પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ | Ancient History of Gujarat | MCQs & GK
📜 પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી વિગતવાર, તથ્યાત્મક અને Value-Added Data
વિશેષ નોટ્સ: આ પોસ્ટમાં પ્રાચીન ભારત અને ગુજરાતના ઇતિહાસનું વર્ગીકરણ, પ્રાગઐતિહાસિક સંશોધનો, ગુજરાત નામનો ઉદ્ભવ, પૌરાણિક કાળ (આનર્ત અને દ્વારકા), જૈવ-બૌદ્ધ ધર્મનો સંદર્ભ અને દરિયાઈ વારસા સંબંધિત અગત્યના પરીક્ષાલક્ષી તથ્યો આવરી લેવામાં આવ્યા છે.
ઇતિહાસકારોએ પ્રાચીન ઇતિહાસને કાળક્રમ અને પ્રાપ્ત સ્ત્રોતોના આધારે મુખ્ય ૩ ભાગોમાં વહેંચ્યો છે:
૧. પ્રાગઐતિહાસિક કાળ (Pre-historic Period):
- આ કાળમાં લેખિત લિપિ કે દસ્તાવેજી પુરાવા મળતા નથી. માનવી સંપૂર્ણપણે પાષાણ (પથ્થર) ના સાધનો પર નિર્ભર હતો.
- પુરાતન પાષાણ યુગ (Paleolithic Age): આદિમાનવ શિકારી અને રખડતું જીવન જીવતો હતો.
- મધ્ય પાષાણ યુગ (Mesolithic Age): પશુપાલનની શરૂઆત અને નાના તીક્ષ્ણ પાષાણના શસ્ત્રો (માઇક્રોલિથ્સ) નો ઉપયોગ.
- નૂતન પાષાણ યુગ (Neolithic Age): કૃષિ અને પૈડાં (Wheel) ની શોધ, સ્થાયી જીવન અને મૃદભાંડ (માટીના વાસણો) નો ઉપયોગ.
૨. આદ્ય ઐતિહાસિક કાળ (Proto-historic Period):
- લેખિત પુરાવા ઉપલબ્ધ છે, પરંતુ તેની લિપિ આજે પણ ઉકેલી શકાઈ નથી (દા.ત. હડપ્પા સંસ્કૃતિ).
- આ કાળને તામ્રપાષાણ યુગ (Chalcolithic Age) પણ કહે છે. ગુજરાતમાં વ્યવસ્થિત માનવજીવનની શરૂઆત આ કાળથી માનવામાં આવે છે.
૩. ઐતિહાસિક કાળ (Historical Period):
- સંશોધનનો પ્રારંભ: ભારતમાં અને ગુજરાતમાં પાષાણ યુગના અવશેષો શોધવાનો શ્રેય ડૉ. રોબર્ટ બ્રુસ ફૂટ (Robert Bruce Foote) ને જાય છે. તેમણે ૧૮૯૩માં સાબરમતી નદીની ખીણમાંથી (કોટ અને પેઢામલી, મહેસાણા) પ્રાચીન પાષાણ યુગના ઓજારો શોધી કાઢ્યા હતા.
- ડેક્કન ટ્રેપ: જ્વાળામુખીના લાવાથી બનેલો આ ભૂસ્તરીય ભાગ નૂતન જીવમય યુગ દરમિયાન અસ્તિત્વમાં આવ્યો હતો.
- દિલ્હી વિભાગ ભૂસ્તર: ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા દાંતા, પાલનપુર અને ઈડર ના વિસ્તારોમાં આ પ્રકારના ખડકો જોવા મળે છે.
- ગુર્જર અને ગુજરાત: ‘ગુર્જર’ શબ્દ મૂળભૂત રીતે પ્રદેશ/જાતિ સાથે સંકળાયેલો છે. અલ્બરૂનીએ પોતાના પ્રવાસવર્ણનમાં આ પ્રદેશ માટે ‘ગુજરાત’ શબ્દનો પ્રયોગ કર્યો હતો.
- સાહિત્યિક ઉલ્લેખ: ‘ગુજરાત’ શબ્દનો સૌપ્રથમ સાહિત્યિક ઉલ્લેખ ઈ.સ. ૧૨૨૮ ના જૈન ગ્રંથ ‘આબુરાસ’ માં જોવા મળે છે.
- પાણિનીની અષ્ટાધ્યાયી: સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ 'અષ્ટાધ્યાયી'માં કચ્છ, વલભી અને મહી નદી જેવા ભૌગોલિક વિસ્તારોના સંદર્ભો મળે છે.
