂપિયો ક્યાંથી આવે છે?
- ઉધાર અને અન્ય જવાબદારીઓ (Borrowings): ૨૪%
- આવકવેરો (Income Tax): ૨૨%
- જીએસટી અને અન્ય કર (GST & other taxes): ૧૮%
- કોર્પોરેશન ટેક્સ (Corporation Tax): ૧૭%
- બિન-કર આવક (Non-Tax Receipts): ૯%
💸 રૂપિયો ક્યાં જાય છે?
- કર અને ડ્યૂટીમાં રાજ્યોનો હિસ્સો (States' Share): ૨૨%
- વ્યાજની ચૂકવણી (Interest Payments): ૨૦%
- કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ (Central Sector Schemes): ૧૬%
- સંરક્ષણ (Defence): ૮%
- કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ (Centrally Sponsored Schemes): ૮%
5. વિકાસના ૪ એન્જિન (4 Engines of Development)
૧. કૃષિ (Agriculture)
- PM ધન-ધાન્ય કૃષિ યોજના: ઓછી ઉત્પાદકતા ધરાવતા ૧૦૦ કૃષિ જિલ્લાઓને આવરી લેવાશે (૧.૭ કરોડ ખેડૂતોને લાભ).
- કઠોળમાં આત્મનિર્ભરતા મિશન: તુવેર, અડદ અને મસૂર માટે NAFED અને NCCF દ્વારા ૪ વર્ષ સુધી અમર્યાદિત ખરીદી.
- કિસાન ક્રેડિટ કાર્ડ (KCC): સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ ધિરાણ મર્યાદા ₹૩ લાખથી વધારીને ₹૫ લાખ કરાઈ.
૨. MSME અને રોજગાર (MSME & Employment)
- MSME ની નવી વ્યાખ્યા (રોકાણ / ટર્નઓવર):
• મઇક્રો (Micro): ₹૨.૫ કરોડ / ₹૫ કરોડ
• સ્મોલ (Small): ₹૨૫ કરોડ / ₹૫૦ કરોડ
• મીડિયમ (Medium): ₹૧૨૫ કરોડ / ₹૨૫૦ કરોડ - માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે ક્રેડિટ કાર્ડ: ₹૫ લાખની મર્યાદા ધરાવતા કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ.
- પ્રથમ વખતના સાહસિકો માટે યોજના: ૫ લાખ પ્રથમ વખતના સાહસિકો (મહિલાઓ, SC, ST) માટે ₹૨ કરોડ સુધીની ટર્મ લોન.
૩. રોકાણ (Investment - People, Economy & Innovation)
- લોકોમાં રોકાણ: ૫૦,૦૦૦ નવી અટલ ટિંકરિંગ લેબ્સ, મેડિકલ કોલેજોમાં ૧૦,૦૦૦ નવી સીટો.
- અર્થતંત્રમાં રોકાણ: પરમાણુ ઊર્જા મિશન (૨૦૪૭ સુધીમાં ૧૦૦ GW ન્યુક્લિયર એનર્જી), ૫ SMRs (સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ) સ્થાપવાનો લક્ષ્યાંક.
- નવીનતા (Innovation): ઊંડા ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સ માટે ડીપ ટેક ફંડ ઓફ ફંડ્સ, ૯૦,૦૦૦ કરતાં વધુ પાક મિશ્રણો સાચવવા બીજી 'જીન બેંક' ની સ્થાપના.
૪. નિકાસ (Export)
- નિકાસ પ્રોત્સાહન મિશન: વાણિજ્ય, MSME અને નાણાં મંત્રાલય દ્વારા સંયુક્ત અમલીકરણ.
- 'ભારત ટ્રેડનેટ' (BTN): આંતરરાષ્ટ્રીય વેપાર માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ.
6. કરવેરાના સુધારા (Tax Reforms - Part B)
પ્રત્યક્ષ કર (Direct Taxes) & આવકવેરાના નવા સ્લેબ:
- નવી કર વ્યવસ્થા (New Tax Regime) હેઠળ ફેરફાર: ₹૧૨ લાખ સુધીની આવક પર કોઈ ઇન્કમ ટેક્સ નહીં (રિબેટ સાથે).
- ટાંડર્ડ ડિડક્શન: વધારીને ₹૭૫,૦૦૦ કરવામાં આવ્યું.
| આવકનો સ્લેબ (નવી કર વ્યવસ્થા) | કરનો દર (Tax Rate) |
|---|---|
| ₹૦ થી ₹૪ લાખ | Nil (કોઈ કર નહીં) |
| ₹૪ થી ₹૮ લાખ | ૫% |
| ₹૮ થી ₹૧૨ લાખ | ૧૦% |
| ₹૧૨ થી ₹૧૬ લાખ | ૧૫% |
| ₹૧૬ થી ₹૨૦ લાખ | ૨૦% |
| ₹૨૦ થી ₹૨૪ લાખ | ૨૫% |
| ₹૨૪ લાખથી વધુ | ૩૦% |
અપ્રત્યક્ષ કર (Indirect Taxes):
- દવાઓ પર રાહત: ૩૬ જીવનરક્ષક દવાઓ પર Basic Customs Duty (BCD) સંપૂર્ણ નાબૂદ.
- ચામડા અને દરિયાઈ ઉત્પાદનો: કેન્સર અને અન્ય ગંભીર રોગોની દવાઓ તથા કસ્ટમ્સ ડ્યૂટી સરળ બનાવવાની જોગવાઈ.
7. બજેટ સંબંધિત મુખ્ય બંધારણીય જોગવાઈઓ (Constitutional Articles)
| અનુચ્છેદ (Article) | જોગવાઈ (Provision) |
|---|---|
| Article 109 | નાણાકીય વિધેયક (Money Bill) સંબંધિત ખાસ પ્રક્રિયા |
| Article 110 | નાણાકીય વિધેયક (Money Bill) ની વ્યાખ્યા |
| Article 112 | વાર્ષિક નાણાકીય પત્રક (Annual Financial Statement) |
| Article 113 | અંદાજો સંબંધિત સંસદમાં પ્રક્રિયા (Demands for Grants) |
| Article 114 | વિનિયોગ વિધેયક (Appropriation Bills) |
| Article 116 | વોટ ઓન એકાઉન્ટ (Vote on Account) |
| Article 265 | કાયદાની સત્તા વિના કર નાખી શકાય નહીં |
| Article 266 | ભારતનું એકત્રિત ફંડ (Consolidated Fund) અને જાહેર ખાતું (Public Account) |
| Article 267 | આકસ્મિકતા ફંડ (Contingency Fund) |
| Article 280 | નાણા પંચ (Finance Commission) |
📚 ઇમ્મીઝ એકેડમી (Immy's Academy): સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, GSSSB, UPSC) માટે બંધારણ અને અર્થશાસ્ત્રની નોટ્સ મેળવવા જોડાયેલા રહો!
0 Comment
Post a Comment