- ભાર્ગવ ભૂમિ: ભરૂચ અને તેની આસપાસનો વિસ્તાર પ્રાચીન કાળમાં ‘ભૃગુકચ્છ’ તરીકે ઓળખાતો, જે ભૃગુકુળના ભાર્ગવોની ભૂમિ ગણાતી.
આનર્ત પ્રદેશ અને દ્વારકા નિર્માણ:
- મનુના પૌત્ર અને શર્ષાતિના પુત્ર આનર્ત ના નામ પરથી ઉત્તર ગુજરાતનો વિસ્તાર ‘આનર્ત પ્રદેશ’ કહેવાયો, જેની પ્રારંભિક રાજધાની કુશસ્થલી હતી.
- દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણે યાદવો સાથે સૌરાષ્ટ્રમાં આવીને કુશસ્થલીના સ્થાને નવી નગરી વસાવી, જેને દ્વારાવતી (દ્વારકા) નામ આપ્યું. તેના બે મુખ્ય દ્વાર 'મોક્ષ દ્વાર' અને 'સ્વર્ગ દ્વાર' તરીકે ઓળખાય છે.
- જગત મંદિર: ગોમતી નદીના કિનારે આવેલું દ્વારકાધીશનું વર્તમાન મંદિર ૧૩મી સદીનું સ્થાપત્ય છે. તેનું શિખર ૬ માળનું, મંડપ ૫ માળનો છે અને તે ૬૦ સ્તંભો પર ટકેલું છે. તેમાં ભગવાન કૃષ્ણની ચતુર્ભુજ મૂર્તિ બિરાજમાન છે.
- બેટ દ્વારકા & નાગેશ્વર: બેટ દ્વારકાનું પ્રાચીન નામ 'દારૂકાવન' હતું. સોમનાથ ઉપરાંત નાગેશ્વર ગુજરાતમાં આવેલું બીજું જ્યોતિર્લિંગ છે.
શ્રીકૃષ્ણનો દેહત્યાગ અને ઉષાહરણ:
- પ્રભાસ પાટણ (સોમનાથ) નજીક ભાલકા તીર્થ ખાતે જરા નામના પારધીના તીર વાગવાથી શ્રીકૃષ્ણનો દેહત્યાગ થયો. અહીં યાદવો વચ્ચે આંતરિક ગૃહયુદ્ધ (યાદવાસ્થળી) થતાં યાદવ વંશનો અંત આવ્યો.
- અનિરુદ્ધ (શ્રીકૃષ્ણના પૌત્ર) ના લગ્ન શોણિતપુરના રાજા બાણાસુરની પુત્રી ઉષા સાથે થયા હતા, જે પ્રસંગ પૌરાણિક સાહિત્યમાં 'ઉષાહરણ' તરીકે પ્રસિદ્ધ છે.
- મહાવીર અને બુદ્ધ: મહાત્મા બુદ્ધ અને મહાવીર સ્વામીનો નિર્વાણ કાળ ઈ.સ.પૂર્વ ૪૮૩ થી ૪૬૮ ની આસપાસ માનવામાં આવે છે.
- ભગવાન નેમિનાથ: જૈન ધર્મના ૨૨મા તીર્થંકર ભગવાન નેમિનાથ શ્રીકૃષ્ણના સમકાલીન માનવામાં આવે છે. તેમની મુખ્ય તપોભૂમિ ગિરનાર (પ્રાચીન નામ: ઊર્જયંત) હતી.
- જૈન ગ્રંથો: 'કાલકાચાર્ય કથા' જેવા જૈન સૈદ્ધાંતિક ગ્રંથો ગુજરાતના પ્રાચીન જૈન ઇતિહાસ અને સંસ્કૃતિ પર પ્રકાશ પાડે છે.
- સિંહલ વિજય (શ્રીલંકા): સિંહપુર (હાલનું ઘોઘા/શિહોર ક્ષેત્ર) ના રાજા સિંહબાહુના પુત્ર વિજયે શ્રીલંકા (સિંહલ) પર વિજય મેળવી ત્યાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો. આ ઘટના પરથી કહેવત પડી: ‘લંકાની લાડી ને ઘોઘાનો વર’.
- સુર્પારક (સોપારા): દક્ષિણ ભારત અને કોંકણ કિનારે આવેલું આ પ્રાચીન બંદર ભગવાન પરશુરામે વસાવ્યું હોવાની પૌરાણિક માન્યતા છે.
📚 ઇમ્મીઝ એકેડમી (Immy's Academy): ગુજરાતના ઇતિહાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જોડાયેલા રહો!
0 Comment
Post a Comment